વિકિપીડિયા:વિષે
From Wikipedia, the free encyclopedia
વિકિપીડિયા વેબસાઇટ આધારિત બહુભાષિય મુક્ત[3] વિશ્વ જ્ઞાનકોશ છે. જેની શરૂઆત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. વિકિપીડિયા શબ્દ હવાઇયન ભાષાના શબ્દ વિકિ (wiki)-કે જેનો અર્થ ત્વરિત કે ઝડપી એવો થાય છે અને વેબસાઇટ સમૂહ બનાવવા માટે આ નામની એક ટેકનિક (સૉફ્ટવેર) પણ છે-જેનો ઉપયોગ વિકિપીડિયા કરે છે તેના પરથી વિકિ અને અંગ્રેજી ભાષામાં જ્ઞાનકોશ માટેના શબ્દ એન્સાઇક્લોપીડિયા પરથી પીડિયા શબ્દ મળીને વિકિપીડિયા શબ્દ બનેલો છે. દુનિયાભરના સ્વયંસેવકો દ્વારા લેખો બનાવીને વિકિપીડિયાને સમૃદ્ધ કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ વિકિપીડિયામાં યોગદાન આપી શકે છે[4] તેમજ વિકિપીડિયા પર ઉપલબ્ધ માહિતીનો કોઈ પણ ઉપયોગ કરી શકે છે.[5] જેની શરૂઆત ઈ.સ. ૨૦૦૧માં જિમી વેલ્સ અને લૈરી સંગેર દ્વારા કરવામા આવી હતી.[6] આ વર્તમાનમાં ઇન્ટરનેટ પર સૌથી વધુ લોકપ્રિય સંદર્ભ છે.[7][8][9] વિકિપીડિયાના આલોચકો દ્વારા વિકિપીડિયા પર કેટલાક દોષોનું આરોપણ કરવામાં આવે છે, તેઓ માને છે કે વિકિપીડિયામાં સંપાદન સત્યાપનીય વિવાદમાં સામાન્યપણે આમસહમતીનો પક્ષ લેવામાં આવે છે.[10] વિકિપીડિયાની વિશ્વસનીયતા પણ એક ચર્ચાનો મુદ્દો છે.[11] અન્ય આલોચકોના મત મુજબ નકલી અને અસત્ય જાણકારીનો સમાવેશ અને ભાંગફોડ તથા વિધ્વંસક પ્રવૃત્તિઓ પણ તેનો એક દોષ છે. જો કે વિકિપીડિયાથી સારા જાણકાર હોય તેવા વિદ્વાનોના મતે આવી ભાંગફોડ પ્રવૃત્તિ સામાન્ય રીતે અલ્પકાલીન હોય છે.[12][13]ન્યૂયોર્ક ટાઇમ્સના જોન્સન ડી[14]અને એંડ્રયુ લીહે ઓનલાઈન પત્રકારિતા પર પાંચમી આંતરરાષ્ટ્રીય સંગોષ્ટિમાં[15] વિકિપીડિયાના મહત્વને માત્ર વિશ્વકોશના સંદર્ભમાં આંકવાના બદલે વારંવાર અદ્યતન થનારા સમાચાર સ્ત્રોતના સંદર્ભમાં પણ વર્ણન કર્યું હતુ. કારણ કે તે વર્તમાન ઘટનાઓ પર ઘણી ઝડપી રીતે લેખો પ્રસ્તુત કરે છે. જ્યારે ટાઇમ પત્રિકાએ યૂ(You)ને વર્ષ 2006ના ટાઇમ પર્સન ઑફ ધી યરની માન્યતા આપી ત્યારે વેબ 2.0 સેવાઓના ઉદાહરણોમાં વિકિપીડિયાની યૂ ટ્યૂબ અને માયસ્પેસની હરોળમાં ગણતરી કરી હતી.[16]
વિકિપીડિયાનું ચિહ્ન, વિવિધ લિપિઓના મૂળાક્ષરો દર્શાવતો વિશ્વનો ગોળો | |
પ્રકાર | ઓનલાઇન જ્ઞાનકોશ |
---|---|
પ્રાપ્ત છે | ૩૦૧ ભાષાઓ |
માલિક | વિકિમીડિયા ફાઉન્ડેશન |
બનાવનાર | જિમ્મી વેલ્સ, લેરી સેંગર[1] |
વેબસાઇટ | wikipedia.org |
એલેક્સા ક્રમાંક | 5 (Global, August 2018[update]) |
વ્યવસાયિક? | ના |
નોંધણી | વૈકલ્પિક[notes 1] |
શરૂઆત | ૧૫ જાન્યુઆરી ૨૦૦૧ |
હાલની સ્થિતિ | સક્રિય |
સામગ્રી પરવાનો | CC Attribution / Share-Alike 3.0 મોટાભાગનું લખાણ GFDL સાથે દ્વિ-લાયસન્સમાં છે; માધ્યમોના લાયસન્સ વિવિધ છે |
પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલ | લેમ્પ પ્લેટફોર્મ[2] |
OCLC ક્રમાંક | 52075003 |