દક્ષિણ-પુર્વ એશીયામાં આવેલો એક દેશ From Wikipedia, the free encyclopedia
મ્યાન્માર, મ્યાંમાર, અથવા બ્રહ્મદેશ એશિયાનો એક દેશ છે. આનું ભારતીય નામ બ્રહ્મદેશ છે. આનું પ્રાચીન અંગ્રેજી નામ બર્મા હતું જે અહીંની સર્વાધિક માત્રા માં વસતિ જાતિ બર્મીના નામ પર રખાયું હતું. આની ઉત્તરમાં ચીન, પશ્ચિમમાં ભારત, બાંગ્લાદેશ તથા હિન્દ મહાસાગર તથા દક્ષિણ તથા પૂર્વની દિશામાં ઇંડોનેશિયા દેશ સ્થિત છે. આ ભારત તથા ચીનની વચ્ચે એક રોધક રાજ્યનું પણ કામ કરે છે. આની રાજધાની નાએપ્યીડૉ અને સૌથી મોટું શહેર દેશની જુની રાજધાની યાંગૂન છે, જેનું પૂર્વનું નામ રંગૂન હતું.
બર્મી ભાષામાં, બર્માને મ્યનમાહ કે પછી બામા નામથી ઓળખાય છે. બ્રિટિશ રાજ પછી આ દેશ ને અંગ્રેજી માં બર્મા કહેવામાં આવ્યો. સન ૧૯૮૯માં દેશની સૈનિક સરકારે પ્રાચીન અંગ્રેજી નામોને બદલીને પારંપરિક બર્મી નામ કરી દીધાં. આ રીતે બર્માને મ્યાન્માર અને પૂર્વ રાજધાની અને સૌથી મોટા શહેરને યાંગૂન નામ દેવાયું.
બર્મા દક્ષિણ પુર્વ એશિયાનો સૌથી મોટો દેશ છે, જેનું કુલ ક્ષેત્રફળ ૬,૭૮,૫૦૦ ચોરસ કિલોમીટર છે. બર્મા વિશ્વનો ચાલીસમો સૌથી મોટો દેશ છે. બર્માની ઉત્તર પશ્ચિમી સીમાઓ ભારતના મિઝોરમ, નાગાલેંડ, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને બાંગ્લાદેશના ચિત્તાગોંગ પ્રાંતને મળે છે. ઉત્તરમાં દેશની સૌથી લાંબી સીમા તિબેટ અને ચીનના ઉનાન પ્રાંતની સાથે છે. બર્માની અગ્નિમાં લાઓસ અને થાઇલેન્ડ દેશ છે. બર્માની કિનારપટ્ટી (૧,૯૩૦ કિલોમિટર) દેશની કુલ સીમા ના એક તૃતિયાંશ છે. બંગાળ ની ખાડી અને આંદામાન સમુદ્ર દેશની દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણમાં ક્રમશઃ પડે છે. ઉત્તર માં હેંગડુઆન શાન પર્વત ચીનની સાથે સીમા બનાવે છે.
બર્મામાં ત્રણ પર્વત શ્રૃંખલાઓ છે જે હિમાલયથી શરૂ થઈ ઉત્તરથી દક્ષિણ દિશામાં ફેલાયેલી છે. આના નામ છે રખિને યોમા, બાગો યોમા અને શાન ઉચ્ચ પ્રદેશ. આ શ્રૃંખલા બર્માને ત્રણ નદી તંત્રમાં વહેંચે છે. આના નામ છે યારવાડી, સાલવીન અને સીતાંગ યારવાડી બર્માની સૌથી લાંબી નદી છે. આની લંબાઈ ૨,૧૭૦ કિલોમીટર છે. મરતબનની ખાડીમાં મળતા પહેલાં આ નદી બર્માની સૌથી ઉપજાઉ ભુમિથી ગુજરે છે. બર્માની અધિકતર જનસંખ્યા આજ નદી ના ખીણ પ્રદેશમાં નિવાસ કરે છે જે રખિને યોમા અને શાન ઉચ્ચ પ્રદેશની વચ્ચે સ્થિત છે. દેશનો અધિકતમ ભાગ કર્ક રેખા અને ભૂમધ્ય રેખાની વચ્ચે સ્થિત છે. બર્મા એશિયા મહાદ્વીપના મોનસૂન (મોસમી) ક્ષેત્ર માં સ્થિત છે, વાર્ષિક અહીનાં તટ ક્ષેત્રોમાં ૫૦૦૦ મિલીમીટર, ડેલ્ટા ભાગ માં લગભગ ૨૫૦૦ મિલીમીટર અને મધ્ય બર્મા ના શુષ્ક ક્ષેત્રોમાં ૧૦૦૦ મિલીમીટ વર્ષા થાય છે.
બર્મા ને સાત રાજ્ય અને સાત મંડળમાં વિભાજિત કરાયો છે. જ્યાં બર્મી લોકોની જનસંખ્યા અધિક છે તેને મંડળ કહે છે. રાજ્ય તે મંડળ છે, જે કોઈ વિશેષ જાતીય અલ્પસંખ્યકોનું ઘર હોય.
મંડળ
રાજ્ય
બર્મા વિશ્વના એ ત્રણ દેશોમાં શામિલ છે, જે આંતરરાષ્ટીય એકમ પદ્ધતિનો કરતાં ઉપયોગ નથી.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.