From Wikipedia, the free encyclopedia
આર્મેનિયાનો રાષ્ટ્રધ્વજ ( આર્મેનિયન ભાષા: Եռագույն, Yeřaguyn), લાલ, બ્લુ, અને નારંગી એમ ત્રણ આડા પટ્ટાઓ.ધરાવે છે.
ધ્વજના રંગોના ઘણા અર્થ કરાય છે. એક મતાનુસાર, લાલ રંગ આર્મેનિયન નરસંહારમાં માર્યા ગયેલા ૧૫ લાખ આર્મેનિયનના લોહીનું પ્રતિક છે. બ્લુ રંગ ચોખ્ખું આકાશ દર્શાવે છે અને નારંગી રંગ શૌર્યનું પ્રતિક છે.[૧]
દેશના બંધારણમાં અપાયેલી અધિકૃત વ્યાખ્યા પ્રમાણે લાલ રંગ આર્મેનિયાના ઉચ્ચપ્રદેશ, ટકી રહેવા માટેનો આર્મેનિયન લોકોનો અથાક સંઘર્ષ, ખ્રિસ્તી માન્યતામાં વિશ્વાસ અને આર્મેનિયાની સ્વતંત્રતા અને આઝાદીનું પ્રતીક છે. બ્લુ રંગ આર્મેનિયાના લોકોની શાંતિપૂર્ણ આકાશ નીચે રહેવા માટેની ઇચ્છાનું પ્રતિક છે અને નારંગી રંગ સર્જનાત્મક પ્રતિભા અને સખત મહેનત કરવાની પ્રકૃતિનું પ્રતીક છે.[૨]
Seamless Wikipedia browsing. On steroids.