ભારતની નદી From Wikipedia, the free encyclopedia
મીંઢોળા નદી એ તાપી અને સુરત જિલ્લાની મહત્વની નદી છે, જે ગુજરાત રાજ્યમાં થઈને વહે છે. આ નદીની કુલ લંબાઈ ૧૦૫ કિ.મી. અને સ્ત્રાવ વિસ્તાર (કૅચમેન્ટ એરિયા) ૧૫૧૮ ચોરસ કિ.મી. જેટલો છે.[1] તેનો ઉદ્ભવ સોનગઢ તાલુકાના ડોસવાડા ગામની ઉપરવાસમાં આવેલા જંગલ વિસ્તારમાંથી થાય છે. આ નદી પર ડોસવાડા ગામ નજીક એક નાનો બંધ બાંધવામાં આવેલ છે. આ નદીનો અંત અરબી સમુદ્રમાં ઉભરાટ નજીક આવેલા દાંતી ગામ પાસે થાય છે. તેનો ઉપયોગ ખાસ તો સીંચાઇ માટે કરવામાં છે, તેના ઉપર ૩ નાના-મોટા ચેકડેમ બાંધવામાં આવ્યા છે. આ નદી વાંકાચુકા વળાંકો વાળી હોવાથી તેના પર વાહન-વ્યવહારના લગભગ ૧૪ જેટલા પુલો આવેલા છે. મીંઢોળા નદીને કીનારે બાજીપુરા, બારડોલી, મલેકપુર જેવા ગામો વસ્યા છે.
મીંઢોળા નદી | |
---|---|
મીંઢોળા નદી | |
સ્થાન | |
જિલ્લાઓ | તાપી અને સુરત |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | |
• સ્થાન | અરબી સમુદ્ર |
લંબાઇ | ૧૦૫ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | અરબી સમુદ્ર |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મહત્વનાં સ્થળો | બારડોલી, બાજીપુરા, મલેકપુર |
ગાંધીજીના નેતૃત્વમાં કરવામાં આવેલા મીઠાના સત્યાગ્રહ હેઠળ આયોજીત દાંડી યાત્રાના માર્ગમાં આ નદી આવતી હતી. સત્યાગ્રહીઓને નદી પાર કરાવવા માટે કપલેથા ગામના લોકોએ પોતાના ગાડાઓને નદીના પટમાં મૂકી હંગામી પુલ બનાવ્યો હતો.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.