![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/dd/An_agricultural_field_in_Saran_district_of_Bihar.jpg/640px-An_agricultural_field_in_Saran_district_of_Bihar.jpg&w=640&q=50)
સારન જિલ્લો
બિહારનો એક જિલ્લો / From Wikipedia, the free encyclopedia
સારન જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યમાં આવેલા ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. સારન જિલ્લાનું મુખ્ય મથક છપરા ખાતે આવેલું છે. સારન જિલ્લો સારન વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.
Quick Facts સારન જિલ્લો, દેશ ...
સારન જિલ્લો | |
---|---|
બિહારનો જિલ્લો | |
![]() સારન જિલ્લાનું એક ખેતર | |
![]() બિહારમાં સારન જિલ્લાનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ (છપરા): 25°55′N 84°45′E | |
દેશ | ભારત |
રાજ્ય | બિહાર |
વિભાગ | સારન |
મુખ્યમથક | છપરા |
તાલુકાઓ | ૨૦ |
સરકાર | |
• લોક સભા મતવિસ્તારો | ૧. સારન, ૨. મહારાજગંજ (સીવાન જિલ્લાની સાથે) |
• વિધાન સભા મતવિસ્તારો | એકમા, માંઝી, બનીપુર, તારૈયા, મારહુરા, છપરા, ગરખા, અમનૌર, પરસા, સોનપુર |
વિસ્તાર | |
• કુલ | ૨,૬૪૧ km2 (૧૦૨૦ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૩૯,૫૧,૮૬૨ |
• ગીચતા | ૧૫૦૦/km2 (૩૯૦૦/sq mi) |
વસ્તી વિષયક | |
• સાક્ષરતા | ૭૨.૫૭% |
• લિંગ પ્રમાણ | ૯૪૯ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
મુખ્ય ધોરીમાર્ગો | NH 28B, NH 85, NH 101, NH 102, NH 19 |
વેબસાઇટ | saran |
બંધ કરો
ગંગા, ગંડક તેમ જ ઘાઘરા નદીઓથી ઘેરાયેલો આ જિલ્લો ભારત દેશ ખાતે માનવ વસવાટના કેન્દ્રો પૈકીનું એક છે. આખો જિલ્લો એક સમતળ તેમ જ ફળદ્રુપ જમીન ધરાવે છે. ભોજપુરી ભાષી ક્ષેત્રની પૂર્વીય સીમા પર આવેલો આ જિલ્લો સોનપુર મેળા માટે તેમ જ રાજનીતિક ચેતના માટે પ્રસિધ્ધ છે.