![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a4/Prag_Mahal.jpg/640px-Prag_Mahal.jpg&w=640&q=50)
પ્રાગ મહેલ
From Wikipedia, the free encyclopedia
પ્રાગ મહેલ એ ભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૯મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી (ત્રીજા)એ ૧૮૬૫માં કરાવી હતી.[1][2]. આની સંરચના કર્નલ હેનરી સેંટ વીલ્કીન્સ દ્વારા ઈટાલિયન ગોથીક શૈલીમાં કરવામાં આવી હતી[3]. આ મહેલના બાંધકામ માટે ઘણાં ઈટાલિયન કારીગરો તેડાવવામાં આવ્યા હતા.[2] આ કારીગરોને મહેનતાણું સોનાના સિક્કાઓમાં આપવામાં આવતું.[4] મહેલના બાંધકમનો ખર્ચ તે સમયે ૩૧ લાખ રુપિયા આવ્યો[2] અને તેનું બાંધકામ ૧૮૭૯માં ખેંગારજી (ત્રીજા)ના રાજમાં પૂર્ણ થયું.[1][5][6] સ્થાનિક કચ્છી કારીગરો પણ આ મહેલનાં બાંધકામમાં શામેલ હતાં.[7]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a4/Prag_Mahal.jpg/640px-Prag_Mahal.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/98/Prag_Mahal4.jpg/640px-Prag_Mahal4.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c7/Prag_Mahal7.jpg/640px-Prag_Mahal7.jpg)