![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a9/India_Gujarat_location_map.svg/langgu-640px-India_Gujarat_location_map.svg.png&w=640&q=50)
વેડછી
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ / From Wikipedia, the free encyclopedia
વેડછી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા વાલોડ તાલુકાનું ગામ છે. વેડછી ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામમાં માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન અને નોકરી જેવાં કાર્યો કરે છે. અહીં શેરડી, ડાંગર, કેળાં તેમ જ અન્ય શાકભાજીની ખેતી થાય છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
વેડછી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°02′57″N 73°15′37″E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | તાપી |
તાલુકો | વાલોડ |
વસ્તી | ૧૬,૦૭૫[1] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ડાંગર, શેરડી, કેરી, પપૈયાં, કેળાં, શાકભાજી |
બંધ કરો
વેડછી ગામ નારાયણ દેસાઈના ગાંધીવાદી પ્રવૃત્તિથી જાણીતા સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય માટે દેશભરમાં જાણીતું છે.[2] અહીં સ્નાતક સુધીનો અભ્યાસ કરી શકાય છે. અહિં જુગતરામ દવેએ સ્થાપેલી ગાંધી વિદ્યાપીઠ પણ આવેલી છે જે આદિવાસી બાળાકોને શિક્ષણ પૂરું પાડતી બુનિયાદી નિવાસીશાળા છે અને ગાંધીવિચારસરણી પર આધારીત છે.[3]