ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ From Wikipedia, the free encyclopedia
હાથબ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલા ભાવનગર તાલુકા[2]માં આવેલું એક ગામ છે. ભાવનગરથી ૩૦ કિલોમિટર દૂર આવેલું આ દરિયાકિનારાના ગામ પાસે એક હવા ખાવાનું સ્થળ પણ છે.
હાથબ | |||||
हाथब/Hathab | |||||
સોનેરી રેતીવાળો સુંદર દરીયાકાંઠો ધરાવતું ગામ | |||||
— ગામ — | |||||
અક્ષાંશ-રેખાંશ | 21°34′18.1164″N 72°16′1.2180″E | ||||
દેશ | ભારત | ||||
પ્રદેશ | કાઠીયાવાડ | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | ભાવનગર | ||||
તાલુકો | ભાવનગર | ||||
નજીકના શહેર(ઓ) | ભાવનગર | ||||
શહેરી વિકાસ સત્તાતંત્ર | હાથબ ગ્રામ પંચાયત | ||||
નગર નિગમ | હાથબ ગ્રામ પંચાયત | ||||
વસ્તી | ૭,૯૩૦[1] (૨૦૧૧) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
આબોહવા • વરસાદ |
ઉષ્ણ કટિબંધ • 932 mm (36.7 in) | ||||
કોડ
|
ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા હાથબમાં ઉત્ખનન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અહીં માનવસંસ્કૃતિના પ્રાચીન અવશેષો મળી આવવાની શકયતા છે. ૧૯૮૫માં અહીંયા દરિયાઈ કાચબા ઊછેર કેંદ્ર દીપકભાઈ પ્ર. મેહતાએ ગુજરાત વન વિભાગના સહયોગથી બનાવેલું. હાથબ બંગલાની બાજુનાં મકાનમાં લોકશાળા ચાલે છે.
ભાવનગર રજવાડાંના સમયમાં અહીં ભાવનગરના રાજવીએ હાથબ ગામથી દોઢ કિ.મી.ના અંતરે સોનેરી રેતી વાળા દરિયા કિનારે એક બંગલો બનાવેલો જે હાથબ બંગલા તરીકે ઓળખાય છે. એ બંગલો હાલ જંગલખાતાનાં કબ્જા હેઠળ બંધ હાલમાં છે. એ પછી ૧૫ ઓગસ્ટ ૨૦૧૪ના દિવસે એ બંગલાના પરિસરની બાજૂમાં આવેલી જમીન પર હાથબ બંગલા પારિસ્થિકી-પ્રવાસન સ્થળ સંકૂલ બનાવવામાં આવ્યું છે જ્યાં પ્રવાસીઓ માટે રહેવા - જમવા સહીતની સુવિધાઓ છે.
|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.