હિંદી ભાષામાં પ્રદર્શિત એક ચલચિત્ર From Wikipedia, the free encyclopedia
ચક દે! ઇન્ડિયા (હિન્દી: चक दे इंडिया અંગ્રેજી:"ગો ફોર ઈટ ઇન્ડિયા!")[2] ભારતીય હોકી વિષેની 2007 ની બોલિવુડની સ્પોર્ટ્સ ફિલ્મ છે. તે શિમિત અમીન દ્વારા દિગ્દર્શીત અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી, અને તેમાં શાહરૂખ ખાને કબિર ખાનની ભૂમિક ભજવી છે, જે ભારતીય હોકી ટીમના પૂર્વ કપ્તાન હતા. પાકિસ્તાન હોકી ટીમ સામેની ખરાબ હાર બાદ, ખાનને રમતમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યો હતો. તે અને તેમની માતા પર પાડોશીઓ દ્વારા તેમનું વડીલોપાર્જિત મકાન છોડી દેવાનું દબાણ કરવામાં આવ્યું. સાત વર્ષ બાદ પોતાની પ્રતિષ્ઠા પાછી મેળવવા, ખાન સોળ ઝઘડાળું ખેલાડીઓને ચેમ્પિયન ટીમમાં તબદીલ કરવા માટે ભારતની મહિલા હોકી ટીમના કોચ બન્યા. મહિલા ટીમને ગોલ્ડ અપાવ્યા બાદ, ખાને પોતાની પ્રતિષ્ઠા પાછી મેળવી અને પોતાની માતા સાથે ઘરમાં પાછા ફર્યા હતા ત્યારે વર્ષો પહેલા જેમણે તેમને ધિક્કાર્યા હતા, તેમણે આવર્કાયા હતા.
Chak De! India | |
---|---|
ચિત્ર:ChakDePoster.GIF Publicity poster for Chak De! India | |
દિગ્દર્શક | Shimit Amin |
લેખક | Jaideep Sahni |
નિર્માતા | Aditya Chopra Yash Chopra |
કલાકારો | Shahrukh Khan Vidya Malvade Sagarika Ghatge Chitrashi Rawat Shilpa Shukla Tanya Abrol Anaitha Nair Shubhi Mehta Seema Azmi Nisha Nair Arya Menon Sandia Furtado Arya Menon Masochon V. Zimik Kimi Laldawla Raynia Mascerhanas Vivan Bhatena |
છબીકલા | Sudeep Chatterjee |
સંપાદન | Amitabh Shukla |
સંગીત | Salim Merchant Sulaiman Merchant |
વિતરણ | Yash Raj Films |
રજૂઆત તારીખ | 10 August 2007 |
અવધિ | 153 min. |
દેશ | India |
Hindi, English | |
બોક્સ ઓફિસ | Rs 91,97,00,000 $ $21,505,244[1] |
ચક દે! ઇન્ડિયા દ્વારા ભારતના ધાર્મિક ભાવનાઓ, ભાગલા પાડવાની ભાવના, સામુહિક/વિસ્તારિક મતભેદ અને જાતિના મતભેદો ને હોકીના ખેલ દ્વારા દર્શાવ્યા છે.[3][5][6] ફિલ્મના લેખક જયદીપ સાહનિએ 2002ના કોમનવેલ્થ રમતમાં ભારતની મહિલા હોકી ટીમે મેળવેલા ગોલ્ડ મેડલ અંગે સમાચારપત્રમાં વાંચ્યા પછી તે અંગે કલ્પિત ચિત્રપટની વાર્તા લખવાનો નિર્ણય લીધો હતો.[2][3] પાત્રો વાસ્તવિક ટીમ અને કોચીસ તરફથી પ્રેરિત હોવા છતાં સાહનિ તેની શોધ કરી હતી.[4] કેટલાક માધ્યમોએ કબિર ખાનને વાસ્તવિક જીવનના હોકી ખેલાડી મિર રંજન નેગી સાથે સરખાવ્યા હતા,[5] છતાં સાહનિએ જણાવ્યું હતું કે તેઓ વાર્તા લખતા સમયે નેગીની વ્યથાથી માહિતગાર ન હતા અને નેગીના જીવન સાથેની સમાનતા એક સંયોગ છે.[6]
રૂ. 639 મિલિયનથી વધુ કમાણી સાથે ચક દે!ઇન્ડિયા 2007 ની ભારત[7]માં ચોથી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ હતી અને તેનો સર્વત્ર સ્વીકાર કરવામાં આવ્યો હતો.[8] ચક દે ! ઇન્ડિયા એ ઘણા બધા પુરસ્કારો જીત્યા છે (8 પુરસ્કાર શ્રેષ્ઠ ફિલ્મ માટે) અને ભરપુર મનોરંજન પૂરી પાડતી સૌથી લોકપ્રિય ફિલ્મ માટે નેશનલ ફિલ્મ પુરસ્કાર મેળવ્યો.[9] એપ્રિલ 2008માં ભારતીય હોકી ફેડરેશનના સસ્પેન્શને ફિલ્મના પ્રભાવ પર ભાર મુક્યો હતો. નવી હોકી કાઉન્સિલની રચના બાદ, ભૂતપૂર્વ હોકી ખેલાડી, અસ્લમ શેર ખાને એક મુલાકાતમાં જણાવ્યું, "અમારી ભારતની ટીમને બોલિવુડ બ્લોકબ્લસ્ટર ચક દે!ઇન્ડિયાની ટીમ જેવી બનાવવી પડશે. ' દેશના ઘણા બધા ભાગમાં ખેલાડીઓ છે. અમારે તેમને એકત્ર કરીને એક શક્તિશાળી ટીમ બનાવવી જોઇએ."[10]
આ ફિલ્મની શરૂઆત ભારતના દિલ્હીમાં થાય છે, જેમાં હોકી વિશ્વ કપની ફાઇનલની અંતિમ ક્ષણો દર્શાવવામાં આવે છે. આ રમત પાકિસ્તાનની પુરુષોની રાષ્ટ્રીય હોકી ટીમ અને ભારતની પુરુષોની રાષ્ટ્રીય હોકી ટીમ વચ્ચે હતી, જેમાં પાકિસ્તાન 1-0 થી આગળ હતું. જયારે ભારતીય ટીમના કેપ્ટન અને હોકીના સુપરસ્ટાર, કબીર ખાનને (શાહરૂખ ખાન) ફાઉલ કર્યો ત્યારે તેણે જાતે પેનલ્ટી સ્ટ્રોક લેવાનું પસંદ કર્યું. પરંતુ તેનો સ્ટ્રાઈક ગોલના થોડા ઉપરથી નીકળી ગયો અને ભારતને શરમજનક હાર સહન કરવી પડી. તેના પછી તરત જ માધ્યમોએ ખાનનો પાકિસ્તાનની ટીમના કપ્તાન સાથે હાથ મિલાવતો ફોટો પ્રસારિત કરવાનું શરુ કરીને એવી અટકળો ચગાવી કે ખાને (જે મુસ્લિમ છે)[11] તેની પાકિસ્તાન પ્રત્યેની સહાનુભૂતિને લીધે મેચને ભારતના હાથમાંથી જવા દીધી. પોતાના પ્રત્યેની સમગ્ર સમાજની મોટા પાયે ઉભી થયેલી ધાર્મિક ઇર્ષ્યાને કારણે[12][11] ખાન અને તેની માતાને વડીલોપાર્જિત ઘરમાંથી બહાર નીકળી જઇ નિર્વાસિત થઇ જવાની ફરજ પડી હતી.
સાત વર્ષ પછી, ભારતીય સ્પોર્ટ્સ અધિકારીઓને નવાઈ લાગી કે ખાનને ભારતીય મહિલા હોકી ટીમના કોચ બનવું છે, કે જે નોકરી માટે કોઈ પણ તૈયાર ન હતું (એક અધિકારી જણાવે છે કે મહિલાઓની લાંબા ગાળાની ભૂમિકા "રસોઇ અને ઘરકામ" કરવાની જ હોય છે). ખાને ભારતના અલગ ભાગોમાંથી આવેલી 16 મહિલા ખેલાડીઓના કોચ તરીકેનું કામ સંભાળ્યું, આ બધા ખેલાડીઓ તેમના સ્પર્ધાત્મક સ્વભાવ અને વ્યક્તિગત પૂર્વગ્રહોને લીધે અલગ પડતા હતા. સૌથી યુવાવયની ખેલાડી, કોમલ ચૌટાલા (ચિત્રાશી રાવત) (હરિયાણાના એક ગામમાંથી આવેલી) ચંદીગઢથી આવેલી પ્રીતિ સબ્રવાલ (સાગરિકા ઘાટગે) સાથે ઝઘડી પડે છે, જેને તેણી ઘણી વાર વ્યંગાત્મક રીતે "મેમસાબ" પણ કહેતી હતી, જ્યારે પંજાબથી આવેલી ખડતલ બલબિર કૌર (તાન્યા એબ્રોલ) તીવ્ર ગુસ્સો ધરાવતી છોકરી છે, જેના કારણે ટીમ પર અસર થાય છે. બલબિરે ઝારખંડના અંતરિયાળ ગામોમાંથી આવેલી રાની દીસ્પોટ્ટા (સીમા આઝમી) અને સોઈમોઈ કેરકેતા (નિશા નાયર)સાથે પણ અસભ્ય વર્તન કર્યું હતું. મિઝોરમથી આવેલી મેરિ રાલ્ટે (કિમિ લાલ્ડાવ્લા) અને મણિપુર (ઉત્તર-પૂર્વ ભારત) તરફની મોલિ ઝીમિક (માસોચોન ચોન ચોન ઝિમીક) બંને જે લોકોને પણ મળતા તેઓ તેમને વિદેશી તરીકે આવકારતા અને તેમને વારંવાર જાતીય સતામણીનો ભોગ બનવું પડતું. ટીમની કેપ્ટન, વિદ્યા શર્મા (વિદ્યા માલવડે) પર હોકી અને તેના પતિના કુટુંબની આશાઓમાંથી એકની પસંદગી કરવાનું દબાણ હતું, જ્યારે ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના જાતે બની બેઠેલા ઉપ-કપ્તાન એવા પ્રિતીના પુરુષ-મિત્ર, અભિમન્યુ સિંઘ (વિવાન ભટેના) તેણીને હોકીની ટીમમાં રહેવા બદલ ધમકાવતો હતો.
ખાનને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે જો તે આ છોકરીઓને ભાગલાની નીતિમાંથી બહાર લાવશે અને એકબીજા સાથે સહકારથી રહીને મદદ કરતા શીખવી શકશે તો જ તેઓને સારી ટીમમાં પરિવર્તિત કરી શકાશે. તે પછી શરૂઆતના થોડાક દિવસ સુધી, તેણે પોતાના નિયમોનું પાલન નહિ કરનાર સંખ્યાબંધ ખેલાડીઓને બહાર બેસાડવાનું ચાલુ કર્યું, જેમાં સૌથી અનુભવી ખેલાડી બિંદીયા નાયક (શિલ્પા શુક્લા)નો પણ સમાવેશ થાય છે. જેની સામે, તેણીએ અન્ય ખેલાડીઓને ખાનની વિરૂદ્ધ ભડકાવવાના વારંવાર પ્રયત્નો કર્યા. બિંદીયા છેલ્લે તેમાં સફળ થઇ અને ખાને ગુસ્સામાં રાજીનામું આપ્યું. તેમ છતાય એક સારી વૃત્તિ સાથે, તેણે ટીમ અને સ્ટાફને થોડેક દૂર મેકડોનાલ્ડ્સમાં જમવા માટે આમંત્રણ આપ્યું. આમ છતાં, જ્યારે કેટલાક સ્થાનિક છોકરાઓએ મેરિ અને મોલિની મજાક ઉડાવી ત્યારે ખાન અને એકબીજા પ્રત્યેનો ટીમનો ગુસ્સો દૂર થઇ ગયો. તેના જવાબમાં બલબિરે તેમના ઉપર હુમલો કર્યો અને આના લીધે આખી ટીમ અને તે છોકરાઓ વચ્ચે મોટો ઝઘડો થયો. ટીમ ભેગા મળીને કામ કરી રહી છે તેવો આ પહેલો પ્રસંગ હોવાનું અનુભવતા, ખાને સ્ટાફને પણ વારંવાર આ ઝઘડામાં દખલ કરતા રોક્યો. એક છોકરી પર ક્રિકેટના બેટથી પાછળથી હુમલો કરનારા વ્યક્તિને રોકતી એક માત્ર ક્રિયામાં તે શામિલ હતા અને જણાવ્યું કે હોકીમાં કાયર લોકો નથી હોતા.[13] આ લડાઈ પછી, મહિલાઓએ (હવે એક ટીમ તરીકે) ખાનને તેમના કોચ તરીકે રહેવા માટે વિનંતી કરી.
આ નવી ઉભી થયેલી એકતાએ તેમને સંખ્યાબંધ વધારાના પડકારો માટે મદદ કરી. હોકીના અધિકારીઓએ જ્યારે અચાનક મહિલાની ટીમને ધી વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ઓસ્ટ્રેલિયા નહીં મોકલવાનો નિર્ણય કર્યો, ત્યારે છોકરીઓ પુરુષોની ટીમ સામે મેચ રમવાનો પડકાર ઉઠાવવા તૈયાર થઇ. તેઓ મેચ હારી ગયા હોવા છતાં, મેદાન પરના તેમના શાનદાર પ્રદર્શનને કારણે અધિકારીઓએ પોતાનો નિર્ણય બદલીને તેમને ધી વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે મોકલી આપ્યા. એક વાર ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી, ટીમે હોકીરૂઝ (ઓસ્ટ્રેલિયા), ધી બ્લેક સ્ટિક્સ વિમેન (ન્યૂ ઝીલેન્ડ), ધી લેસ લિઓનેસ (આર્જેન્ટિના) અને ધી દક્ષિણ કોરિયાની ટીમ (તેની મેન-ટુ-મેન માર્કિંગ તકનીક માટે જાણીતી) જેવી ટીમ સામે સંઘર્ષમય મેચનો સામનો કર્યો. શરૂઆતની મેચમાં પોતાના મતભેદોથી ઉપર આવવા માટે મથતી છોકરીઓ એક ટીમ તરીકે વર્તવા માંડી હતી. આ બદલાવ છેલ્લે તેમને વિજય સુધી દોરી ગયો અને ખાનનું નામ ફરીથી રોશન થયું. આમ કરવાથી, તેમણે ફક્ત તેમને અલગ પાડતા મતભેદોનો જ નાશ નહોતો કર્યો, પરંતુ તેમના કુટુંબો અને દેશ સામે મહિલા ખેલાડીઓની લાયકાતને પણ સાબિત કરી બતાવી હતી. અંતે, ખાન તેમની માતા સાથે વડીલોપાર્જિત ઘરમાં પરત ફર્યા અને વર્ષો પહેલા તેમને હડધૂત કરનારા વ્યક્તિઓએ તેમને આવકાર્યા.
2002ની કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટીમ દ્વારા ગોલ્ડ જીતવા અંગે એક નાના અહેવાલ પરથી પ્રેરાઇને પટકથાકાર જયદીપ સાહનિએ ભારતની મહિલા હોકી ટીમ અંગે ફિલ્મનું સર્જન કરવાની પ્રેરણા મળી હતી.[4] ફિલ્મના દિગ્દર્શક શમિત અમીને નોધ લીધી કે માધ્યમો દ્વારા મહિલાઓની ટીમને પ્રસારણનો ઓછો સમય મળ્યો હતો. તેમણે જણાવ્યું "આ ખેલાડીઓની સામે ઘણી બધી મુશ્કેલીઓ છે".[14]
માધ્યમો વારંવાર હોકીના ખેલાડી મિર રંજન નેગીની (જેમના પર 1982 એશિયન ગેમ્સ દરમિયાન પાકિસ્તાન સામે મેચ ફેંકી દેવાનો આરોપ હતો) સરખામણી કબિર ખાન સાથે કરે છે.[5][15][16][17][18] તેના જવાબમાં નેગીએ ટિપ્પણી કરી, "આ ફિલ્મ મિર રંજન નેગીના જીવનની દસ્તાવેજી ફિલ્મ નથી".[19] સહાનિએ તેમ પણ જણાવ્યું કે વાર્તા લખતા સમયે તેઓ નેગીની કથનીની અજાણ હતા અને નેગીના જીવન સાથેની વાર્તાની સમાનતા એક સંયોગ છે.[6][20] વિમેન્સ હોકી ટીમના રાષ્ટ્રીય કોચ, મહારાજ ક્રિષ્ન કૌશિક દ્વારા તેમના નામનું સૂચન કરવામાં આવ્યું ત્યાર બાદ તેઓ પ્રોડક્શન ટીમ સાથે જોડાયા, જેઓ ટીમ 2002ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતી ત્યારે તેની સાથે હતા.
આ પટકથા વિમેન્સ ફિલ્ડ હોકી ટીમના હાલના સભ્યો તેમજ કોચની મુલાકાત લઇને લખવામાં આવી હતી. કૌશિકે તે પછી નોંધ લીધી કે:
આ ઉપરાંત, સાહનિએ નોંધ્યુ કે, "ચક દે ઇન્ડિયાની વાર્તા પૂર્વ મુખ્ય રાષ્ટ્રીય કોચ મહારાજ ક્રિશ્ન કૌશિકના વાસ્તવિક જીવન અને ભારતીય મહિલા હોકી ટીમની કોમનવેલ્થ અને અન્ય ઘણી ચેમ્પિયનશીપ્સ જીતવાની કામગીરીમાંથી પ્રેરિતત છે."[21]
સાહનિએ તેઓ બંનેને મળ્યા પછી, કૌશિક અને નેગી ફિલ્મના નિર્માણમાં સામેલ થયા. સાહનિ પહેલા કૌશિકને મળ્યા અને તેમણે પાછળથી જણાવ્યું કે, "એમ કે કૌશિક અને તેમની છોકરીઓએ અમને હોકી વિષે જ્ઞાન આપ્યું. અને ત્યાર બાદ તેમણે નેગીની ભલામણ કરી, કારણ કે જ્યારે અમે લખાણ પૂર્ણ કરી કાસ્ટિંગ પણ પૂરુ કર્યુ, ત્યારે અમારે છોકરીઓને તાલિમ આપવા કોઇ વ્યક્તિની જરૂર પડી. નેગીએ છોકરીઓને તાલિમ આપવા માટે હોકી ખેલાડીઓની ટીમ ઉભી કરી દીધી."[20] કૌશિકે તે જ મુલાકાતમાં જણાવ્યું, "મેં તેમને રમત વિષે બધું જ શીખવાડ્યું, જેમાં કેમ્પના આયોજનથી માંડી, છોકરીઓ કેવી રીતે વિવિધ પૂર્વભૂમિકા, સંસ્કૃતિ અને માનસિક મનોસ્થિતિ ધરાવતી હોય છે તેનો સમાવેશ થાય છે. કોચ પર વિવિધ રાજ્યો અને ટીમોમાંથી છોકરીઓ પસંદ કરવાનું કેટલું દબાણ હોય છે, તે પણ જણાવ્યું."[20]
સાહનિએ ત્યારબાદ નેગીનો સંપર્ક કર્યો અને હોકી ટીમના ખેલાડીઓની ભૂમિકા ભજવતા અભિનેતાઓને તાલિમ આપવા જણાવ્યું. પ્રારંભમાં ફિલ્મનો એક ભાગ બનવા માટે ઉત્સાહિત ન હોવા છતાં, નેગીએ પટકથા વાચ્યા બાદ તેમનો નિર્ણય બદલી નાખ્યો. નેગીએ એવું કહેતા પાત્રોને તાલિમ આપી, "મે છોકરીઓને છ મહિના સુધી તાલિમ આપી. સવારે ચાર વાગ્યે ઉઠીને, હું કાંદિવલીથી ચર્ચગેટ જતો. અમે રાત્રે 11 વાગ્યે છુટા પડતા હતા. તે ખૂબ થકવી નાખતું હતું. પરંતુ અમે એક મિશન પર હતા [...] તે છોકરીઓ દોડી પણ શકતી ન હતી, અને હોકીની સ્ટીક પણ પકડી શકતી ન હતી. મેં તેમને ખાતરી આપી કે તેમનામાંથી (આમ તો કરવું પડે) કોઈએ પણ તેમના નખ કે આઇબ્રો (કે જે ખેલાડીઓ કરે છે) કાપવાની જરૂર નથી. તે છોકરીઓએ ખુબજ સખત મહેનત કરી. હું તેમને સલામ કરું છું."[5] આમ છતાં, ચિત્રાશી, સાન્દિયા અને રેનિયાને ભૂમિક આપવામાં આવી હતી, કેમકે તેઓ અસલમાં હોકીના ખેલાડીઓ હતા.[22] સ્પોર્ટ્સ એક્સન ડિરેક્ટર રોબ મિલરની દોરવણી હેઠળ, રીલસ્પોર્ટ્સ,[23][24] પણ ફિલ્મ માટે છોકરીઓ અને શાહરૂખ ખાનને તાલિમ આપવા નેગી સાથે કામ કરતા હતા. ખાન સાથે કરવા અંગે નેગી યાદ કરતા જણાવે છે કે બધું જ પહેલેથી આયોજિત હતું, "એસઆરકેનો પેનલ્ટી સ્ટ્રોક ચૂકી જવા સહિત. તે એક જ દ્રશ્ય પાછળ અમે 20 કલાક ગાળ્યા હતા અને તે દ્રશ્ય ખૂબ વાસ્તવિક લાગે તે માટે હું ખૂબ આતુર હતો. મે મારા ઘણા પૂર્વ સાથી ખેલાડીઓની મદદ લીધી હતી. પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે, એસઆરકે સાથે કામ કરવું ખૂબ સરળ છે. તેઓ અત્યંત નમ્ર છે અને તેઓ અમારે જોઇએ તેટલા રિ-ટેક આપવા તૈયાર હતા."[25]
ચક દે! ઇન્ડિયા ભારત અને ઓસ્ટ્રેલિયામાં આકાર પામી હતી. ઓસ્ટ્રેલિયામાં દર્શાવેલા ભાગનું નિર્માણ સિડની અને મેલબર્નમાં કરવામાં આવ્યું હતું અને તેમાં રીલસ્પોર્ટ્સ દ્વારા 90 હોકી ખેલાડીઓના પાત્રો અને અન્ય 9000 વધારાના લોકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.[26]
ફિલ્મ રજૂ થયાના થોડા સમયમાં જ, માધ્યમો ટીમના ખેલાડીઓ તરીકે ભૂમિકા ભજવનારી 16 અભિનેત્રીઓને ચક દે ગર્લ્સ તરીકે ઓળખાવવા લાગ્યા. [27][28] સ્ટાર સ્ક્રીન પુરસ્કારના નિર્ણાયકોની સમિતીએ પણ ચક દે ગર્લ્સ ને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીઓ માટેનો 2008 સ્ટાર સ્ક્રીન પુરસ્કાર એનાયત કરતા સમયે આ નામનો ઉપયોગ કર્યો હતો. [29]
ચક દે! ઇન્ડિયા 10મી ઓગસ્ટ, 2007ના રોજ દુનિયાભરમાં પ્રદર્શિત થઇ હતી. સ્થાનિક કક્ષાએ રૂપિયા 67,69,00,000 કરોડની કમાણી સાથે તે ભારતમાં 2007ની ત્રીજા ક્રમની સૌથી મોટી ફિલ્મ બની,[7] અને તેને "બ્લોકબસ્ટર" જાહેર કરવામાં આવી.[7] યુ.એસ.માં તે 20મા ક્રમે, યુકે ચાર્ટ્સમાં 11માં ક્રમે, અને ઓસ્ટ્રેલિયામાં 12મા ક્રમે રહી.[31] તેણે યુનાઇટેડ કિંગ્ડમમાં રૂપિયા 35 મિલિયન, ઉત્તર અમેરિકામાં રૂપિયા 47.5 મિલિયન અને વિદેશમાં અન્ય ભાગોમાંથી રૂપિયા 35 મિલિયનની કમાણી કરી હતી.[32]
રીવ્યુ એગ્રીગેટર રોટેન ટોમેટોઝે ચક દે! ઇન્ડિયા ને 5 અલગ અલગ સમીક્ષાઓને આધારે (4 ફ્રેશ અને 1 રોટન) સાથે 80%નું રેટિંગ આપ્યું.[33]
ચક દે! ઇન્ડિયા ને ભારતમાં અને વિદેશમાં પણ ખુબજ પ્રશંસા મળી. ઇન્ડિયા ટૂડે એ ચક દે! ઇન્ડિયા ને "બોલિવુડની અત્યાર સુધીની છોકરીઓની શક્તિ દર્શાવતી સૌથી સારી ફિલ્મ તરીકે વર્ણવી." આ છોકરીઓ, લડાયક હરીયાણવી કોમલથી ગુસ્સો કરતી બિંદીયા, પંજાબી બલબિરથી યોગ્ય પંજાબી, ચંદીગઢકી કુડી પ્રીતિ, ખાનને સાથે રાખીને શરૂઆતમાં ભલે સામાન્ય શૈલીથી લીધેલ હોય પણ તેઓએ નાની નાની આક્રમક સફળતાઓ આપી, અસભ્ય છોકરાઓની ટીમ, ભારતીય પુરુષ હોકી ટીમને હરાવવાની નજીક પહોંચી હતી અને છ વખત વિજેતા રહેલી ઓસ્ટ્રેલિયન ટીમને એક કે બે વાર વિચારતી કરી કે કેવી રીતે જીતવું" [34] ધી હિન્દુ ના સુધીષ કામથે જણાવ્યું કે "આપણે છેલ્લે રમતને એક જૂથ તરીકે દર્શાવતી ફિલ્મ ક્યારે બનાવી હતી - એવી ફિલ્મ કે જેમાં થોડા ખેલાડીઓ નહીં પરંતુ સમગ્ર ટીમ દ્વારા જીત મેળવવામાં આવી હોય? ‘ચક દે’ એવી અસાધારણ ફિલ્મ છે જેમાં નાયક સ્ટેન્ડમાં બેસીને મેચ જોવે છે અને છોકરીઓને રમત જીતવાની પ્રેરણા આપે છે [...] બીજી કક્ષાએ ‘ચક દે’ સ્ત્રીઓની સ્વતંત્રતા દર્શાવતી ફિલ્મ છે. તે આપણા સમયની શ્રેષ્ઠ નારીવાદી ફિલ્મ છે. આ ઉપરાંત, ભારતનું પ્રતિનિધિત્વ કરતી કોઈ પણ સ્પોર્ટ્સની ફિલ્મમાં આ છોકરીઓ પોતે જાતે પણ એકબીજાની નજીક પહેલી વાર જોયી. તેઓ 16 યુવાન રૂપાળી વસ્તુઓ નથી. તેનું નિર્માણ પહેલા દરજ્જાનું હતું. તેમની કામગીરીની સરળતા જોઇને તમે પહલી નજરે તેઓ અભિનેત્રીઓ છે તે ભૂલી જશો. શરૂઆતમાં ખેલાડીઓ વચ્ચે વંશીય/જાતિ અંગે વિવાદો બતાવવામાં આવ્યા હોવા છતાં, અમિન ત્યાર બાદ તેમના આંતરજાતિય વિવાદોને ગણવેશની પાછળ છુપાવી દે છે તે બાબત સરાહનીય છે."[35] ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના નિખાત કાઝમીએ આ ફિલ્મને 4માંથી 4 સ્ટાર આપ્યા અને એવી દલીલ કરી કે તે "અજાણ્યા લોકોનો સક્ષમ અભિનય છે અને ગતિશીલતા તથા અદ્દભુત અંકુશે ચક દે ઇન્ડિયાને કોઇ પણ પ્રકારના વાતોન્માદ સિવાય સ્વદેશાભિમાન દેશભક્તિ દર્શાવવામાં આવી છે. અને હા, એસઆરકેના ચાહકો અને ટીકાકારો એક જ અવાજે નિર્ણય કરશે: ચકદે શાહ રૂખ! શું તું આનાથી શ્રેષ્ઠ કરી શકશે?"[36]
ધી ટાઇમ્સ ના અનિલ સિનાનને ઉમેર્યુ કે, " શિમીત અમીને પ્રથમ વાર જકડી રાખતી ફિલ્મ બનાવી છે: પરિણામ શું આવશે તે વિષે સંપૂર્ણ જાણ હોવા છતાં પણ આપણી છોકરીઓ માટે હંમેશા માન રહે છે. આ બધુ પટકથા દ્વારા પ્રાપ્ત કરી શકાયું, જેમાં શબ્દોની સામાન્ય ગોઠવણને બદલે રમત પર જ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. રોમાન્સ નથી, માતાપિતાને બાજુ પર રાખવામાં આવ્યા છે અને કોઇ ડાન્સ કે ગીતના દ્રશ્યો પણ નથી, જે લગાન જેવી ફિલ્મ છે."[37] ધી બીબીસી ની જસપ્રિત પન્દોહરે ચક દે! ઇન્ડિયા ને 5 માંથી 4 સ્ટાર્સ આપ્યા અને જણાવ્યું, " રમતગમતમાં ઓછી જાણીતી ટીમની કથા બહુ નવી નથી, પરંતુ જયદીપ સાહનિએ ભારતીય રમત પર આધારિત જાણીતી ફિલ્મ માટે સારી કથા પૂરી પાડી છે, જેમાં હંમેશા ક્રિકેટને વધારે મહત્ત્વ અપાય છે. પરંતુ તેમાં બેટ કે બોલનો ઉલ્લેખ નથી, અથવા સંખ્યાબંધ પ્રેક્ટિસ સેશન પણ નથી. તેના બદલે, ખેલાડીઓની જાતિ અને વ્યક્તિગત પૂર્વગ્રહો વાર્તાના આધાર બન્યા છે."[38] ધી ન્યૂ યોર્ક ટાઇમ્સ ના એન્ડી વેબસ્ટરે એવી દલીલ કરી કે ફિલ્મે પારંપરિક ઓછી જાણીતી રમતની ટીમ સામે નવી દ્રષ્ટિ રજૂ કરી અને ફિફા વિમેન્સ વર્લ્ડ કપની જીત સાથે તેની સરખામણી કરી.[39] ધી હોલિવૂડ રિપોર્ટર ના કિર્ક હનીકટે જણાવ્યું કે આ ફિલ્મ "સ્પષ્ટપણે બોલિવુડની છે, જેમાં લાગણીવશ કે અનુમાનની રીતે લજ્જા દર્શાવવામાં આવી નથી. ભારતીય સમાજ તેને જૂની પદ્ધતિને બદલે કઇંક નવા સ્વરૂપમાં સ્વીકારે છે, છતાં, તે સુગરકોટેડ બોલિવુડ ફિલ્મ છે."[40] વેરાયટી ના ડેરેક એલીએ આ ફિલ્મને "એક પેટ્રિઓટિક હાર્મવોટર તરીકે ગણાવી, જે મનોરંજનના બધા જૂના લક્ષ્યો મેળવે છે" અને તે " લગભગ ભારતના નવા શોધાયેલા અર્થતંત્ર અને યુ.કે. પાસેથી સત્તા પરત મેળવ્યાના 60મી વરસીએ રાષ્ટ્રનું ગીત હતું -- અને તેમાં સલિમ-સુલેમાન દ્વારા કંપોઝ કરવામાં આવેલું અને ગીતકાર જયદીપ સાહનિ (જેઓ લેખક પણ છે) દ્વારા લિખીત જોશીલું મુખ્ય ગીત છે. આથી, આ એક આશ્ચર્યજનક વાત છે, જ્યારે સમગ્ર ભારતમાંથી આવતી 16 છોકરીઓની ટીમ અંતે સાથે મળીને તેના આંતરરાષ્ટ્રીય વિરોધીઓને હરાવે છે. [41]આ બધી ટીકાઓ ઉપરાંત , ચક દે! ઇન્ડિયા અને તારે ઝમિન પર વચ્ચે 2007ની શ્રેષ્ઠ ફિલ્મ માટે ટાઇ પડી હતી, તેમ મધુર ભંડારકર, ડેવિડ ધવન, રાકેશ ઓમપ્રકાશ મેહરા, અનુરાગ બાસુ અને શ્રીરામ રાઘવન જેવા દિગ્દર્શકો માનતા હતા.[8]
30મી ઓગસ્ટ, 2007 ના રોજ, ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે ચક દે! ઇન્ડિયા ની નકલ માર્ગરેટ હેરિક લાઈબ્રેરીમાં મુકવા માટે આપવાની વિનંતી કરી હતી.[42]
ચક દે! ઇન્ડિયા એ ઘણા બધા પુરસ્કારો જીત્યા હતા, જેમાં આઠ શ્રેષ્ઠ ફિલ્મ માટે: ધી અપ્સરા ફિલ્મ એન્ડ ટેલીવિઝન પ્રોડ્યુસર્સ ગીલ્ડ , ધી ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલ , ધ બીલી પુરસ્કારો, ધી ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ અકાડેમી અવાર્ડ્સ (આઈઆઈએફએ), ધી સ્ટાર સ્ક્રીન અવાર્ડ્સ, ધી યુએનએફપીએ-લાડલી મિડીયા એવોર્ડ્સ , ધી વી. શાંતારામ એવોર્ડ્સ, અને ધી ઝી સીને એવોર્ડ્સ . તેને ભરપૂર મનોરંજન પૂરુ પાડતી શ્રેષ્ઠ જાણીતી ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.[9]
ચક દે! ઇન્ડિયા 30 મે 2009 ના રોજ ભારતીય મહિલાઓની નેશનલ ફિલ્ડ હોકી ટીમને આવકારવા માટે દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં એસપીએઆર (SPAR) કપના પ્રારંભમાં રજૂ કરવામાં આવી હતી.[43] એસપીએઆર (SPAR) કપ એ ઓક્ટોબર 2009 માં યોજાનારી હોકી ચેમ્પિયન્સ ચેલેન્જ માટેનો પ્રવેશ છે. ભારત અન્ય ત્રણ ટીમો સામે રમ્યું: હોકીરૂસ, લેસ લિઓન્સ અને દક્ષિણ આફ્રિકાની વિમેન્સ નેશનલ ફિલ્ડ હોકી ટીમ.[44]
એપ્રિલ 2008માં ભારતીય હોકી ફેડરેશનના સસ્પેન્શન પર ફિલ્મનો પ્રભાવ પડ્યો. ઇન્ડિયા ટુડે એ બે આર્ટિકલના શીર્ષકમાં ફિલ્મનો ઉપયોગ કર્યો, :ઓપરેશન ચક દે ઇમ્પેક્ટ: જોતિકુમારન રિઝાઇન્સ"[45] અને "ઓપરેશન ચક દે ઇમ્પેક્ટ: ફ્યુઅરોરની લોક સભા."[46] ધી ઇન્ડિયાટાઇમ્સે , તેના લેખનું શીર્ષક, "ફાઇવ વાઇઝ મેન સેટ ફોર એ 'ચક દે' એક્ટ" માં દલીલ કરી, "ઇટ લુક્સ લાઇક ઇન્ડિયન હોકી હેઝ ડન એ રિઅલ 'ચક દે' ધીસ ટાઇમ એરાઉન્ડ."[47] આ ઉપરાંત, પૂર્વ હોકી ખેલાડી, અસ્લમ શેર ખાન કે જેઓ આઈએચએફ (IHF)નું સ્થાન લેનારી સમિતીના અધ્યક્ષ તરીકે ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા નિમવામાં આવ્યા હતા, તેમણે આ ફિલ્મને કાર્ય માટેના મોડેલ તરીકે વર્ણવી. તેમણે મુલાકાતમાં જણાવ્યું, "તમે બોલિવુડ બ્લોકબસ્ટર ચક દે! ઇન્ડિયામાં જોઇ તેવી ભારતની ટીમ બનાવવી પડશે. ' તેમાં ભારતના ઘણા ભાગોમાંથી આવેલા ખેલાડીઓ છે. અમારે તેમને ભેગા મળીને એક શક્તિશાળી ટીમ બનાવી પડશે." [10]એક અન્ય મુલાકાતમાં, તેમણે એ વાત પર ભાર મુક્યો કે તેઓ ભારતની હોકી ટીમ પર "ચક દે અસરનું સર્જન" કરવા માગે છે.[48]
ઢાંચો:Infobox Album
ચક દે! ઇન્ડિયાનો સાઉન્ડ ટ્રેક 1 ઓગસ્ટ, 2007 ના રોજ પ્રસારિત થયો અને સલિમ-સુલેમાન દ્વારા કંપોઝ તેમજ જયદીપ સાહનિ દ્વારા લખવામાં આવ્યું છે. ટાઈટલ ગીત, ચક દે! ઇન્ડિયા , બિનસત્તાવાર રીતે ભારતની રમતો માટેનું રાષ્ટ્રગીત બની ગયું છે.[49] સલિમ અને સુલેમાન મર્ચન્ટે તે ગીત આ જ ઉદ્દેશથી જ બનાવ્યું હતું.[50]
ક્રમ | શીર્ષક | Singers | અવધિ |
---|---|---|---|
1. | "Chak De! India" | Sukhwinder Singh, Salim Merchant, Marianne D'Cruz | 4:43 |
2. | "Badal Pe Paon Hain" | Hema Sardesai | 4:05 |
3. | "Ek Hockey Doongi Rakh Ke" | K K, Shahrukh Khan | 5:36 |
4. | "Bad Bad Girls" | Anushka Manchanda | 3:39 |
5. | "Maula Mere Le Le Meri Jaan" | Krishna, Salim Merchant | 4:47 |
6. | "Hockey Remix" | Midival Punditz | 5:17 |
7. | "Sattar Minute" | Shahrukh Khan | 2:05 |
યશ રાજ ફિલ્મ્સ દ્વારા 3 નવેમ્બર, 2007ના રોજ ડીવીડી 2 ડીવીડી પેકમાં રજૂ થઇ હતી. આ ફિલ્મ માટે અંગ્રેજી, અરેબિક, સ્પેનીશ, ડચ, પોર્ટુગીઝ, તામિલ અને મલયાલમ જેવી ભાષાઓમાં સબટાઇટલ આપવામાં આવ્યા હતા. સાથે આપવામાં આવેલી ડીવીડીમાં વિશેષ દ્રશ્યો આપવામાં આવ્યા, જેમાં 32 મિનીટનો દૂર કરવામાં આવેલ દ્રશ્ય (સબટાઇટલ વિના), મ્યુઝિક વિડીયો, ફિલ્મની સફળ અંગેની દસ્તાવેજી ફિલ્મ અને ચક દે ગર્લ્સ અને ભારતની વિમેન્સ નેશનલ ફિલ્ડ હોકી ટીમના સીએનએન-આઇબીએન અને એનડીટીવી પરના મહેમાન કલાકાર અંગેના દ્રશ્યોનો સમાવેશ થાય છે.[51]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.