![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/42/Celine_Dion_Concert_Singing_Taking_Chances_2008.jpg/640px-Celine_Dion_Concert_Singing_Taking_Chances_2008.jpg&w=640&q=50)
સેલિન ડીયોન
From Wikipedia, the free encyclopedia
સેલિન મેરી ક્લૌડેટ ડીયોન, સીસી ઓક્યૂં, (French pronunciation: [selin djɔ̃] (listen); જન્મ ૩૦ માર્ચ ૧૯૬૮) કેનેડાની એક ગાયીકા, પ્રાસંગિક ગીત લેખક, અભિનેત્રી અને ઉદ્યોગસાહસિક છે. ક્વિબેકના ચાર્લમેગન સ્થિત એક મોટા અને ગરીબ પરિવારમાં જન્મેલી ડીયોન, તેના મેનેજર અને ભાવિ પતિ રેને એન્જીલિલે તેની પ્રથમ રેકોર્ડને ભંડોળ પુરું પાડવા માટે તેનું ઘર ગીરવે મૂક્યા બાદ તે ફ્રેન્ચ ભાષા બોલાતા વિશ્વમાં યુવા કલાકાર તરીકે ઉભરી હતી.[2] 1990માં એન્ગ્લોફોન આલ્બમ યુનિઝન રજૂ કરીને ડીયોને ઉત્તર અમેરિકા અને અંગ્રેજી બોલતા વિશ્વના અન્ય દેશોમાં પોતાની જાતને એક સક્ષમ પોપ ગાયિકા તરીકે રજૂ કરી હતી.[3]
સેલિન ડીયોન Céline Dion | |
---|---|
![]() | |
પાર્શ્વ માહિતી | |
જન્મ નામ | સેલિન મેરી ક્લૌડેટ ડીયોન |
મૂળ | Charlemagne, કેનેડા |
શૈલી | Pop, pop rock |
વ્યવસાયો | ગાયિકા, ગીતકાર, અભિનેત્રી[1] |
વાદ્યો | ગાયક |
સક્રિય વર્ષો | ૧૯૮૦ – વર્તમાન |
રેકોર્ડ લેબલ | Saisons, Super Étoiles, TBS (૧૯૮૧–૧૯૮૬) સોની Music (૧૯૮૬–વર્તમાન) કોલંબિયા (૧૯૯૦–વર્તમાન) Epic (૧૯૯૦–૨૦૦૭) ૫૫૦ (૧૯૯૨–૨૦૦૦) |
વેબસાઇટ | www.celinedion.com |
ડીયોને 1980ના દાયકામાં 1983 યામાહ વર્લ્ડ પોપ્યુલર સોંગ ફેસ્ટિવલ અને 1988 યુરોવિઝન સોન્ગ કોન્ટેસ્ટ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ પ્રાપ્ત કરી હતી.[4][5] 1980ના દાયકાની શરૂઆતમાં શ્રેણીબદ્ધ ફ્રેન્ચ આલ્બમ રજૂ કર્યા બાદ 1986માં તેણે સીબીએસ (CBS) રેકોર્ડ્સ કેનેડા સાથે કરાર કર્યો હતો. 1990ના દાયકામાં એન્જીલિલની મદદથી એપિક રેકોર્ડ્સ સાથે ગીત ગાઇને તેમજ કેટલાક અંગ્રેજી તેમજ ફ્રેન્ચ આલ્બમ રિલીઝ કરીને પોપ સંગીતના ઇતિહાસના સૌથી સફળ કલાકારો પૈકીની એક કલાકાર બનીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી પ્રાપ્ત કરી હતી.[6][7] પરંતુ 1999માં તેની સફળતા જ્યારે ટોચ પર હતી ત્યારે ડીયોને પોતાનું પરિવાર રચવા અને પતિ સામે સમય ગાળવા માટે મનોરંજન ક્ષેત્રમાંથી હંગામી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ડીયોનના પતિને કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું.[7][8] 2002માં તે પોપ સંગીતની ટોચ પર પાછી ફરી હતી અને લાસ વેગાસના કેસાર્સ પેલેસ ખાતેના કોલોસિયમ ખાતે એક ફાઇવસ્ટાર થિયેટ્રિકલ શોમાં રાત્રી કાર્યક્રમમાં તેની કળા રજૂ કરવા ત્રણ વર્ષનો કરાર કર્યો હતો. (જે બાદમાં લંબાવીને પાંચ વર્ષનો કરવામાં આવ્યો હતો)[9][10][11]
ડીયોનના સંગીતમાં વિવિધ પ્રકારના સંગીતનો પ્રભાવ જોવા મળે છે જેમાં રોક અને આર એન્ડ બીથી માંડીને ગોસ્પેલથી ક્લાસિકલ સુધીનો સમાવેશ થાય છે. તેના આલ્બમોને અવારનવાર મિશ્ર પ્રતિસાદ મળે છે પરંતુ તે તેની ટેકનિકલ કુશળતા શક્તિશાળી કંઠ્ય ગીત (વોકલ્સ) માટે જાણીતી છે.[12][13][14] ડીયોન ઓલ ટાઇમ બેસ્ટ સેલિંગ કેનેડિયન કલાકાર છે[15][16] અને તેનું આલ્બમ ડીયુક્સ (D'eux) ઓલ ટાઇમ બેસ્ટ સેલિંગ ફ્રેન્ચ આલ્બમ છે.[17] 2004માં વિશ્વભરમાં તેના 17.5 કરોડ આલ્બમનું વેચાણ નોંધાવ્યા બાદ ઓલ ટાઇમ બેસ્ટ સેલિંગ ફિમેલ આર્ટિસ્ટ બનવા બદલ તેને વર્લ્ડ મ્યુઝિક એવોર્ડ્સ ખાતે ચોપાર્ડ ડાયમન્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.[18][19] સોની મ્યુઝિકના જણાવ્યા મુજબ દુનિયાભરમાં ડીયોનના 20 કરોડ આલ્બમ વેચાયા છે.[20][21]