ભારતીય રાજકારણી From Wikipedia, the free encyclopedia
કેશુભાઈ પટેલ (૨૪ જુલાઇ, ૧૯૨૮ - ૨૯ ઓક્ટોબર ૨૦૨૦) ભારતીય રાજકારણી હતા. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બે વખત, માર્ચ ૧૯૯૫ થી ઓક્ટોબર ૧૯૯૫ અને માર્ચ ૧૯૯૮ થી ઓક્ટોબર ૨૦૦૧ સુધી પદ પર રહ્યા હતા.
કેશુભાઈ પટેલ | |
---|---|
ગુજરાતના દસમા મુખ્યમંત્રી | |
પદ પર ૧૪ માર્ચ, ૧૯૯૫ – ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫ | |
પુરોગામી | છબીલદાસ મહેતા |
અનુગામી | સુરેશભાઈ મહેતા |
બેઠક | મણીનગર |
પદ પર ૪ માર્ચ, ૧૯૯૮ – ૬ ઓક્ટોબર, ૨૦૦૧ | |
પુરોગામી | દિલીપ પરીખ |
અનુગામી | નરેન્દ્ર મોદી |
અંગત વિગતો | |
જન્મ | વિસાવદર | 24 July 1928
મૃત્યુ | ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ અમદાવાદ |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી (૧૯૮૦–૨૦૧૨) ગુજરાત પરીવર્તન પાર્ટી (૨૦૧૨ – ૨૦૧૪) |
જીવનસાથી | લીલાબહેન |
સંતાનો | પાંચ પુત્રો, એક પુત્રી |
૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૪ સ્ત્રોત: [{{{source}}}] |
તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. ૨ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. સત્તાનો દૂરઉપયોગ, ભષ્ટાચાર, ખરાબ વહીવટ તેમજ ઉપ-ચૂંટણીઓમાં પક્ષની હાર તેમજ ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં રાહતના નાણાંનો દૂરઉપયોગ જેવા કારણોને લીધે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા.[1][2][3] ૨૦૦૨ની ચૂંટણીઓમાં કેશુભાઇએ ઉમેદવારી ન કરી. ૨૦૦૨માં તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.[4] ૨૦૦૭ની રાજ્ય ચૂંટણી સમયે તેમણે તેમના જુથને પોતાના માટે મત આપવાની અરજી કરી હતી, પરંતુ આશ્ચયજનક રીતે નરેન્દ્ર મોદી સરળતાથી ચૂંટણીમાં જીત્યા.
૪ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું.[5] જાન્યુઆરી ૨૦૧૪માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને ત્યાર પછી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ખરાબ તબિયતને કારણે ગુજરાત વિધાન સભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું.[6] ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયું.[7][8]
૨૧ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ કેશુભાઈના પત્ની લીલાબહેન પટેલ અમદાવાદ ખાતેના તેમના ઘરમાં આગ ફાટી નીકળ્યા બાદ મૃત્યુ પામ્યા હતા.[9]
૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ તેમનું અવસાન થયું હતું.[10]
૨૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ તેમને ભારત સરકાર તરફથી પદ્મભૂષણ પુરસ્કાર (મરણોત્તર) એનાયત કરાયો હતો.[11]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.