ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ
ભારતીય રાજ્યોના અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ / From Wikipedia, the free encyclopedia
ભારત દેશમાં મુખ્ય મંત્રી ૨૮ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશો (દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને પોંડીચેરી) ની સરકારોના મુખ્ય નેતા છે. ભારતના બંધારણ અનુસાર રાજ્યપાલ (ગવર્નર) રાજ્ય સરકારના કાયદેસરના વડા છે, પરંતુ અમલી સત્તા મુખ્ય મંત્રી પાસે રહે છે. વિધાન સભાની ચૂંટણી પછી રાજ્યપાલ બહુમતી બેઠકો ધરાવતા પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે. રાજ્યપાલ મુખ્યમંત્રીને નિયુક્ત કરે છે, જેનું મંત્રી મંડળ સંયુક્ત રીતે વિધાનસભાને જવાબદાર છે. જો સરકારને વિશ્વાસનો મત હોય ત્યાં સુધી મુખ્ય મંત્રીના પદની લંબાઇ ૫ વર્ષ છે. મુખ્ય મંત્રીના પદ પર વ્યક્તિ કેટલા વખત રહી શકે તેની કોઇ મર્યાદા નથી.[1]