From Wikipedia, the free encyclopedia
પેરુ, જમરૂખ અથવા જામફળ (પેરુડી, જમરૂખડી કે જામફળીનું વૃક્ષ) વૈજ્ઞાનિક વર્ગીકરણ મુજબ મિર્ટેસી કુળ ()ની પ્રજાતિ સાઇડિયમ (Psidium જેનો લેટિનમાં અર્થ થાય છે દાડમ[2])નું સભ્ય છે. આ વનસ્પતિ નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. પ્રજાતિ સાઇડિયમ આસરે ૧૦૦ જેટલી જાતિઓ ધરાવે છે જે મોટે ભાગે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ક્ષુપ કે નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. આ ફળ મેક્સિકો, મધ્ય અમિરિકા અને દક્ષીણ અમેરિકાના ઉત્તરીય ભાગનું વતની છે. આજકાલ પેરુનું વાવેતર સમગ્ર ઉષ્ણ કટિબંધ અને સમષીતોષ્ણ કટિબંધ જેવા ક્ષેત્રો જેમકે દક્ષીણપૂર્વી એશિયા, હવાઈ, કેરેબિયન, ફ્લોરિડા અને આફ્રિકામાં કરવામાં આવે છે
પેરુ | |
---|---|
એપલ પ્રકારનું પેરુ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | વનસ્પતિ |
Division: | Magnoliophyta |
Class: | Magnoliopsida |
Subclass: | Rosidae |
Order: | Myrtales |
Family: | Myrtaceae |
Subfamily: | Myrtoideae |
Tribe: | Myrteae |
Genus: | સાઇડીયમ (Psidium) L.[1] |
Species | |
About 100, see text | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
Calyptropsidium O.Berg |
સૌથી સામાન્ય રીતે મળી આવતાં પેરુની જાતિ એ "એપલ ગ્વાવા" એટલે કે "સફરજન પેરુ" (Psidium guajava) તરીકે ઓળખાતી જાતિ છે[સંદર્ભ આપો].
મિર્ટોઇડી ગોત્રના લક્ષણો પેરુડીમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે, જેમકે જાડા અને ઘાટા પર્ણો કે જે સામસામે ગોઠવાયેલા હોય છે અને સાદા, લાંબા કે લંબગોળાકાર, અને ૫-૧૫ સેમી લાંબા હોય છે. પુષ્પો સફેદ, પાંચ દલપત્ર (પાંખડી) વાળા અને અસંખ્ય પુંકેસર ધરાવતા હોય છે.
પેરુને અંગ્રેજીમાં ગ્વાવા કહે છે આ નામ અરવાક ભાષાના શબ્દ ગ્વાયાબો અર્થાત્ પેરુનું ઝાડ પરથી ઉતરી આવ્યો છે. ગ્વાયાબો શબ્દ સ્પેનિશમાં જઈ ગ્વાયાબા બન્યો અને તે રોમન મૂળની યુરોપીય ભાષા જેમકે રોમેનિયન, સ્વીડીશ, ડેનિશ અને નોર્વેજીયન ભાષામા ગ્વાવા તરીક્કે વપરાયો ગ્રીક (Γκουάβα) અને રશિયન (Гуава)માં તેને ગ્વાવે (ડચ અને જર્મન), ગોયાવે , ફ્રેંચમાં ગુજવા, પોલીશમાં, 'ગોઈઆબા કહે છે.
યુરોપ બહાર અરેબિક ભાષામાં તેને જવાફા કે ગવાફા (جوافة), જાપાની ભાષામાં ગુઆબા (グアバ), તમિળમાં કોઈયા (கொய்யா), ટોંગન માં કુઆવા કહે છે.
આ ફળનું એક અન્ય નામ પેર પરથી પણ શરૂ થાય છે આ નામ ભારતીય ઉપમહાદ્વીપના પશ્ચિમમાં પ્રચલિત છે. આ શબ્દ સ્પેનિશ ફળ પેર પરથી ઉતરી આવ્યો હોય તેમ લાગે છે. આ ફળ આ ક્ષેત્રમં એટલું ફેલાયેલું છે કે તેનું મૂળ શોધી શકાતું નથી. મલયાલમ, સિંહાલી અને સ્વાહીલી ભાષામાં તેને પેરા કહે છે. મરાઠીમાં તેને પેરુ (पेरू), બંગાળીમાં પેરાહ (পেয়ারা), કન્ન્ડમાં પીરાલેય ('ಪೇರಲೆ') કે સીબી કાય ('ಸೀಬೇಕಾಯಿ ') અને ધીવેદી ભાષામાં ફેયુરુ કહે છે. તેલુગુ ભાષામાં તેને "જામ કાય" અને ઉડિયા ભાષામાં પીજુલી કહે છે. હિંદીમાં તેને અમરુદ ('अमरुद', 'امرود') કહે છે.
સાઇડિયમ પ્રજાતિના વૃક્ષોનો ઉપયોગ ઘણી ઈયળો અને ફુદા દ્વારા ખોરક તરીકે કરવામાં આવે છે. ઉંધઈ જેવા અમુક જીવાતો સાઇડિયમ વૃક્ષોને લકવો મારતી હોય છે. એરવિનીયા સાઇડી નામના જીવાણુઓ એપલ ગ્વાવાને સડો લાગુ કરે છે.
ફળ માત્ર માનવો જ નહીં પણ ઘણા પક્ષીઓ અને સસ્તનોને પણ ભાવે છે. આ ફળનો આટલો વ્યાપ પણ આ વસ્તુને આભારી છે કેમકે પક્ષીઓ અને પ્રાણીઓ તેમણે આરોગેલા ગળોના બીજ તેમના મળમાં ફેલાવે છે.
હવાઈ સહીત ઉષ્ણ કટિબંધના અમુક ક્ષેત્રોમાં પેરુની અમુક પ્રજાતિઓ (સ્ટ્રોબ્રી ગ્વાવા અને પી. લીટ્ટોરેલ ) આક્રમણકારી પ્રજાતિ આક્રમણકારી બની ગઈ છે. અમુક હદે સાદા પેરુ એપલ ગ્વાવા પણ આક્રમણકારી બન્યા છે. જયારે પેરુની અમુક પ્રજાતિઓ લુપ્ત પ્રાયઃ છે. અમુક પ્રજાતિ તો લુપ્ત થઈ ગઈ છે જેમકે જેમૈકા ગ્વાવા
હવાઈ ક્ષેત્રમાં પેરુના લાકડાનો ઉપયોગ માંસ પકવવા માટે થાય છે. સમગ્ર યુ.એસ.એ. માં બર્બેક્યુ (એક પ્રકારનો ચૂલો) શરતમાં તે વપરાય છે. ક્યુબામાં આના પાંદડા પણ બાર્બેક્યૂમાં વપરાય છે. જે માંસને એલ વિશિષ્ટ ગંધ આપે છે.
ઉષ્ણ કટિબંધ અને સમષીતોષ્ણ કટિબંધના ક્ષેત્રોમાં આ વૃક્ષના ખાવાલાયક ફળો માટે તેની ખેતી કરવામાં આવે છે. અમુક જાતેના પેરુ ધંધાદારી રીતે વાવવામાં આવે છે. તેમાં એપલ પેરુ ના સૌથી સામાન્ય છે. તેના રોપ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સ્રળતાથી મળે છે. .
પાકટ વૃક્ષો ઠંડીને સહન કરી શકે છે, ૫ ડિગ્રી સે. જેટલું નીચું ઉષ્ણતામાન સહન કરી જાય છે. જોકે નાના રોપ તે સહન કરે શકતાં નથી. ઉત્તર્ પાકિસ્તાન માં રાત્રે ઉષ્ણતામાન ૫ ડિગ્રી સે. જેટલું નીચું જાય છે પન ત્યાં પેરુના વૃક્ષો અસ્તિત્વ જાળવી રાખે છે. અમુક પ્રજાતિઓ દા.ત. સ્ટ્રોબેરી પેરુ ટૂંકા ગાળા માટે શૂન્યથી નીચે ના ઉષ્ણતામાન પણ સહન કરી શકે છે.
ઉષ્ણ કટિબંધમાં લોકો આ વૃક્ષને પોતાના આંગણામાં પણ રોપે છે. બીજમાંથી વિકસતું વૃક્ષ બે વર્ષમાં ફળો આપવાનું ચાલુ કરી દે છે.
ખેતીવાડી વાળાઓ સામાન્ય રીતે પેરુ અને પેરુડી (જામફળી, વૃક્ષ)થી ઓળખાવે છે.
પેરુનું ફળ તેની પ્રજાતી અનુસાર લગભગ ૪ થી ૧૨ સેમી જેટલું ગોળાકારે મોટું હોય છે. આની બાહ છાલ ખરબચડી હોઈ સહેજ કડવાશ પડતી કે નરમ કે મીઠી પણ હોય છે. પેરુની જાત અનુસાર તેની છાલની જાડાઈ બદલે છે. કાચું હોય ત્યારે તેની છાલ લીલી અને પકી ગયાં પછી તે પીળી, રાતી કે પોપટી બની જાય છે.
પેરુની સુગંધ લીંબુને મળતી આવે છે પણ તેટલી તીવ્ર નથી હોતી. આનું ગર મીઠું કે ખાટું હોઈ શકે છે. તેનો રંગ સફેદ કે ગુલાબી હોઈ શકે છે. તેના બીયાં ની સંખ્યા અને કઠિણાઈ પેરુની જાત અનુસાર વધે ઘટે છે.
હવાઈમાં પેરુને સોય સોસ અને વિનેગર સાથે ખવાય છે. ક્યારેક ક્યારેક તેમાં ચપટી સાકર અને મરી પન ઉમેરવામાં આવે છે. પેરુને કાપીને આ સોસમાં ડુબાડવામાં આવે છે.
પાકિસ્તાન અને ભારતમાં આ ફળોને એમજ ખવાય છે. પ્રાય:તેની ઉપરથી બે કાપા પાડી ચાર ચીરી બનાવીને તેના ઉપર મીઠું મરચું ભભરાવીને ખવાય છે. રેંકડીવાળા આવી રીતે કાપીને મીઠું મરચું ભભરાવીને પેરુ આપે છે. ભરતમાં સંચળ ભભરાવેની પણ પેરુ ખવાય છે
ફીલીપાઈન્સમાં સીનીગેન્ગ નામની વાનગી બનાવવા પાકા પેરુનો ઉપયોગ થાય છે.
આમાંથી ભોજન પછી ખવાતી મીઠાઈ કે ફ્રુટ સલાડ પણ બને છે. એશિયામાં પેરુની ફાડને પ્રુન પાવડર કે મીઠામાં ડુબાડીને સાચવવામાંઅ આવે છે
આ ફળમાં વધુ પ્રમાણમાં પેક્ટિન નામનું દ્રવ્ય હોવાથી તેનો ઉપયોગ કેન્ડી, જેલી, જામ, માર્માલેંડ બનાવવામાં ઉપયોગ છે. આ સિવાય ફળોના રસ અને અગોસ ફ્રેસ્કાસ બનાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે.
હવાઈ, ક્યુબા, કોસ્ટા રિકા, પ્યુટોરિકો, કોલમ્બીયા, વેનેઝુએલા, ઈજિપ્ત, મેક્સિકો અને દક્ષીણ આફ્રીકામાં પેરુનો રસ ઘણો પ્રચલિત છે.
લાલ કે ગુલાબી પેરુઓનો ઉપયોગ સોસ અને અન્ય ખારા પદાર્થો બનાવવા માટે થાય છે. ખાસ કરીને ટમેટાં ના અમ્લીય ગુણો પ્રત્યે સંવેદનશીલ લોકોની રસોઈ માં ગ્રેવીના આધાર તરીકે બનાવવા માટે.એશિયામાં પેરુના ફળો અને પાંદડા ઉમેરીને એક પેય બનાવવામાં આવે છે.બ્રાઝિલમાં ચા-ડી-ગોઈયાબેરિયાનામનું એક પેય બનવાય છે જેનો અર્થ થાય છે પેરુના પાંદડાની ચા. આ ચા વૈદકેય ગુણો ધરાવે છે.
પેરુ પાચક રેષા અને વિટામિન A તથા C, ફોલીક એસીડ અને પોટેશિયમ, મેંગેનિઝ અને તાંબુ પાચક ક્ષારો માં સમૃદ્ધ છે. આ ફળ ઓછી કેલેરી અને વધુ પોષક તત્વો ધરાવતા ફળ તરીકે જાણીતું છે. આ ફળમાં એક સંતરા કરતાં ચાર ગણું વધારે વિટામિન C હોય છે. [3]
પેરુની જાત પ્રમાણે તેના પોષક તત્વોનું પ્રમાણે બદલાય છે. સ્ટ્રોબેરી પેરુના પ્રતિ એક ખોરાક ભાગમાં ૯૦ મિ. ગ્રામ. વિટામિન સી હોય છે. આ પ્રમાણ સામાન્ય પેરુની પ્રજાતીઓ કરતાં ૨૫% વધુ હોય છે. આના એક ભાગનો ખોરાક આદર્શ ભોજન સંહિતા અનુસાર જરૂરી એવી પુખ્ત વયના વ્યક્તિની વિટામિન સી સંબંધી જરૂરિયાતને પૂરી કરે છે. [4]
પેરુ કેરોટીનોઈડ અને પોલીફીનોલ્સ જેમકે ગેલોકેટિચીન[5] ગ્વાઈજાવેરીન,લ્યુકોસાયનીડીન અને એમ્રીટોસાઈડ[6] – જેવા પ્રમુખ શ્રેણીના એન્ટીઓક્સિડેન્ટ કણો ધરાવે છે. આમ તે વનસ્પતિ ખોરાકમાં વધુ એન્ટી ઓક્સિડેન્ટ ધરાવતું એક ફળ છે. [7] આ કણોજ પેરુની છાલ કે ગરને રંગ આપતાં હોય છે, આથી લાલ ઇએ ગુલાબી રંગ ધરાવતાં પેરુ પીળા કે લીલા પેરુ કરતાં વધુ પ્રમાણમાં પોલીફીનોલ કેરોટીનોઈડ, પ્રો વિટામિન એ, રેટિનોઈડ જેવા એન્ટી ઓક્સિડેન્ટ કણો ધરાવે છે.[8]
સામાન્ય પેરુ, ૧૬૫ ગ્રામનો વ્યક્તિગત ભાગ | |
---|---|
શક્તિ (કેલેરી) | ૧૧૨ |
પાણી | ૧૩૩ ગ્રામ |
રેશા | ૮.૯ ગ્રામ (૩૬%) |
પ્રોટીન | ૪.૨ ગ્રામ (૮%) |
ચરબી | ૧.૬ ગ્રામ (૨%) |
રાખ | ૨.૩ ગ્રામ |
કાર્બોહાઈડ્રેટ (કાંજી કે સ્ટાર્ચ) | ૨૩.૬ ગ્રામ (૮%) |
કેલ્શિયમ | ૩૦ મિ. ગ્રામ (૩%) |
ફોસ્ફરસ | ૬૬ મિ. ગ્રામ (૭%) |
લોહ | ૦.૪ મિ. ગ્રામ (૨%) |
પોટેશિયમ | ૬૮૮ મિ. ગ્રામ (૨૦%) |
તાંબુ | ૦.૪ મિ. ગ્રામ (૧૯%) |
બીટા-કેરોટિન (વિટામીન A) | ૧૦૩૦ IU (૨૧%) |
એસ્કોર્બિક એસિડ (વિટામીન C) | ૩૭૭ મિ. ગ્રામ (૬૨૮%) |
થાયમીન (વિટામીન B૧) | ૦.૧ મિ. ગ્રામ (૭%) |
રાઈબોફ્લેવીન (વિટામીન B૨) | ૦.૧ મિ. ગ્રામ (૪%) |
નાયસીન (વિટામીન B૩) | ૧.૮ મિ. ગ્રામ (૯%) |
ફોલીક એસિડ | ૮૧ મિ. ગ્રામ (૨૦%) |
% Daily Value in parentheses. પોષણ સંબંધી માહિતી સ્ત્રોત: US Department of Agriculture National Nutrient Database from Nutritiondata.com
૧૯૫૦થી પેરુ, ખાસ કરીને તેના પાંદડા અને તેમાં રહેલા રાસાયણિક તત્વોની ઓળખ, વૈદકીય ગુણધર્મો અને ઐતિહાસિક ડોશીમાનું ઘરવૈદુ પર સંશોધન ચાલુ છે.[9] મોટા ભાગનું સંશોધન સર્વ સામાન્ય એવા એપલ પેરુ પ્ર ચાલુ છે કેમકે બાકીની પ્રજાતિઓ અજ્ઞાત છે. પેરુના પાંદડા અને ચૃક્ષની છાલ કેંસર, જીવાણું સંક્રમણ, બળતરા અને દર્દ જેવી વ્યાધિઓમાં ઉપયોગિ સાબિત થયું છે.[10] Essential oils from guava leaves display anti-cancer activity in vitro.[11]
ડોશીમાના વૈદુમાં પેરુના પાનનો ઉપયોગ ડાયરિયાના ઈલાજ માટે [12] અને, તેના થડની છાલ નો ઉપયોગ જીવાણુ વિરુદ્ધ એસ્ટ્રીન્જન્ટ તરીકે થાય છે. પેરુના પાંદડાનો ઉપયોગ મધુપ્રમેહના ઉપયોગ માટે થાય છે.[13][14] ટિનિડાડમાં પેરુના વૃક્ષના પાનની ચાનો ઉપયોગ દાયરિયા, ડીસેન્ટ્રી અને તાવના ઈલાજ માટે થય છે.[15]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.