બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા અને પ્રથમ રાષ્ટ્રપતિ From Wikipedia, the free encyclopedia
શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા હતા. તેઓ બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ તથા ૧૭ એપ્રિલ ૧૯૭૧ થી ૧૫ ઓગસ્ટ ૧૯૭૫ના રોજ તેમની હત્યા સુધી વડાપ્રધાન પદે રહ્યા હતા. બાંગ્લાદેશની આઝાદી પાછળ તેઓ પ્રેરક બળ હોવાનું માનવામાં આવે છે. બાંગ્લાદેશના લોકો દ્વારા તેમને "બંગબંધુ" તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ૧૯૪૯માં પાકિસ્તાનમાં પૂર્વ પાકિસ્તાન સ્થિત રાજકીય પક્ષ તરીકે સ્થપાયેલી આવામી લીગના સ્થાપક સભ્ય હતા. પૂર્વ પાકિસ્તાન માટે રાજકીય સ્વાયત્તતા મેળવવાના પ્રયાસોમાં અને બાદમાં ૧૯૭૧માં બાંગ્લાદેશ મુક્તિ ચળવળ અને બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ પાછળના કેન્દ્રીય વ્યક્તિ તરીકે મુજીબને એક મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકે શ્રેય આપવામાં આવે છે.
બંગબંધુ বঙ্গবন্ধু શેખ મુજીબુર રહેમાન | |
---|---|
শেখ মুজিবুর রহমান | |
શેખ મુજીબુર રહેમાન, c. 1950 | |
બાંગ્લાદેશના પ્રથમ અને ચોથા રાષ્ટ્રપતિ | |
પદ પર ૧૭ એપ્રિલ ૧૯૭૧ – ૧૨ જાન્યુઆરી ૧૯૭૨ | |
પ્રધાન મંત્રી | તાજુદ્દીન અહેમદ |
ઉપ રાષ્ટ્રપતિ | સઈદ નજરુલ ઇસ્લામ |
અનુગામી | સઈદ નજરુલ ઇસ્લામ (કાર્યકારી) |
પદ પર ૨૫ જાન્યુઆરી ૧૯૭૫ – ૧૫ ઓગસ્ટ ૧૯૭૫ | |
પ્રધાન મંત્રી | મોહમ્મદ મંસૂર અલી |
પુરોગામી | મોહમ્મદ મોહમદુલ્લાહ |
અનુગામી | ખોન્દારકર મુસ્તાક અહેમદ |
બાંગ્લાદેશના દ્વિતીય પ્રધાનમંત્રી | |
પદ પર ૧૨ જાન્યુઆરી ૧૯૭૨ – ૨૪ જાન્યુઆરી ૧૯૭૫ | |
રાષ્ટ્રપતિ | અબુ સઈદ ચૌધરી મોહમ્મદ મોહમદુલ્લાહ |
પુરોગામી | તાજુદ્દીન અહેમદ |
અનુગામી | મોહમ્મ્દ મન્સૂર અલી |
બાંગ્લાદેશ સંસદ સભ્ય | |
પદ પર ૭ માર્ચ ૧૯૭૨ – ૧૫ ઓગસ્ટ ૧૯૭૫ | |
પુરોગામી | મતવિસ્તાર સ્થાપિત |
અનુગામી | જહાંગીર મોહમ્મદ આદેલ |
બેઠક | ઢાકા ૧૨ |
અંગત વિગતો | |
જન્મ | તુંગીપરા, બંગાળ પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન બાંગ્લાદેશ) | 17 March 1920
મૃત્યુ | 15 August 1975 55) ઢાકા, બાંગ્લાદેશ | (ઉંમર
મૃત્યુનું કારણ | રાજકીય હત્યા |
રાષ્ટ્રીયતા | બ્રિટીશ ભારતીય (૧૯૨૦–૧૯૪૭) પાકિસ્તાની (૧૯૪૭–૧૯૭૧) બાંગ્લાદેશી (૧૯૭૧–૧૯૭૫) |
રાજકીય પક્ષ | બાંગ્લાદેશ કૃષક શ્રમિક આવામી લીગ (BAKSAL) (૧૯૭૫) |
અન્ય રાજકીય જોડાણો | અખિલ ભારતીય મુસ્લિમ લીગ (૧૯૪૯ પહેલાં) બાંગ્લાદેશી આવામી લીગ (૧૯૪૯–૧૯૭૫) |
જીવનસાથી | શેખ ફાજીલાતુન્નેસા મુજીબ |
સંતાનો | શેખ હસીના શેખ કમાલ શેખ જમાલ શેખ રેહાના શેખ રસેલ |
માતા | સાયરા ખાતુન |
પિતા | શેખ લુટફુર રહેમાન |
માતૃ શિક્ષણસંસ્થા | મૌલાના આઝાદ કૉલેજ ઢાકા વિશ્વવિદ્યાલય |
સહી |
મુજીબનો જન્મ બ્રિટિશ ભારતના બંગાળ પ્રાંતના ગોપાલગંજ જિલ્લાના એક ગામ તુંગીપરામાં[1] ગોપાલગંજ સિવિલ કોર્ટના ક્લાર્ક શેખ લુત્ફુર રહેમાન અને તેમની પત્ની શેખ સયેરા ખાતુનને ત્યાં થયો હતો. ચાર પુત્રીઓ અને બે પુત્રોના પરિવારમાં ત્રીજા બાળક તરીકે તેઓ બંગાળી મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હતા.[1] તેમના માતાપિતા તેમને પ્રેમથી "ખોકા" કહેતા હતા.[2]
૧૯૨૯માં મુજીબે ગોપાલગંજ પબ્લિક સ્કૂલમાં ત્રીજા ધોરણમાં પ્રવેશ કર્યો અને બે વર્ષ પછી મદારીપુર ઇસ્લામિયા હાઈસ્કૂલમાં ધોરણ ચારમાં પ્રવેશ કર્યો હતો. [3] નાનપણથી જ મુજીબે નેતૃત્વની સંભાવના દર્શાવી હતી. તેમના માતાપિતાએ એક ઇન્ટરવ્યુ (સાક્ષાત્કાર)માં નોંધ્યું હતું કે નાની ઉંમરે, તેમણે અયોગ્ય આચાર્યને દૂર કરવા માટે તેમની શાળામાં વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.[સંદર્ભ આપો] મુજીબે ૧૯૩૪માં આંખની શસ્ત્રક્રિયા કરાવવા માટે અભ્યાસ છોડી દીધો હતો, અને શસ્ત્રક્રિયાની તીવ્રતા અને ધીમી રિકવરીને કારણે ચાર વર્ષ પછી જ શાળામાં પાછા ફર્યા હતા.[4]
બાદમાં તેમણે ૧૯૪૨માં ગોપાલગંજ મિશનરી સ્કૂલમાંથી મેટ્રિક, ૧૯૪૪માં ઇસ્લામિયા કોલેજ (હવે મૌલાના આઝાદ કોલેજ)માંથી ઇન્ટરમિડિયેટ ઓફ આર્ટ્સ અને ૧૯૪૭માં આ જ કોલેજમાંથી બીએ પાસ કર્યું હતું.[1]
ભારતના ભાગલા પછી, તેમને કાયદાનો અભ્યાસ કરવા માટે ઢાકા વિશ્વવિદ્યાલયમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે અભ્યાસક્રમ પૂર્ણ કર્યો ન હતો કારણ કે તેમને વિશ્વવિદ્યાલય પ્રાધિકરણ (ઓથોરીટી)ની તેમની કાયદેસર માંગણીઓ પ્રત્યેની ઉદાસીનતા સામેના આંદોલનમાં 'ચોથા વર્ગના કર્મચારીઓને ઉશ્કેરવાના' આરોપસર ૧૯૪૯ની શરૂઆતમાં વિશ્વવિદ્યાલયમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ૬૧ વર્ષ પછી, ૨૦૧૦માં, આ હકાલપટ્ટીને અન્યાયી અને અલોકશાહી જાહેર કરી પાછી ખેંચી લેવામાં આવી હતી.[1][5][6]
મુજીબ ૧૯૪૦માં અખિલ ભારતીય મુસ્લિમ વિદ્યાર્થી મહાસંઘમાં જોડાયા અને રાજકીય રીતે સક્રિય થયા હતા.[7] તેઓ ૧૯૪૩ માં બંગાળ મુસ્લિમ લીગમાં જોડાયા હતા. આ સમયગાળા દરમિયાન, મુજીબે લીગના અલગ મુસ્લિમ રાજ્ય પાકિસ્તાનના હેતુ માટે સક્રિયપણે કામ કર્યું હતું. ૧૯૪૬માં તેઓ ઇસ્લામિયા કોલેજના વિદ્યાર્થી સંઘના મહાસચિવ બન્યા હતા. એમ. ભાસ્કરન નાયર વર્ણવે છે કે મુજીબની હુસેન શહીદ સુહરાવર્દી સાથેની નિકટતા હતી અને તેઓ "પક્ષના સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા".[8]
૧૯૪૭માં બીએની પદવી મેળવ્યા બાદ, મુજીબ ભારતના ભાગલા પહેલાં ૧૯૪૬માં કલકત્તામાં ફાટી નીકળેલી કોમી હિંસા દરમિયાન સુહરાવર્દીના વડપણ હેઠળ કામ કરતા મુસ્લિમ રાજકારણીઓમાંના એક હતા.[9]
ભારતના ભાગલા પછી મુજીબે નવા બનેલા પાકિસ્તાનમાં રહેવાનું પસંદ કર્યું. પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતી સંસ્થામાં પાછા ફર્યા બાદ તેમણે કાયદાનો અભ્યાસ કરવા માટે ઢાકા વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો અને પૂર્વ પાકિસ્તાન મુસ્લિમ વિદ્યાર્થી સંઘની સ્થાપના કરી હતી. તેઓ પ્રાંતના સૌથી અગ્રણી વિદ્યાર્થી રાજકીય નેતાઓમાંના એક હતા. આ વર્ષો દરમિયાન, મુજીબે સામૂહિક ગરીબી, બેરોજગારી અને નબળી જીવનશૈલીના ઉકેલ તરીકે સમાજવાદ પ્રત્યે લગાવ વિકસાવ્યો હતો.[10]
૨૧ માર્ચ, ૧૯૪૮ના રોજ મહમદ અલી ઝીણાની ઉર્દૂને રાજ્ય ભાષા તરીકેનો દરજ્જો આપવાની ઘોષણા બાદ પૂર્વ બંગાળના લોકોમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા.[11] મુજિબે તાત્કાલીક મુસ્લિમ લીગના આ પૂર્વ આયોજિત નિર્ણય સામે આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું. આ સંબંધમાં તે જ વર્ષે ૨ માર્ચે ઢાકા વિશ્વવિદ્યાલયના ફઝલુલ હક મુસ્લિમ હોલમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે એક પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં મુસ્લિમ લીગ સામેની ચળવળ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અહીંથી સર્વપક્ષીય સંસદીય પરિષદના બંધારણનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કાઉન્સિલના નિર્દેશ પર ૧૧ માર્ચ, ૧૯૪૮ના રોજ ઢાકામાં હડતાળનું આયોજન કરવામાં આવ્યું હતું. હડતાળ દરમિયાન સચિવાલયની ઇમારતની સામે મુજીબુર સહિત અન્ય કેટલાક રાજકીય કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ વિદ્યાર્થી વિરોધના દબાણને કારણે મુજીબ અને અન્ય વિદ્યાર્થી નેતાઓને ૧૫ માર્ચે મુક્ત કરવામાં આવ્યા હતા.[12] તેમની મુક્તિ પ્રસંગે રાષ્ટ્રભાષા સંગ્રામ પરિષદ (રાષ્ટ્રીય ભાષા ક્રિયા સમિતિ) દ્વારા ઢાકા વિશ્વવિદ્યાલયમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે આ રેલીને અવરોધિત કરી હતી. પોલીસ પ્રવૃત્તિઓનો વિરોધ કરતાં મુજિબે તરત જ ૧૭ માર્ચ ૧૯૪૮ના રોજ દેશવ્યાપી વિદ્યાર્થી હડતાળની જાહેરાત કરી હતી.[11][13] ૧૯ માર્ચના રોજ તેમણે ઢાકા વિશ્વવિદ્યાલયના ચોથા વર્ગના કર્મચારીઓના અધિકારો મેળવવાના ઉદ્દેશથી એક આંદોલનનું આયોજન કર્યું હતું. ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી.
૨૧ જાન્યુઆરી ૧૯૪૯ના રોજ મુજીબને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટેને તેઓ ફરી ચોથા વર્ગના કર્મચારીઓની માંગમાં સામેલ થયા હતા, જેના માટે તેમને વિશ્વવિદ્યાલયમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
૨૩જૂનના રોજ સુહરાવર્દી અને મૌલાના ભસાનીએ પૂર્વ પાકિસ્તાન આવામી મુસ્લિમ લીગની રચના કરી હતી. આ સંઘની રચના બાદ મુજીબે મુસ્લિમ લીગ છોડીને આ નવી ટુકડીમાં સામેલ થયા હતા. તેઓ પાર્ટીના પૂર્વ પાકિસ્તાનના સંયુક્ત મહાસચિવ તરીકે ચૂંટાયા હતા. જૂનના અંતમાં તેમને જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ ખાદ્ય કટોકટી સામેની ચળવળમાં જોડાયા હતા. તે વર્ષના સપ્ટેમ્બરમાં કલમ ૧૪૪ ના ઉલ્લંઘન બદલ તેમને કામચલાઉ રીતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા પરંતુ તાત્કાલિક મુક્ત કરવામાં આવ્યા હતા.[6]
જાન્યુઆરી ૧૯૫૦ની શરૂઆતમાં અવામી મુસ્લિમ લીગે પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાનના આગમન પ્રસંગે ઢાકામાં દુષ્કાળ વિરોધી સરઘસ કાઢ્યું હતું. આ સરઘસની આગેવાની માટે મુજીબની ધરપકડ કરવામાં આવી હતી. તેમને બે વર્ષ માટે કેદ કરવામાં આવ્યા હતા. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૨ના રોજ પાકિસ્તાનના વડા પ્રધાન ખ્વાજા નઝીમુદ્દીને જાહેરાત કરી હતી કે ઉર્દૂ પાકિસ્તાનની એકમાત્ર રાજ્ય ભાષા હશે. આ જાહેરાત બાદ જેલમાં રાખવામાં આવ્યા હોવા છતાં મુજીબે રાજ્ય બંગાળી ભાષા આંદોલનને જેલમાંથી સૂચનાઓ આપીને વિરોધ પ્રદર્શન યોજવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પછી ૨૧ ફેબ્રુઆરીને રાજ્ય ભાષા માટે માન્યતાના દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે જ સમયે મુજીબે જેલમાંથી ૧૪ ફેબ્રુઆરીએ ઉપવાસ કરવાનું નક્કી કર્યું. તેમનો ઉપવાસ ૧૩ દિવસ ચાલ્યો હતો. ૨૬ ફેબ્રુઆરીએ, તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.[1][14][15][16]
૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના રોજ જુનિયર આર્મી અધિકારીઓના એક જૂથે ટેન્કો સાથે રાષ્ટ્રપતિના નિવાસસ્થાન પર આક્રમણ કર્યું અને મુજીબ, તેમના પરિવાર અને અંગત સ્ટાફની હત્યા કરી હતી.[1][17] તે સમયે પશ્ચિમ જર્મનીની મુલાકાતે ગયેલી તેમની પુત્રીઓ શેખ હસીના અને શેખ રેહાના આ હત્યાકાંડમાંથી બચી ગયા હતા. બન્નેના બાંગ્લાદેશ પરત ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સત્તાપલટાની યોજના અસંતુષ્ટ આવામી લીગના સાથીદારો અને લશ્કરી અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં મુજીબના સાથીદાર અને ભૂતપૂર્વ વિશ્વાસપાત્ર ખોન્ડાકર મોસ્તાક અહમદનો સમાવેશ થાય છે, જેઓ તેમના તાત્કાલિક અનુગામી બન્યા હતા. અમેરિકન કેન્દ્રિય ગુપ્ત એજન્સી પર આ કાવતરાને ઉશ્કેર્યા હોવાનો આરોપ મૂકાતા મીડિયામાં તીવ્ર અટકળો ચાલી હતી.[18] જે તે સમયના યુ.એસ. દ્વારા કરવામાં આવેલા નિવેદનો પરની ધારણાને આધાર લોરેન્સ લિફશુલ્ટઝે આરોપ લગાવ્યો છે કે સીઆઈએ સત્તાપલટા અને હત્યામાં સામેલ હતું.[19]
મુજીબના મૃત્યુએ રાષ્ટ્રને રાજકીય ઉથલપાથલમાં ધકેલી દીધું હતું. સત્તાપલટાના નેતાઓને ટૂંક સમયમાં જ ઉથલાવી દેવામાં આવ્યા હતા અને શ્રેણીબદ્ધ પ્રતિ-સત્તાપલટા અને રાજકીય હત્યાઓએ દેશને લકવાગ્રસ્ત કરી દીધો હતો.[20][21] ૧૯૭૬ માં સત્તાપલટા પછી મોટા ભાગે વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. ૧૯૭૮માં પોતાને રાષ્ટ્રપતિ જાહેર કરતાં ઝિયાઉર રહેમાને ઇન્ડેમ્નિટી ઓર્ડિનન્સ (ક્ષતિપૂર્તિ અધ્યાદેશ) પર હસ્તાક્ષર કર્યા હતા, જેણે મુજીબની હત્યા અને ઉથલાવી નાખવાનું કાવતરું ઘડનારા માણસોને કાર્યવાહીમાંથી મુક્તિ આપી હતી.[22]
મુજીબના પુત્રી શેખ હસીના વડા પ્રધાન બનતાં તેમણે મુક્તિના હુકમનામાને ઉલટાવી દીધો હતો અને ૧૯૯૮માં અબ્દુલ મજીદ સહિત એક ડઝન સૈન્ય અધિકારીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને માન્ય રાખ્યો હતો અને તેમાંથી પાંચને ફાંસી આપવામાં આવી હતી.[સંદર્ભ આપો] ૧૨ એપ્રિલ, ૨૦૨૦ના રોજ છૂપાતા ફરતા ભૂતપૂર્વ લશ્કરી અધિકારી અબ્દુલ મજીદ મળી આવ્યા હતા અને મુજીબુર રહેમાનની હત્યા માટે તેમને પણ ફાંસીની સજા આપવામાં આવી હતી.[23][24]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.