ભારતના બિહાર રાજ્યનો એક જિલ્લો From Wikipedia, the free encyclopedia
સીવાન જિલ્લો ભારતના બિહાર રાજ્યનો એક જિલ્લો છે. સીવાન નગર આ જિલ્લાનું મુખ્ય મથક છે. ૧૯૭૨થી સિવાન જિલ્લો સારન પ્રમંડલનો ભાગ છે. આ જિલ્લો પહેલા અલીગંજ તરીકે ઓળખાતો હતો, જે નામ અહીંના રાજા અલી બક્ષ ખાન પરથી પડ્યું હતું.
સીવાન જિલ્લો | |
---|---|
બિહારનો જિલ્લો | |
સીવાન જિલ્લાનું બિહારમાં સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | બિહાર |
પ્રાંત | સરાન |
મુખ્યમથક | સીવાન |
સરકાર | |
• લોક સભા બેઠકો | સીવાન (લોક સભા બેઠક) |
• વિધાન સભા બેઠકો | સીવાન, જિરાદેઈ, દારૌલી, રઘુનાથપુર, દારુંદા, બડહરીયા, ગોરીયાકોઠી, મહારાજગંજ |
વિસ્તાર | |
• કુલ | ૨,૨૧૯ km2 (૮૫૭ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૩૩,૩૦,૪૬૫ |
• ગીચતા | ૧,૫૦૧/km2 (૩૮૯૦/sq mi) |
વસ્તી | |
• સાક્ષરતા | 69.45% |
• લિંગ પ્રમાણ | 988 |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
મુખ્ય ધોરીમાર્ગ | NH 85 |
વેબસાઇટ | siwan |
સીવાન જિલ્લો મૂળ સારન જિલ્લાનો ભાગ હતો, જે પ્રાચીન કૌશલ રાજ્ય આવેલું હતું.[1] ૧૯૭૬માં સીવાન જિલ્લો સારનમાંથી અલગ થઇને સ્વતંત્ર જિલ્લો બન્યો.[2]
લોકવાયકા મુજબ મહાભારતના દ્રોણાચાર્ય અહીંના દારૌલીના દોન ગામના હતા. કેટલાકના મુજબ ગૌતમ બુદ્ધે અહીં દેહોત્સર્ગ કરેલો.[3]
સીવાનનું નામ "શિવમન" નામના રાજા પરથી પડ્યું છે, જેના વંશજો બાબરના આગમન સુધી અહીં શાસન કરતા હતા. સીવાનનો અર્થ સરહદ થાય છે, જે એક સમયમાં બિહારની સરહદ પરનો પ્રદેશ હતો. સીવાનનો એક પ્રદેશ મહારાજગંજ છે, જે મહારાજાની બેઠક પરથી પડેલું નામ સૂચવે છે. ભેરબનિયા ગામમાંથી મળેલી વિષ્ણુની મૂર્તિ અહીં મોટી સંખ્યામાં વિષ્ણુપૂજકો હોવાનું સૂચન કરે છે.[4]
૮મી સદીમાં સીવાન વારાણસી રાજ્યનો ભાગ હતો. ૧૩મી સદીમાં અહીં મુસ્લિમોનું આગમન થયું. ૧૫મી સદીમાં સિકંદર લોદીએ આ પ્રદેશને પોતાના શાસન હેઠળ આણ્યો. બાબરે પોતાની વળતી મુસાફરીમાં સીવાન પાસે ઘાઘરા નદીને ઓળંગી હતી. ૧૭મી સદીના અંત ભાગમાં ડચ લોકો અહીં આવ્યા અને ત્યારબાદ અંગ્રેજો આવ્યા. ૧૭૬૫માં બક્સરના યુદ્ધ પછી, તે બંગાળનો ભાગ બન્યો. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સીવાને અગત્યનો ભાગ ભજવ્યો હતો. બાબુ કુંવર સિંહની આગેવાની હેઠળ અહીંથી મોટી સંખ્યામાં ભોજપુરી તરીકે ઓળખાતા લોકોએ વિપ્લવમાં ભાગ લીધો હતો. સીવાનના છેલ્લા શાસક રાજા ઇસ્માઇલ અલી ખાન હતા. ૧૯૨૦માં અસહકારની ચળવળની સાથે બિહારમાં પડદા પ્રથાનો વિરોધ બ્રિજ કિશોર પ્રસાદે શરૂ કર્યો હતો, જે સીવાનના રહેવાસી હતા.[1] ૧૯૭૨માં સીવાન બિહારનો એક જિલ્લો બન્યો.[3]
સીવાન જિલ્લો બિહારના પશ્ચિમ ભાગમાં આવેલો છે. જિલ્લાનો કુલ વિસ્તાર ૨,૨૧૯ ચોરસ કિમી છે.[5]
ગંડક, ગોગ્રા, દહા અને ઝડી અહીંની મુખ્ય નદીઓ છે.[3]
જિલ્લામાં ૧૯ તાલુકાઓનો સમાવેશ થાય છે.[6]
૨૦૧૧ની વસ્તી પ્રમાણે સીવાન જિલ્લાની વસ્તી ૩૩,૧૮,૧૭૬ હતી.[7] જે મુજબ ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી તેનો ૧૦૧મો ક્રમ આવે છે.[7] જિલ્લાની વસ્તી ગીચતા ૧૪૯૫ વ્યક્તિ પ્રતિ ચો.કિમી. છે.[7] ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન અહીંનો વસ્તી વધારો ૨૨.૨૫% રહ્યો હતો.[7] સીવાનમાં જાતિ પ્રમાણ ૯૮૪ છે,[7] અને સાક્ષરતા દર ૭૧.૫૯% છે.[7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.