From Wikipedia, the free encyclopedia
છબીલદાસ મહેતા રાજકારણી અને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી હતા.
છબીલદાસ મહેતા | |
---|---|
ગુજરાતના નવમા મુખ્યમંત્રી | |
પદ પર ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ – ૧૪ માર્ચ, ૧૯૯૫ | |
પુરોગામી | ચીમનભાઈ પટેલ |
અનુગામી | કેશુભાઈ પટેલ |
બેઠક | મહુવા, ભાવનગર |
અંગત વિગતો | |
જન્મ | ૪ નવેમ્બર, ૧૯૨૫ મહુવા, ભાવનગર, ગુજરાત |
મૃત્યુ | ૨૯ નવેમ્બર, ૨૦૦૮ અમદાવાદ |
રાજકીય પક્ષ | પ્રજા સમાજવાદી પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જનતા પાર્ટી જનતા દળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી |
જીવનસાથી | ક્રિષ્નાબેન છબીલદાસ મહેતા |
સંતાનો | ૫ |
નિવાસસ્થાન | અમદાવાદ |
છબીલદાસ મહેતાનો જન્મ મહુવામાં થયેલો. તેઓ ૧૯૪૨માં હાઈસ્કૂલનો અભ્યાસ છોડી અને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયેલા.[1]
તેઓ મહુવા નગરપંચાયતના પ્રમુખ બનેલા. પછીથી તેઓ ત્યારની મુંબઈ ધારાસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા. તેઓએ મુંબઈ રાજ્યથી અલગતા માટેની મહાગુજરાત ચળવળમાં પણ ભાગ લીધેલો. ૧૯૬૨માં તેઓ મહુવા મતક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા જે બેઠક તેમણે ૧૯૮૦ સુધી જાળવી રાખેલી.[1]
તેઓ પ્રજા સમાજવાદી પક્ષમાં જોડાઈ અને રાજકારણમાં દાખલ થયેલા. પછીથી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. તેઓ ચીમનભાઈ પટેલનાં મંત્રીમંડળમાં નાણામંત્રીના પદ પર રહ્યા અને ૧૯૯૪માં ચીમનભાઈના અચાનક અવસાન પછી તેઓને મુખ્યમંત્રી તરીકેનો પદભાર સોંપાયેલો. તેઓ જનતા દળમાં થઈ જનતા પાર્ટીમાં જોડાયા. પછીથી તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા. મે, ૨૦૦૧માં તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને ચૂંટણી લડ્યા પણ હાર્યા. તેમનું અમદાવાદ ખાતે ૨૯ નવેમ્બર, ૨૦૦૮ના રોજ અવસાન થયું.[1][2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.