સિંધુ સંસ્કૃતિનું એક સ્થળ From Wikipedia, the free encyclopedia
સુરકોટડા એ ભારતમાં આવેલી સિંધુ ખીણના સંસ્કૃતિના કાળનું એક પુરાતાત્વીક સ્થળ છે.[૧][૨] આ સ્થળ એક કિલ્લેબંધ નાના નગરના અવશેષો ધરાવે છે તેનો વ્યાપ ૧.૪ હેક્ટર (૩.૫ એકર)છે.[૩]
આ સ્થળ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાની રાજધાની ભુજ શહેરથી ઈશાન દિશામાં ૧૬૦ કિ. મી. (૯૯ માઈલ) દૂર આવેલું છે. અહીં રેતાળખડકોની ઉંચી નીચી ભૂમિ વચ્ચે એક પ્રાચીન ટેકરી કે ટીંબો આવેલી છે અને જમીન રાતા લેટેરાઈટની માટી ધરાવે છે. અહીં વનસ્પતિ જૂજ છે અને છે તેમાં પણ થોર, પિલૂ બાવળ અને કાંટાળી વનસ્પતિઓ ઉગે છે. રાતી જમીન પર વનસ્પતિના જૂથ લીલા થીગડાં જેવાં લાગે છે. આ ટેકરાની શોધ ઈ.સ. ૧૯૬૪માં આર્કિયોલોજિકલ સર્વેના શ્રી જે પી જોષીએ કરી હતી. આ ટેકરો કે ટીંબો પશ્ચિમ તરફ વધુ ઊંચો છે અને પૂર્વ તરફ નીચો છે. તેની સરેરાશ ઊંચાઇ ૫ થી ૮ મીટર (૧૬ થી ૨૬ ફૂટ)છે. પ્રાચીન દિવસોમાં, ૭૫૦ મીટર (½ માઇલ) પહોળી નદી આ સ્થળની ઈશાન દિશામાંથી વહેતી હતી. આ નદી કચ્છના નાના રણને જઈ મળતી હતી. આ નદીની ઉપલબ્ધતા આ નગર વસવાનું પ્રમુખ કારાણ હોવો જોઈએ. અત્યારે તે ઠેકાણે એક નાનું નાળું વહે છે.
સુરકોટડામાં ઈ.સ. પૂ. ૨૦૦૦ના સમયના ઘોડાના અવશેષો મળે છે. જે સિંધુ ખીણ સંસ્કૃતિ સંબંધે એક નોંધપાત્ર અવલોકન છે. ઈ.સ. ૧૯૯૭ માં સૅન્દોર બોકોન્યીએ કરેલા પરીક્ષણમાં જણાવ્યું છે કે મળેલા અવશેષોમાં ઓછામાં ઓછા છ અવશેષો સાચા ઘોડાઓના છે.[૧][૨][૪] ઈ.સ. ૧૯૭૪ દરમ્યાન આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઈન્ડિયાએ જે. પી. જોશીના અને એ. કે. શર્મા નેતૃત્વ હેઠળ અહીં ખોદકામ હાથ ધર્યું અને તેમના અહેવાલ અનુસાર દરેક સ્તરોએ ઘોડાના હાડકાના અવશેષો મળી આવ્યા છે. (ઈ.પૂ. ૨૧૦૦-૧૭૦૦)[૫]
સુરકોટડામાં વસાહતનો સમય અન્ય હડપ્પન કે સિંધુ નદીની ખીણ સંસ્કૃતિ સમાન નથી. પણ તે લોથલ અને કલિબંગણના વસવાટ કાળ સાથે સમાનાંતર છે. આનો અર્થ એ થયો કે હડપ્પા સંસ્કૃતિના શરૂઆતના તબક્કામાં નહીં પણ તેના અંતિમ ચરણમાં આ વસાતહત સ્થપાઈ હતી. સુરકોટાડામાં વગર કોઈ વિધ્ને લગભગ ૪૦૦ વર્ષ સુધી વસવાટ રહ્યો હતો. સુરકોટડાના વસવાટી કાળને પુરાતત્વવિદોએ સાંસ્કૃતિક દ્રષ્ટિએ ત્રણ તબક્કામાં વિભાજીત કર્યો છે. તેમની બાંધકામ પ્રવૃત્તિઓને આધારે નીચેના ત્રણ તબક્કાઓમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે:
સુરકોટાડાના સૌથી પહેલા વસાહતીઓ સાંસ્કૃતિક પૂર્વ ઈતિહાસ ધરાવતા હતા. તેમણે દાબીને સખત કરેલી પીળી માટીના ઊંચા ઓટલા પર ગારામાંથી બનાવેલી ઈંટો વાપરી કોટ બનાવ્યો હતો. આ કોટને પાંચથી આઠ થર ધરાવતા ગારાથી લીંપેલી હતી. ઓટલાની સરેરાશ ઊંચાઈ ૧.૫ મીટર અને સરેરાશ પાયા આગળ પહોળાઈ ૭ મીટર (૨૩ ફૂટ) હતી.
અહીં વપરાયેલી ઈંટોનું પ્રમાણ ૧:૨:૪ હતું. જે પુખ્ત હડપ્પન સંસ્કૃતિના ધોરણ અનુસાર હતું. આ દિવાલની ઊંચાઈ ૪.૫ મીટર (૧૫ મીટર) છે. રહેણાંકની ઈમારતો પણ કિલ્લે બંધી સાથે બાંધવામાં આવતી, તેની જાડાઈ ૩.૫ મીટર (૧૧ ફૂટ) જેટલી રહેતી. રહેણાંક ક્ષેત્ર સુધે પહોંચવા ગધને દક્ષિણ ને પૂર્વ દિશામાં એમ બે દરવાજા હતા. રહેણાક ક્ષેત્રમાં નીક કે ખાળ, દરેક ઘરમાં થોડી ઊંચાઈ ધરાવતી મોરી અને નીતાર બરણી વગેરે સ્વચ્છ ગંદાપાણીના નીકાલની હડ્ડપન વ્યવસ્થાનો પુરાવો આપે છે.
સમય ખંડ ૧અ અને ૧બ વચ્ચે વસવાટમાં કોઈ વ્યત્યય નથી પણ નવા આવેલા વસહતીઓ અને તેમના દ્વારા લાવવામાં આવેલી નવા સાધનો અને નવા માટીના વાસણોને કારણે આ ખંડને વિભાજીત કરવામાં આવ્યો છે. તેમણે કિલ્લાનું માળખું તે જ રાખ્યું પન કિલ્લાની અંદરની બાજુએ તેમણે ઈંટના બાંધકામની એક સપાટી ઉમેરી કિલ્લેબંધી મજબૂત કરી. આમ કરતાં કિલ્લાની અંદરનું ક્ષેત્રફળ ઘટ્યું તેમ છતા તેમ કરવાનો નિર્ણય કેમ લેવાયો તે સ્પષ્ટ નથી. સમયખંડ ૧બ ના અંતમાં રાખનો જાડો થર દેખાય છે તે કોઈ મહા દાવાનળ દર્શાવે છે.
સમયખંડ ૧બ પછી નવા લોકો સુરકોટડા રહેવા આવ્યા, જોકે ફરી વચ્ચે વસવાટમાં કોઈ વ્યત્યય નથી. નવા વસાહતીઓએ તેમના પૂરોગામી અનુસાર કાપેલા પથ્થરો અને ગારો વાપરી બાંધકામ કરી કોટ અને રહેણાંક વિસ્તાર બાંધ્યા. તેમના માપ અનુક્રમે ૬૦ મીટર અને ૬૦ ગુણ્યા ૫૫ મીટર હતા.
સુરકોટડાના સમખંડ ૧ક ના કાળનું ક્ષેત્ર મુખ્ય દિશાઓને સમાંતર એવા લંબચોરસ આકારમાં છે. તેની લંબાઈ પૂર્વ - પશ્ચિમ ૧૨૦ મીટર (૩૯૦ ફૂટ) અને પહોળાઈ લગભગ 60 m (200 ft) ઉત્તર-દક્ષિણ છે. તેના નાના કદ છતાં, પુરાતત્ત્વવિદો સુરકોટડાને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે. તેનું આયોજન તેમના સ્થાપત્યવિદો દ્વારા લોથલ અને કાલિબાંગણ જેટલી ચોકસાઈથી કરવામાં આવ્યું છે. અહીંના દરવાજા ખુબ ધ્યાન પૂર્વક બાંધવામાં આવ્યા છે તે અમુક વાતે હડપ્પાના દરવાજાથી જુદા પડે છે. ઘણાં ઇતિહાસકારો અમને છે કે હડપ્પા અને સિંધ ક્ષેત્રના લોકોનો પૂર્વ તરફ સ્થળાંતર અટકાવવા માટે સુરકોટડા વ્યુહાત્મક મહત્ત્વ ધરાવતું હતું. સુરકોટાડામાં કારભારની સામંતી પદ્ધતિના દર્શાવે છે. અને શબ્દોમાં સુરકોટડા કોઈ રજવાડાની રાજધાની કે છાવણીનું શહેર હોઈ શકે છે.
સુરકોટાડાનો નક્શો બે ચોરસ ક્ષેત્રો ધરાવે છે. પૂર્વે તરફનું ક્ષેત્ર રહેણાંક છે તેનું માપ ૬૦ મીટર x ૫૫ મીટર છે. જ્યારે પશ્ચિમે ગઢ આવેલો છે તે ૬૦ મીટર x ૬૦ મીટરનો છે.ગઢ ઊંચાઈએ આવેલો છે. ગઢની દીવાલો પાયા આગાળ ૩.૫ થી ૪ મીટર જાડી છે અને દક્ષિણમાં બે બુરજો આવેલાં છે. આવા જ બુરજો ઉત્તરમાં હોવાની અપેક્ષા છે પણ તે હજી ખોદી કઢાયા નથી.
ગઢની દક્ષિણ દીવાલની મધ્યમાં બહાર તરફ ખુલતો દરવાજો છે. તે ૧૦ મીટર x ૨૩ મીટરનું માપ ધરાવે છે. તેની સાથે દાદરા અને ચઢાણ જોડાયેલા છે જે સાથે બે પહેરેદારના ઓરડા છે. તેમાં પ્રવેશ સુધી જવા ૧.૭ મીટરનો ગલિયારો છે. રહેણાંક ક્ષેત્રમાં ઘણાં મોટા ઘરો છે તેમાંના અમુક તો ૯ ખંડ ધરાવે છે. ગઢની પૂર્વ દીવાલમાં પણ ફરી એક પ્રવેશ દ્વાર છે જે ૧.૭ મીટર પહોળો છે. અહીંથી રહેણાંક ક્ષેત્રમાં પ્રવેશી શકાય છે.
રહેણાંક વિસ્તારમાં આવેલ ઘરો નાના ગઢના ઘરો કરતાં કદના છે. એક લાક્ષણિક ઉદાહરણ તરીકે પાંચ આંતરિક રીતે જોડાયેલા ખંડો વાળું ઘર છે, તેને એક અંગણું છે, તે ત્રણ બાજુએ બંધ છે અને શેરી તરફની બાજુએ એક ઓટલો ધરાવે છે. આ ઓટલો દુકાન તરીકે કે ધંધાર્થે વપરાતો હશે. રહેણાંક વિસ્તારની દક્ષિણી તરફની કિલ્લાની દિવાલ એક દરવાજો ધરાવે છે. પણ વાસ્તુ વિદોએ તેને રચના જુદી કરી છે. અન્ય હડપ્પન દરવાજાને મુકાબલે તે એ રીતે જુદો પડે છે કે તેને આડો અવડો વાંકો ચૂકો પ્રવેશ ન હોતાં સીધો પ્રવેશ છે. આ દરવાજો કિલ્લાની જાડીએ દીવાલોમાં છે અને બહારની તરફ બે દરવાન ચોકીઓ છે. રહેણાંક વિસ્તારના કિલ્લાની દિવાલ સરેરાશ 3.4 m (11 ft) જાડાઈ ધરાવે છે અને તેના ખૂણાના બુરજો ઓછી ઊંચાઈ ધરાવે છે.
આ બધા લક્ષણો બતાવવા અંત્ય હડપ્પન સંસ્કૃતિના (ઇ. સ. પૂર્વે ૧૭૦૦) ધરાવે છે જે નોંધપાત્ર છે. અંત્ય હડપ્પન સંસ્કૃતિના નિયમોને સુરકકોટડામાં ત્યારે અનુસરવામાં આવ્યા હતાં જ્યરે તે સંસ્કૃતિ તેના અંતિમ ચરણોમાં હતી અને તેના અન્ય સ્થળો નાશ પામ્યાં હતાં.
આજસુધીના સંસોધન પ્રમાણે, ગઢની આસપાસ મોહેં-જો- ડરો અને કાલિબાંગણ જેવા મોટા શહેરના કદની વસાહતના કોઈ ત્યાં કોઈ પુરાવા મળ્યા નથી. ગઢથી ૫૦૦ મીટર દૂર વાયવ્યમાં એક ટીંબો છે તેમાં અમુક વસાહત હોવાના લક્ષણો મળ્યા છે પણ હડપ્પન અવશેષો નહિવત્ છે. પુરાતત્વવિદોને મોટા શહેરના અસ્તિત્વની શક્યત નહીવત લાગે છે પરંતુ તેને નકારી પણ શકાય તેમ નથી.
સુરકોટડામાં મોહેં-જો-ડરો, હડપ્પા અને રંગપુર જેવા ક્ષેત્રોની જેમ નોળિયાના અસ્તિત્વના અવશેષો મળ્યા છે, જે દર્શાવે છે કે સાપથી રક્ષણ માટે તેમને પાળવામાં આવતાં.[૬] હાથી અને વરુ (પાળેલા?)ના હાડકાં અહીં પણ મળી આવ્યા છે.[૭]
Seamless Wikipedia browsing. On steroids.