બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય
ઉત્તર ગુજરાત, ભારતમાં આવેલું અભયારણ્ય From Wikipedia, the free encyclopedia
ઉત્તર ગુજરાત, ભારતમાં આવેલું અભયારણ્ય From Wikipedia, the free encyclopedia
બાલારામ-અંબાજી વન્યજીવ અભયારણ્ય ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ અભયારણ્ય છે.
બાલારામ-અંબાજી વન્યજીવ અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) | |
બાલારામ-અંબાજી વન્યજીવ અભયારણ્યમાંથી પસાર થતો રસ્તો | |
સ્થળ | બનાસકાંઠા જિલ્લો, ગુજરાત, ભારત |
નજીકનું શહેર | પાલનપુર |
અક્ષાંશ-રેખાંશ | |
વિસ્તાર | ૫૪૨.૦૮ ચો. કિમી |
સ્થાપના | ૭ ઓગસ્ટ ૧૯૮૯ |
નિયામક સંસ્થા | ગુજરાત રાજ્ય વનવિભાગ |
gujaratforest |
આ અભયારણ્યની સ્થાપના ૭ ઓગસ્ટ ૧૯૮૯માં કરવામાં આવી હતી.[1] અહીં રીંછ, નીલ ગાય અને ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ અભયારણ્ય અંબાજીથી દાંતા થઇને પાલનપુર જવા ના રસ્તા પર, અંબાજીથી બાલારામ જવાના રસ્તા આસપાસ, તથા અંબાજીની આસપાસ આવેલ છે. (નકશો જુવો). આ અભયારણ્યમાંથી બાલારામ નદી વહે છે.
આ અભયારણ્ય રાજસ્થાનના થારના રણને ગુજરાત તરફ આગળ વધતુ અટકાવવામાં બહુ મોટો ફાળો આપી રહ્યુ છે.[2] અહીનું અદ્વિતિય પર્યાવરણ ૧૦૭ જેટલા વૃક્ષોના, ૫૮ જેટલા છોડના ૨૧૯ જેટલા ઔષધના, ૪૦ જેટલા ઘાસ અને ૪૯ જેટલા લતાના એમ કુલ મળીને ૪૮૩ જેટલા વનસ્પતિના વૈવિધ્યને સંઘરી રહ્યુ છે. મોડદ, ખૈર, ધાવડો, સાલેડી, કડાયો, ટીમરુ, ખાખરો, બોર, દેશી બાવળ, બીલી, દુધી, ગોલર, કાંજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન સાદડ, જાંબુ અને બેહડા એ અહીયા સામાન્ય પણે જોવા મળતી વનસ્પતિ છે.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.