ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ From Wikipedia, the free encyclopedia
નાની દાઉ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, બાજરી, જુવાર, એરંડા, ઝાલર તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં બે પ્રાથમિક શાળાઓ, પંચાયતઘર, ત્રણ આંગણવાડીઓ તેમ જ બે સરકારી દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
નાની દાઉ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°35′17″N 72°22′10″E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
તાલુકો | મહેસાણા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, શાકભાજી |
આ ગામ રૂપેણ નદીના તટ પર આવેલ છે અને નદીના બે વહેણ છે. જુનું વહેણ, રેલ્વેપુરાની દક્ષિણ દિશામાં આવેલું છે અને નવું વહેણ અત્યારે ગામની ઉત્તર દિશાએ થી વહે છે.
ગામમાં આદ્યશક્તિ ચોસઠ જોગણી માતાનું મંદિર આવેલું છે, જ્યાં દર ચૈત્ર માસની પુનમે ભવ્ય મેળો ભરાય છે. આ મંદિરની સામે બહુચરાજીનું મંદિર આવેલું છે અને ચોકની બાજુમાં વહાણવટી સિકોતર માતાજીનું મંદિર આવેલ છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.