From Wikipedia, the free encyclopedia
એવરેમ નોઆમ ચોમ્સ્કી (ઢાંચો:PronEng; જન્મ ડિસેમ્બર 7, 1928) અમેરિકન ભાષાશાસ્ત્રી, દાર્શનિક,[૧][૨] વિદ્વાન વિજ્ઞાની, અને રાજકીય ચળવળકાર છે. તેઓ ઈન્સ્ટિટ્યુટ પ્રોફેસર અને માસેચ્યુએટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ખાતે ભાષાવિજ્ઞાનના પ્રતિષ્ઠિત પ્રોફેસર છે.[૩] શિક્ષણવિદો અને વિક્ષાની સમૂહમાં ચોમ્સ્કી આધુનિક ભાષાશાસ્ત્રના જનક પૈકીના એક તરીકે જાણીતા છે.[૪][૫][૬] 1960ના દસકાથી તેઓ રાજકીય અસંતુષ્ટ અને બળવાખોર તરીકે વધારે જાણીતા બન્યા.[૭]
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
નોઆમ ચોમ્સ્કી | |
---|---|
જન્મ | ૭ ડિસેમ્બર ૧૯૨૮ East Oak Lane, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા |
અભ્યાસ | Doctor of Philosophy |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | તત્વજ્ઞાની, linguist, વિશ્વવિદ્યાલયના શિક્ષક, લેખક, philologist |
સંસ્થા | |
જીવન સાથી | Carol Chomsky |
માતા-પિતા | |
પુરસ્કારો |
|
વેબસાઇટ | https://chomsky.info/ |
સહી | |
પદની વિગત | પ્રાધ્યાપક (૧૯૫૫–) |
1950ના દસકામાં ચોમ્સ્કીએ જનનાત્મક વ્યાકરણના તેમના સિદ્ધાંતને વિકસાવવાનું શરૂ કર્યું, કે જે સંખ્યાબંધ સુધારેલી આવૃત્તિઓમાંથી પસાર થયું અને તેની ભાષાવિજ્ઞાન પર ગહન અસર હતી. ભાષાના અભ્યાસ "તમામ માણસો સમજી શકે તેવા સહજ ભાષાશાસ્ત્રીય સિદ્ધાંત", "ભાષાના વિદ્યાર્થીનો પ્રારંભિક તબક્કો," અને "સૌથી વધુ સંભવિત કાર્યપદ્ધતિઓ મારફતે ભાષાકીય વૈવિધ્યના પ્રમાણ."[૮] પર ભાર મૂકતો તેમનો અભિગમ સર્વ સામાન્ય વ્યાકરણ તરીકે ઓળખાય છે. 1957ના પદવિન્યાસ માળખા માં તેમણે આ તમામ વિચારો વર્ણવ્યા છે, કે જે બાદમાં પરિવર્તનીય વ્યાકરણના જમીની કાર્ય તરફ દોરી ગયુ હતું. સર્જનાત્મક ક્ષમતા સંદર્ભે યાંત્રિક ભાષાઓના વર્ગીકરણ ચોમ્સ્કી સ્તરીકરણની પણ તેમણે સ્થાપના કરી. 1959માં ચોમ્સ્કીએ વ્યાપક અસર ધરાવતી બી. એફ. સ્કિનરના સૈદ્ધાંતિક પુસ્તક મૌખિક વર્તન ની સમીક્ષા કરી, કે જે ભાષાનું સક્રિય, પ્રભાવી વિશ્લેષણ આપવાનો વર્તનશાસ્ત્રીનો પ્રથમ પ્રયાસ હતો. તેમની સમીક્ષાઓ અને અન્ય લખાણોમાં, તે સમયના વર્તન પ્રભુવત્વવાળા અભ્યાસોના અભિગમ વર્તનવાદને ચોમ્સ્કીએ સ્પષ્ટતાથી અને આક્રમકતાથી પડકાર્યો હતો અને માનસશાસ્ત્રમાં ચિંતનાત્મક ક્રાંતિ અંગે યોગદાન આપ્યુ હતું. [૯] ભાષાના અભ્યાસ અભિગમમાં [૧૦]તેમના કુદરતી અભિગમે ભાષાની ફીલસૂફી અને મનને પ્રભાવિક કર્યા હતા.[૮]
વિયેટનામ યુદ્ધના તેમના વિરોધની શરૂઆત તેમના 1967 નિબંધ "ધી રીસ્પોન્સિબિલિટી ઓફ ઈન્ટેલેક્ચ્યુઅલ્સ" સાથે થઈ અને બાદમાં ચોમ્સ્કીએ પોતાની જાતને અમેરિકી વિદેશ અને ગૃહ નીતિના અગ્રણી ટીકાકાર તરીકે સ્થાપિત કર્યા. ત્યારથી તેઓ આખાબોલા રાજકીય ટીકાકાર અને સમર્પિત ચળવળકાર બન્યા; તેઓ સ્વ-ઘોષિત બળવાખોર-મજૂરસંઘવાદી[૧૧] અને ઉદાર સમાજવાદી છે. તેમની સામાજિક ટીકામાં સમૂહ માધ્યમોના વિશ્લેષણનો પણ સમાવેશ થાય છે; તેમના Manufacturing Consent: The Political Economy of the Mass Media (1988), એડવર્ડ એસ. હર્મન સાથે સંયુક્ત રીતે લખાયેલ, માધ્યમો અને તેમના હેતુને ચકાસવા પ્રોપગેન્ડા મોડેલ સિદ્ધાંતને બનાવવામાં આવ્યો હતો.
1992માં કલા અને માનવીય ગણના સૂચકાંક મુજબ, તે સમયના કોઈપણ જીવિત વ્યક્તિ કરતાં વધારે વખત 1980-1992 દરમિયાન કોમ્સ્કીને સ્રોત તરીકે ટાંકવામાં આવતા હતા, અને સૌથી વધારે વખત ટાંકવામાં આવતા આઠમા સ્રોત હતા.[૧૨][૧૩][૧૪] અગ્રણી સાંસ્કૃતિક વ્યક્તિ તરીકે પણ તેઓની ગણના થાય છે.[૧૫] આ સમયે જ અમેરિકી વિદેશ નીતિના અગ્રણી ટીકાકાર તરીકેની તેમની ઓળખે તેમને વિવાદાસ્પદ બનાવ્યા.[૧૬]
ફીલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયાની પડોશમાં પૂર્વ ઓક લેનના સમૃદ્ધ યહૂદી માતા-પિતાના ઘરે 7 ડિસેમ્બર, 1928ની સવારે કોમ્સ્કીનો જ્ન્મ થયો હતો, તેઓ ગ્રેટ્ઝ કોલેજ ખાતે હીબ્રૂના નામી પ્રાધ્યાપક અને આઇડબલ્યુડબલ્યુ (ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ ઓફ ધી વર્લ્ડ)ના સભ્ય વિલિયમ ચોમ્સ્કી (1896–1977)ના પુત્ર, યુક્રેઈનના વતની હતા. તેમની માતા એલ્સિ ચોમ્સ્કી હાલના બેલારૂસની વતની હતી અને તેમના પતિ કરતાં વિપરિત યુનાઈટેડ સ્ટેટ્સમાં તેનો ઉછેર થયો હતો અને "સામાન્ય ન્યૂ યોર્ક ઈંગ્લિશ" તેઓ બોલતા હતા. તેમની પ્રથમ ભાષા યિદ્દીશ હતી,[૧૭] પણ ચોમ્સ્કી કહેતા કે આ ભાષા બોલવી તે તેમના પરિવારની પરંપરા છે.[૧૭] તેઓ તેમના પરિવારને એક પ્રકારના "સંકુચિત યહૂદી વાડામાં રહેનાર," "યિદ્દીશ બાજુ" અને "હીબ્રૂ બાજુ,"માં વિભાજિત અને પાછલી બાજુ સાથે વધારે જોડાણ ધરાવનાર તથા તેને ઉછેરમાં જ "હીબ્રુ સાહિત્ય અને સંસ્કૃતિ આત્મસાત કરાવનાર" તરીકે વર્ણવે છે. ચોમ્સ્કી તેણે પોતે અંગત રીતે 1930ના મધ્ય-દસકામાં આઈરિશ કેથોલિકો અને જર્મન કેથોલિકો તથા યહૂદીવાદ-વિરોધીઓ સાથે અનુભવેલા તણાવનું પણ વર્ણન કરે છે. નાઝીઓના હાથમાં પેરિસની ઉજવણીમાં યોજાયેલી જર્મન-અમેરિકન "બીઅર પાર્ટી"નું પણ તે સ્મરણ કરે છે.[૧૮] 1980ના દસકામાં મધ્ય અમેરિકાના ખ્રિસ્તિ સંપ્રદાયના મકાનમાં રોકાવાની વક્રતાની ચર્ચામાં ચોમ્સ્કીએ સમજાવ્યુ હતું કે બાળપણ દરમિયાન, "આસપાસમાં અમે એકલા જ યહૂદી પરિવાર હતા. કેથોલિકોથી હંમેશા ફફડતા રહીને હું મોટો થયો. તેઓ એવા લોકો છે કે જે શાળાએ જવાના રસ્તામાં તમને મારે છે. તેથી, તેઓ જ્યારે પેલા મકાનમાંથી બહાર આવીને ગલીમાં પહોંચે કે જે ખ્રિસ્તિ શાળા હતી ત્યારે હું સમજી જતો કે, તેઓ યહૂદી વિરોધી બકવાસ કરી રહ્યા હતા. તેથી બાળપણની સ્મૃતિઓમાંથી બહાર આવતાં લાંબો સમય લાગ્યો."[૧૯]
ચોમ્સ્કી પોતાના પ્રથમ લેખને યાદ કરતાં જણાવે છે કે, તે લેખ 10 વર્ષની ઉંમરે લખાયો હતો અન તે સમયે તેઓ ઓક લેન કન્ર્ટી ડે સ્કૂલ ખાતે વિદ્યાર્થી હતા. આ લેખ સ્પેનિશ ગૃહયુદ્ધમાં બાર્સિલોનાના પતન બાદ ફાસીવાદના પ્રસારના જોખમ અંગે લખાયો હતો. 12 કે 13 વર્ષની ઉંમરથી તેઓ બળવાખોર રાજકારણને વધારે સંપૂર્ણ રીતે ઓળખતા થયા.[૨૦]
સેન્ટ્રલ હાઈસ્કૂલ ઓફ ફિલાડેલ્ફિયાના સ્નાતક ચોમ્સ્કીએ 1945માં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા ખાતે તત્ત્વજ્ઞાન અને ભાષાશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને સી. વેસ્ટ ચર્ચમેન તથા નેલ્સન ગુ઼મેન જેવા ફીલસૂફો તથા ઝેલિગ હેરિસ જેવા ભાષાશાસ્ત્રીઓ સાથે વર્ગો લીધા. હેરિસના શિક્ષણમાં ભાષાના માળખામાં ગાણિતિક વિશ્લેષણ (એક પેટાસહમૂહથી વાક્યના અન્ય સમૂહ સુધીનો નકશો) જેવી તેમની પરિવર્તનની શોધનો સમાવેશ થતો હતો. ચોમ્સ્કીએ 1951માં રૂપસ્વરઘટકાત્મક નિયમનો સંદર્ભ પોતાના અનુસ્નાતકના નિબંધમાં આપ્યો હતો. કાર્નેપના 1938 પરિવર્તનના નિયમોની મિમાંસા (વિ. રચનાના નિયમો) સંદર્ભે આધુનિક હીબ્રુનું રૂપસ્વરઘટકાત્મક , અને પરિણામે વ્યાકરણિય પરિવર્તનને હેરિસ કરતાં ખૂબ જ અલગ રીતે સંદર્ભ-મુક્ત વ્યાકરણ (અનુ ઉત્પાદન પદ્ધતિમાંથી મેળવેલ) પુનઃવ્યાખ્યાયિત કર્યુ હતું. હેરિસના રાજકીય વિચારોએ ચોમ્સ્કીના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો હતો.[૨૧] ચોમ્સ્કીએ 1949માં બીએ અને 1951માં એમએની પદવી મેળવી.
1949માં તેઓએ ભાષાશાસ્ત્રી કેરોલ શાટ્ઝ સાથે લગ્ન કર્યા. તેઓનું દામ્પત્ય જીવન 69 વર્ષો સુધી જળવાયેલુ રહ્યું અને ડિસેમ્બર 2008માં તેના મૃત્યુ સાથે તેનો લગ્નજીવનનો અંત આવ્યો.[૨૨] આ દંપતિને બે દીકરીઓ હતી અવિવા (જન્મ. 1957) અને ડિએન (જન્મ. 1960), અને એક દીકરો હેરી (જન્મ. 1967).
પત્ની કેરોલ સાથે ચોમ્સ્કીએ 1953માં હાઝોરીઅ, ઈઝરાયેલમાં કિબુટ્ઝ(ખેડૂતોની એક વસાહત) ખાતે સમય ગાળ્યો હતો . એક પ્રશ્નોત્તરીમાં ચોમ્સ્કીને પૂછવામાં આવ્યું કે શું તેમનું રોકાણ "નિરાશાકારક" હતું, તેના જવાબમાં ચોમ્સ્કીએ કહ્યું, "ના, મને તે ખૂબ જ ગમ્યું," જો કે ડાબેરી સાથે સંકળાયેલા કિબુટ્ઝના ઘણાં સભ્યો સ્ટાલિનનું રક્ષણ કરવાનું અને રશિયાના તત્કાલીન વર્તમાન અને સંભવિત ભવિષ્યનું ગુલાબી ચિત્ર આલેખવાનું પસંદ કરતા હતા. તેથી કિબુટ્ઝ ખાતે 1950ના દસકાની શરૂઆતને તેઓ "આદર્શ વાતાવરણ" અને "તીવ્ર રાષ્ટ્રવાદી" કહી શક્યા નહીં.[૨૩] ચોમ્સ્કીની નોંધો કિબુટ્ઝની જેમ રહેતા ઘણાં સમૂહોમાં હકારાત્મક પાસાઓ જુએ છે કે જેમાં વાલીઓ અને બાળકો અલગ ઘરના રૂમમાં સાથે રહેતા હતા અને જ્યારે તેઓને પૂછવામાં આવતું કે, "શું તેઓ કિબુટ્ઝના ઇતિહાસમાંથી કોઈ પાઠ શીખ્યા,"[૨૪][૨૫] હતા ત્યારે તેઓ જવાબ આપતા "કેટલીક રીતે, વિનાશ પહેલા બહુ ટૂંકા ગાળા માટે ટકેલા અન્ય કોઈપણ પ્રયત્ન કરતાં કિબુટ્ઝવાદ વિપ્લવવાદના આદર્શોની વધારે નજીક હતો, અથવા તે મુજબના પ્રમાણ જેવો હતો. આ રીતે જોઈએ તો, મને લાગે છે કે તેઓ અત્યંત આકર્ષક અને સફળ હતા; સિવય કે અંગત અકસ્માતો, હું કદાચ ત્યાં જીવ્યો હતો – કેટલા સમય માટે, તે અંદાજવું મુશ્કેલ છે".
ચોમ્સ્કીએ 1955માં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા ખાતેથી લિન્ગ્વિસ્ટિકમાં તેમની પીએચડીની પદવી મેળવી. તેઓએ હાવર્ડ યુનિવર્સિટી ખાતેના ચાર વર્ષ દરમિયાન તેમનું ડોક્ટરેટનું સંશોધન હાવર્ડ જુનિયર ફેલો તરીકે કર્યુ હતું. તેમના ડોક્ટરલ નિબંધમાં તેઓએ તેમના કેટલાક ભાષાશાસ્ત્રીય વિચારોના નિર્માણની શરૂઆત કરી હતી, ભાષાશાસ્ત્રમાં તેમના ઉત્તમ પુસ્તક તરીકે લેખાતા 1975ના તેમના પુસ્તક સીન્ટેક્ટિક સ્ટ્રક્ચર્સ માં તેનું નિરૂપણ કર્યુ હતું. ચોમ્સ્કી 1955માં માસેચ્યુએટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી)ના સ્ટાફમાં જોડાયા અને 1961માં ડિપાર્ટમેન્ટ ઓફ મોડર્ન લેન્ગ્વેજીસ એન્ડ લિન્ગ્વિસ્ટિક્સ (જે હવે ડિપાર્ટમેન્ટ ઓફ લિન્ગ્વિસ્ટિક્સ એન્ડ ફીલોસોફી તરીકે ઓળખાય છે)ખાતે તેઓ પૂર્ણ સમયના પ્રોફેસર તરીકે નિયુક્તિ પામ્યા. 1966 થી 1976 તેઓ આઘુનિક ભાષા અને ભાષાશાસ્ત્રમાં ફેરારી પી. વોર્ડ પ્રોફેસરશિપ ધરાવતા હતા અને 1976માં તેઓ ઈન્સ્ટિટ્યુટ પ્રોફેસર તરીકે નિયુક્તિ પામ્યા. 2010 અનુસાર ચોમ્સ્કીએ સતત 55 વર્ષ સુધી એમઆઇટી ખાતે ભણાવ્યું છે.
ફેબ્રુઆરી 1967માં, ધી ન્યૂયોર્ક રીવ્યૂ બુક માં પ્રકાશિત થયેલા તેમના નિબંધ [૨૬]"બૌદ્ધિકોની જવાબદારી-ધી રીસ્પોન્સિબિલિટિસ ઓફ ઈન્ટેલેક્ચ્યુઅલ્સ", સાથે ચોમ્સ્કી વિયેટનામ યુદ્ધના અગ્રણી વિરોધીઓ પૈકીના એક બન્યા. જેનું અનુસરણ તેમણે 1969ના પુસ્તક અમેરિકન પાવર એન્ડ ધી ન્યુ મેન્ડેરિઅન્સ માં કર્યું, કે જે તેમને અમેરિકાના મોખરાના અસંતુષ્ટ તરીકે સ્થાપિત કરનાર નિબંધોનો સંગ્રહ છે. અમેરિકી વિદેશ નીતિમાં ઘણે દૂર સુધી પહોંચ ધરાવતી તેમની ટીકા અને અમેરિકી સત્તાની કાયદેસરતાએ તેમને વિવાદાસ્પદ વ્યક્તિ બનાવ્યા: મહદ્અંશે અમેરિકાના મુખ્યમાધ્યમો ચોંકી જતા[૨૭][૨૮][૨૯][૩૦] તેમના વિચારોના કારણે પ્રકાશનગૃહો અને આંતરરાષ્ટ્રીય સમાચાર કેન્દ્રો અવાર-નવાર તેમની પૃચ્છા કરતા રહે છે. અમેરિકી વિદેશ નીતિની ટીકાના કારણે ચોમ્સ્કીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.[૩૧] આતંકવાદી તરીકે વધારે જાણીતા થીઓડોર કાઝીન્સ્કિની આયોજિત યાદીમાં પણ તેઓ હતા; કાઝીન્સ્કિના તે સમયગાળા દરમિયાન વિસ્ફોટકો માટે ચોમ્સ્કીએ પોતાના તમામ મેઈલ પણ તપાસાવ્યા હતા.[૩૧] તેઓ જણાવે છે કે ખાસ કરીને જ્યારે તેઓ એમઆઇટી સંકુલમાં હોય છે ત્યારે તેમને સામાન્ય રીતે પોલીસનું છૂપું રક્ષણ મળે છે, જો કે તેઓ પોલીસ રક્ષણ સાથે સંમત થતા નથી.[૩૧] ચોમ્સ્કી લેક્સિન્ગ્ટોન, માસેચ્યુએટ્સ ખાતે રહે ચે અને રાજકારણ પર વ્યાખ્યાન આપવા વારંવાર મુસાફરીઓ કરે છે.
નોઆમ ચોમ્સ્કીના લોજીકલ સ્ટ્રકચર ઓફ લિંગ્વિસ્ટીક થીયરી (1955,75)નું શુદ્ધ સ્વરૂપ અને સિન્ટેકિટક સ્ટ્રકચર્સ થી પ્રારંભ થતું કોમસ્કિયન ભાષાવિજ્ઞાન માળખા આધારિત ભાષાવિજ્ઞાનને પડકારે છે અને પરિવર્તન પામતા વ્યાકરણને રજૂ કરે છે. આ અભિગમમાં શબ્દો (શબ્દ ક્રમ)માં ઔપચારિક વ્યાકરણની લાક્ષણિકતા ધરાવતા હોય છે, ખાસ કરીને પરિવર્તન પામતા નિયમો સાથે સંદર્ભરહિતના વ્યાકરણનો દાયરો વિસ્તારવામાં આવે છે. ભાષાવિજ્ઞાનના ક્ષેત્રમાં તેનું સૌથી પ્રભાવશાળી અને સમયની કસોટી પર ખરું ઊતરનારું પ્રદાન તેનો એ દાવો છે કે ઔપચારિક વ્યાકરણના ઊપયોગ સાથેનું ભાષાની યોગ્ય રજૂઆતનું જ્ઞાન ભાષામાં ઊત્પાદકતામાં વધારો કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભાષાનું ઔપચારિક વ્યાકરણ મર્યાદિત નિયમો અને યોગ્ય સ્થાનના નિશ્ચિત માળખા સાથે સાંભળનાર-બોલનારની નવા શબ્દો સહિતના અગણિત શબ્દપદોને પેદા કરવાની અને તેનું અર્થઘટન કરવાની શકિતને સમજાવે છે. શુદ્ધ સ્વયંભૂ વ્યાકરણનો આધુનિક ખ્યાલ પૂર્વેના જ્ઞાનના રેશનાલિસ્ટ વિચારો સાથે સંકળાયેલો હોવા છતાં ચોમ્સ્કીએ તેના માટે પાણિનીનો ઋણ સ્વીકાર કર્યો છે.
ચોમ્સ્કીએ ભાષા કુદરતી હોવાનું સાબિત કર્યું હોવાનું અને 'યુનિવર્સલ ગ્રામર' (યુજી) શોધી કાઢ્યું હોવાની ખોટી ધારણાઓ બાંધવામાં આવી છે. હકીકતમાં, ચોમ્સ્કીએ માત્ર એવું નિરીક્ષણ કર્યું કે માનવનું બાળક અને બિલાડીનું બચ્ચું બંને કુદરતી રીતે તર્ક કરવાની ક્ષમતા ધરાવતા હોવા છતાં જો બંનેને સમાન પ્રકારની ભાષાકીય માહિતી ઉપલબ્ધ બનાવવામાં આવે તો માનવનું બાળક હંમેશા ભાષાને સમજવાની અને તેને ઉત્પન્ન કરવાની ક્ષમતા મેળવી લે છે, જયારે બિલાડીનું બચ્ચું કયારેય આ પ્રકારની ક્ષમતા કેળવી શકતું નથી. માનવમાં રહેલી, જયારે બિલાડીમાં અભાવ હોય તેવી યોગ્ય ક્ષમતાને ચોમ્સ્કીએ "લગ્વેજ એકિવઝીશન ડિવાઈસ" (એલએડી) નામ આપ્યું અને સૂચવ્યું કે એલએડી શું છે તેમજ શકય બની શકે તેવી માનવીય ભાષાઓની શ્રેણીમાં એલએડીને મૂકવામાં કયા પ્રકારના અવરોધો રહેલા છે તે શોધી કાઢવાની જવાબદારી ભાષાવૈજ્ઞાનિકોની છે. આ પ્રકારના અવરોધોના પરિણામ સ્વરૂપ સર્વસામાન્ય પાસાઓને ઘણીવખત "યુનિવર્સલ ગ્રામર" અથવા યુજી કહેવામાં આવે છે.
ઈ.સ. 1979માં પીસામાં વિકસાવવામાં આવેલો અને પછીથી લેકચર્સ ઓન ગવર્નમેન્ટ એન્ડ બાઇન્ડિંગ (એસજીબી)માં પ્રકાશીત કરવામાં આવેલો પ્રિન્સિપલ્સ એન્ડ પેરામીટર્સ (પીએન્ડપી) અભિગમ યુનિવર્સલ ગ્રામર માટેનો મજબૂત દાવો કરે છેઃ ભાષાની અંદર રહેલા વ્યાકરણના નિયમો કુદરતી અને સ્થાયી છે અને વિશ્વની ભાષાઓમાં રહેલા તફાવતોને મગજમાં ઠસાવવામાં આવતા માપદંડની રીતે લક્ષણોને આધારે વર્ગીકરણ કરી શકાય (જેમકે પ્રો-ડ્રોપ માપદંડ, અંગ્રેજીમાં વાકયના કર્તાનો સ્પષ્ટ ઉલ્લેખ જરૂરી છે, પરંતુ સ્પેનિશમાં વૈકલ્પિક રીતે તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.), જેને ઘણીવાર ચાંપ સાથે સરખાવવામાં આવે છે. (આમ પ્રિન્સિપલ્સ એન્ડ પેરામીટર્સ શબ્દપ્રયોગ આ અભિગમ માટે કરવામાં આવે છે.) આ પ્રમાણે જોઇએ તો, ભાષા શીખી રહેલા બાળકને માત્ર કેટલીક શબ્દકોષીય વસ્તુઓની (શબ્દો, વ્યાકરણના ભાષા એકમો અને રૂઢિપ્રયોગો) અને નક્કી કરવામાં આવેલા યોગ્ય માપદંડોની જરૂર પડે છે, જે માત્ર થોડા ઉદાહરણોના આધારે શકાય.
આ મતના સમર્થકો દલીલ કરે છે કે જયાં સુધી બાળકોમાં ભાષાઓ શીખવાની કુદરતી ક્ષમતા હોય છે ત્યાં સુધી તેઓ ખૂબ જ ઝડપથી ભાષા શીખે છે. વિશ્વભરના બાળકો ભાષાઓ શીખવા માટે સરખાં પગલાં અનુસરે છે અને બાળક પોતાની પ્રથમભાષા (માતૃભાષા) શીખવામાં કેટલીક ચોક્કસ ભૂલો કરે છે તે હકીકત છે, જયારે અન્ય સામાન્ય રીતે તાર્કિક પ્રકારની જણાતી ભૂલો કયારેય થતી નથી (અને ચોમ્સ્કી અનુસાર માત્ર ભાષા સાથે સંકળાયેલા નહીં પરંતુ સંપૂર્ણ રીતે સામાન્ય શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં તેનું પણ પરિક્ષણ કરવું જોઇએ), તેવી દલીલો કુદરતીપણાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી છે. તાજેતરમાં, તેના મિનિમેલિસ્ટ પ્રોગ્રામ (1995)માં, પ્રિન્સિપલ્સ એન્ડ પેરામીટર્સનો મૂળ ખ્યાલ જાળવી રાખતાં, ચોમ્સ્કીએ ઓછામાં ઓછા અને અત્યંત જરૂરી હોય તેવા ઘટકો સિવાયના ઘટકોને કાઢી નાંખીને એલજીબી મોડલમાંથી ઉદ્ભવેલા ભાષાકીય તંત્રને વ્યવસ્થિત કરવાના પ્રયત્નો કર્યા છે, જયારે કરકસર અને શકય તેટલી વધારે ડિઝાઈન પર ભાર મૂકતાં સિદ્ધાંતો પર ભાર મૂકતાં માનવીય ભાષાઓના આર્કિટેક્ચરના સામાન્ય અભિગમની તરફેણ કરી છે, જે સામાન્ય રીતે મૂળ પીએન્ડપી અભિગમમાં રજૂ કરવામાં આવતા વિચારોથી વિરોધાભાસ દર્શાવે છે.
બાળકમાં ભાષાના હસ્તાંતરણ પરના સંશોધન પર ચોમ્સ્કીના વિચારોનું ભારે પ્રભુત્વ હતું.[સ્પષ્ટ કરો] તેમ છતાં આ ક્ષેત્ર પર કામ કરતા કેટલાક સંશોધકો ચોમ્સ્કીના સિદ્ધાંત સાથે સહમત નથી તેના સ્થાને તેઓ ઇમર્જનિસ્ટ અથવા કનેક્શનિસ્ટ સિદ્ધાંતની હિમાયત કરી રહ્યા છે અને ભાષાને મગજમાં સામાન્ય પ્રક્રિયા પ્રણાલીની ઘટના સુધી મર્યાદિત રાખી રહ્યાં છે. ફોનોલોજીમાં તેનું સૌથી પ્રસિદ્ધ પ્રદાન મોરીસ હેલે સાથે મળીને લખવામાં આવેલું ધ સાઉન્ડ પેટર્ન ઓફ ઈંગ્લિશ (1968) છે (જે ઘણીવખત એસપીઈ ના નામે ઓળખાય છે). આ ક્ષેત્રમાં થયેલા વિકાસ માટે આ પુસ્તકનું વિશેષ મહત્ત્વ છે. ઘણી બધી રીતે જોઇએ તો ફોનોલોજી થીયરી એસપીઈ ફોનોલોજીથી આગળ નીકળી ગઇ હોવાં છતાં એપીઈ સિસ્ટમને ઓટોસેગમેન્ટલ ફોનોલોજી, લેકસીકલ ફોનોલોજી અને ઓપ્ટીમાલીટી થીયરી સહિતની વર્તમાન પ્રભાવશાળી ફોનોલોજીકલ થીયરીના પ્રારંભ તરીકે માનવામાં આવે છે. ફોનોલોજીએ બાદમાં ફોલોનોજી પર પ્રકાશન કર્યું ન હતું.
વાકયરચના તરફનો ચોમ્સ્કીઅન અભિગમ, જેને ઘણી વખત જેનેરેટિવ ગ્રામર કહેવામાં આવે છે, વ્યાકરણનો અભ્યાસ ભાષાના વપરાશકર્તા દ્વારા મેળવવામાં આવેેલા જ્ઞાનના શરીર તરીકે કરે છે. 1960ના દાયકાથી, ચોમ્સ્કીએ સતત એવો અભિગમ વ્યકત કર્યો છે કે જ્ઞાન કુદરતી છે, જેનો અર્થ એ થાય કે બાળકોને માત્ર તેમની સ્થાનિક ભાષાઓના સ્થાનિક પાસાઓ જ શીખવાની જરૂર છે.[૩૨] ભાષાવિજ્ઞાનના જ્ઞાનના કુદરતી સ્વરૂપને ઘણી વખત યુનિવર્સલ ગ્રામર કહેવામાં આવે છે. ચોમ્સ્કીના દૃષ્ટિકોણથી, યુનિવર્સલ ગ્રામરના અસ્તિત્વનો સૌથી મજબૂત પૂરાવો એ સામાન્ય હકીકત છે કે બાળકો પોતાની સ્થાનિક ભાષા માત્ર થોડા જ સમયમાં સફળતાપૂર્વક હસ્તગત કરી લે છે. વધુમાં, તે એવી પણ દલીલ કરે છે કે બાળકોને પરિચિત કરવાવવામાં આવતા ભાષાકીય ઉદ્દિપનો અને તેમના દ્વારા મેળવવામાં આવતા સમૃદ્ધ ભાષાકીય જ્ઞાન વચ્ચે ખૂબ જ મોટી ખાઇ રહેલી છે (ઉદ્દિપકની ગરીબાઇની દલીલ). યુનિવર્સલ ગ્રામરનું જ્ઞાન આ ખાઇને પૂરવાનું કામ કરે છે.
ચોમ્સ્કીની થીયરી ખાસ કરીને અમેરિકામાં લોકપ્રિય હોવા છતાં તે વિવાદોથી પરે નથી. અનેક દિશામાંથી આ થીયરીની ટીકા કરવામાં આવી છે. ચોમ્સ્કીયન ભાષાવિજ્ઞાન સ્થાનિક ભાષાઓમાં વાકય સારી રીતે રચી શકાય તે સંદર્ભમાં સ્થાનિક ભાષા બોલનારાઓની સંસ્થાઓ પર ઘણો જ આધાર રાખે છે. આ પદ્ધતિની સામાન્ય મેથોડોલોજીકલ રીતે અને (કેટલાક લોકો દલીલ કરે છે તે મુજબ) તે અંગ્રેજીના અભ્યાસ પર વધારે પડતો ભાર મૂકતી હોવાની રીતે એમ બંને રીતે ટીકા કરવામાં આવી છે. હાલના તબક્કે, સકડો અલગ-અલગ ભાષાઓએ જેનેરેટિવ ગ્રામર લીટરેચરમાં થોડું ઘણું ધ્યાન આર્કિષત કર્યું છે,[૩૩][૩૪][૩૫][૩૬][૩૭] પરંતુ કેટલાક વિવેચકો તેને વધારે પડતો ભાર આપવા તરીકે અને યુનિવર્સલ ગ્રામર અંગેના દાવાઓ ભાષાઓના મર્યાદિત નમૂનાના આધારે કરવામાં આવતા હોવાનું માને છે. કેટલાક સાયકોલોજિસ્ટ્સ અને સાયકોલગ્વિસ્ટ્સ[કોણ?] ચોમ્સ્કી સાથે સહાનુભૂતી ધરાવતા હોવાં છતાં એવી દલીલ કરે છે કે ચોમ્સ્કીઅન ભાષાવૈજ્ઞાનિકો ભાષાની પ્રક્રિયાની પ્રયોગશીલ માહિતી પર પૂરતું ધ્યાન આપતા નથી અને તેના પરિણામ સ્વરૂપે તેમની થીયરી મનોવૈજ્ઞાનિક રીતે શકય બનતી નથી. અન્ય વિવેચકો (જુઓ ભાષાનું શિક્ષણ) પ્રશ્ન કરે છે કે બાળકની ભાષા હસ્તગત કરવાની પ્રક્રિયા સમજાવવા માટે યુનિવર્સલ ગ્રામરની ધારણા કરવી જરૂરી છે અને એવી દલીલ કરે છે કે સ્થાનિક ભાષાનું સામાન્ય અભ્યાસ તંત્ર આ પ્રક્રિયા સમજાવવા માટે પૂરતું છે. આજે જેનેરેટિવ ગ્રામરની ઘણી શાખાઓ છે, જેમ કે હેડ-ડ્રિવન ફ્રેઝ સ્ટ્રકચર ગ્રામર, લેકસીકલ ફંકશનલ ગ્રામર અને કોમ્બિનેટરી કેટેગોરીકલ ગ્રામર સહિતના વ્યાકરણના માળખાને બહોળી રીતે ચોમ્સ્કીયન અને સંદર્ભની રીતે જેનરેટિવ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ તેના અમલમાં ઘણો જ તફાવત રહેલો છે.
ઈલિનોઈસ સ્ટેટ યુનિવર્સિટીના કલ્ચરલ એન્થ્રોપોલોજિસ્ટ અને ભાષાવૈજ્ઞાનિક ડેનિયલ એવરેટ્ટે જણાવ્યું હતું કે બ્રાઝીલના વાયવ્યના વરસાદી જંગલોમાં રહેતાં પીરાહા લોકોની ભાષા ચોમ્સ્કીની જેનરેટિવ ગ્રામરની થીયરીને પડકારે છે. એવરેટ્ટે ભારપૂર્વક જણાવ્યું કે પિરાહા ભાષામાં પુનરાર્તનના કોઇ પૂરાવા મળતા નથી, જે જેનેરેટિવ ગ્રામરને શકય બનાવતું એક તત્ત્વ છે. જો આ સાચું હોય તો, તે પુનરાવર્તન માનવ મનના પાસાઓને નિશ્ચિત કરે છે તેવી ચોમ્સ્કીની ધારણા સાથે વિરોધાભાસ સર્જે છે.[૩૮] જો કે, એવરેટ્ટેના દાવાની પણ ટીકા કરવામાં આવી છે. એમઆઈટીના ડેવિડ પેસેટ્સ્કાય, હાર્વર્ડના એન્ડ્રયુ નેવિન્સ અને બ્રાઝિલમાં યુનિવર્સીડેડ એસ્ટાડ્યુઅલ ડી કેમ્પનીઝના સીલેને રોડ્રીગ્સે તેમના સંયુકત લેખમાં દલીલ કરી છે કે એવરેટ્ટેના મુખ્ય દાવાઓમાં ઘણી અધૂરપ રહેલી છે.[૩૯] ચોમ્સ્કીએ પોતે પણ એવી ટીપ્પણી કરી હતી કે "આ અહેવાલો રસપ્રદ છે, મારા (તેમજ બીજા અનેક) કામની સામે ટકી શકે તેમ નથી. કોઇ પણ વ્યકિતએ એવું કહ્યું નથી કે ભાષામાં સહાયકારી ઉપવાકયો, આંકડાકીય શબ્દો વગેરે હોવું જ જોઇએ. આપણી ભાષાના ઘણાં માળખાં (અને કદાચ પીરાહા ભાષાના પણ) બાહ્ય અવરોધોને કારણે બોલચાલમાં ભાગ્યે જ ઉપયોગમાં લેવામાં આવે છે."[૪૦] આ વિવાદ ચાલુ જ છે.[૪૧]
ચોમ્સ્કી વિવિધ પ્રકારની ઔપચારિક ભાષાઓ અને તે માનવીય ભાષાની મહત્ત્વની લાક્ષણિકતાઓને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે કે નહીં તે અંગેનું સંશોધન કરવા અંગે ખ્યાતનામ છે. તેની ચોમ્સ્કી શ્રેણી અધિક્રમ ઔપચારિક વ્યાકરણને અભિવ્યકિતની ક્ષમતા વધારતા વિવિધ વર્ગોમાં અથવા સમૂહોમાં વિભાજીત કરે છે, દા.ત. દરેક આગળનો વર્ગ તેના અગાઊના વર્ગની સરખામણીએ ઔપચારિક ભાષાઓના વધારે બહોળા વર્ગનું સર્જન કરે છે. રસપ્રદ રીતે, ચોમ્સ્કીએ દલીલ કરે છે કે માનવીય ભાષાની કેટલીક લાક્ષણિકતાને નમૂનારૂપ બનાવવા માટે અન્યની સરખામણીએ વધારે જટીલ ઔપચારિક વ્યાકરણની (ચોમ્સ્કી શ્રેણી અધિક્રમ દ્વારા મૂલવવામાં આવ્યા પ્રમાણે) જરૂર પડે છે. દા.ત. સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી નિયમિત ભાષા અંગ્રેજી શબ્દવિચારને આદર્શ બનાવવા માટે પૂરતી છે, પરંતુ અંગ્રેજી વાકયરચનાને આદર્શ બનાવવાની પૂરતી ક્ષમતા ધરાવતી નથી. વધુમાં ભાષાવિજ્ઞાનમાં પ્રસ્તુત બનવાની સાથે ચોમ્સ્કી શ્રેણી અધિક્રમ કમ્પ્યુટર વિજ્ઞાનમાં (ખાસ કરીને સંગ્રહિત સર્જન અને ઓટોમાટા થિયરીમાં) પણ મહત્ત્વપૂર્ણ બની છે.[૪૨]
ભાષાવિજ્ઞાનના ક્ષેત્રમાં ચોમ્સ્કીએ કરેલું કાર્યએ આધુનિક મનોવિજ્ઞાન માટે ઘણી જટીલતા પેદા કરી છે.[૪૩] ચોમ્સ્કી માટે ભાષાવિજ્ઞાન જ્ઞાનલક્ષી મનોવિજ્ઞાનની શાખા છે; ભાષાવિજ્ઞાનનું સાચા અર્થનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન મગજની પ્રક્રિયા અને માનવીના સ્વભાવના વિવિધ પાસાઓની યોગ્ય સમજ પૂરી પાડે છે. તેની યુનિવર્સલ ગ્રામરની થીયરીને ઘણાં લોકો વર્તમાન સમયમાં સ્થાપિત કરવામાં આવેલી બિહેવિયરીસ્ટ થીયરીઓને સીધા પડકાર સ્વરૂપે મૂલવવામાં આવતી હતી અને બાળકો કઇ રીતે ભાષા શીખે છે અને ભાષાના ઊપયોગની ખરેખરી ક્ષમતા શું છે તે સમજવા પર તેની ખૂબ મોટી અસરો પડી હતી.
ઈ.સ. 1959માં ચોમ્સ્કીએ બીએફ સ્કીનરના વર્બલ બિહેવિયર , વ્યવહારમાં વપરાતા અને વર્તન સંબંધી શબ્દોના ઉપયોગ દ્વારા ભાષાની સૈદ્ધાંતિક સમજણ આપતા સ્કીનરના પુસ્તક, પર પ્રભાવશાળી વિવેચન પ્રકાશિત કર્યું. "શાબ્દિક વર્તનને તેણે શિક્ષિત વર્તન તરીકે વ્યાખ્યાયિત કર્યું છે જે અન્યના શિક્ષિત વર્તનના માધ્યમથી રજૂ કરવામાં આવેલા લાક્ષણિક પરીણામો છે. આ વિચાર સંવાદિત વર્તનના અભિપ્રાયને સામાન્ય રીતે ભાષાવૈજ્ઞાનિકો દ્વારા સંભાળવામાં આવતા અભિપ્રાયની સરખામણીએ વધારે બહોળો બનાવે છે. સ્કીનરના અભિગમમાં ભાષાનો કયા સંજોગોમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે; દા.ત. પાણી માંગવાની ક્રિયા કોઇ વસ્તુને પાણી તરીકે ગણવાની કે પાણી માંગતા વ્યકિતને પ્રતિભાવ આપવાની, વગેરે ક્રિયા કરતાં જુદી છે. આ તમામ ક્રિયાની રીતે અલગ પ્રકારના પ્રતિભાવ છે, જેમાં અલગ પ્રકારના ખુલાસાની જરૂર પડે છે, જે ભાષાની પરંપરાગત માન્યતા અને ચોમ્સ્કીના મનોભાષાવિજ્ઞાનિક અભિગમ બંને સાથે તીવ્ર વિરોધાભાસ દર્શાવે છે. ચોમ્સ્કીએ વિચાર્યું હતું કે સંવાદિત અભિવ્યકિતના પ્રશ્નો પૂરતું પોતાને મર્યાદિત કરતી ક્રિયાવાચક સમજણ મહત્ત્વના પ્રશ્નોની અવગણના કરે છે. (ચોમ્સ્કી - લગ્વેજ એન્ડ માઈન્ડ, 1968). તેણે પોતાનું ધ્યાન ક્રિયા અને સમજી શકાય તેવા ઉચ્ચારણોમાં શબ્દો અને શબ્દસમૂહોનું સર્જનાત્મક સંગઠન, જોડાણ, સ્વીકાર કરવાની ક્ષમતા ધરાવતી વાકયરચનાના કુદરતી માળખાના વિકાસને સ્પર્શતા પ્રશ્નો પર કેન્દ્રિત કર્યું હતું.
આ સમીક્ષામાં ચોમ્સ્કીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રાણીઓ પરના સંશોધન પરથી તૈયાર કરવામાં આવેલા વર્તન સંબંધિત સિદ્ધાંતોના વૈજ્ઞાનિક ઉપયોગ પૂરતા પ્રમાણમાં યોગ્ય સમજણ પૂરી પાડી શકતો નથી અને વધુમાં માનવીય શાબ્દિક વર્તનની રીતે તે માત્ર ઉપરછલ્લું જ્ઞાન છે કારણ કે આ સિદ્ધાંત તેની જાતને શું શીખી શકાય તેની માત્ર બાહ્ય પરિસ્થિત પૂરતો સિમિત રાખે છે અને જેનરેટીવ ગ્રામરની પૂરતી સમજણ આપી શકતો નથી. ચોમ્સ્કીએ બાળકોની વ્યાકરણની રીતે સાચા વાકયો રચવાની ક્ષમતા ઝડપી વિકાસના સહિતના બાળકોના ઝડપથી ભાષા શીખવાના અને સ્કીનરના અભિપ્રાયે જે રીતે પૂરાવા દ્વારા સિદ્ધાંતને નબળો પાડ્યો તેને ઉજાગર કરવા માટે સક્ષમ સ્થાનિક વકતાઓના ભાષાઓના સાર્વત્રિક ઉપયોગના ઉદાહરણો ટાંકયા હતા. તેણે દલીલ કરી હતી કે ભાષાના ઉપયોગ અને ભાષાના વિકાસ જેવા સર્જનાત્મક પાસાઓ સહિતના માનવના શાબ્દિક વર્તનને સમજવા માટે વ્યકિતએ જેનેટીક લિંગ્વિસ્ટીકની ભેટને સ્વીકારવી પડે. ભાષાના મહત્ત્વના પાસાઓ સાર્વત્રિક કુદરતી ક્ષમતાની પેદાશ છે તેવી ધારણા સ્કીનરના મૂળભૂત વર્તનવાદ સામે વિરોધાભાસ પેદા કરે છે.
ચોમ્સ્કીની 1959ની સમીક્ષાની વિવેચકો દ્વારા ઉગ્ર ટીકા કરવામાં આવી, જેમાંથી સૌથી પ્રસિદ્ધ વિવેચન કેનેથ મેકકોર્કોડેલ દ્વારા 1970માં તેના પેપર ઓન ચોમ્સ્કીઝ રીવ્યુ ઓફ સ્કીનર્સ વર્બલ બિહેવિયર (જર્નલ ઓફ દ એકસપરીમેન્ટલ એનાલિસીસ ઓફ બિહેવિયર , વોલ્યુમ 13, પેજ 83-99)માં કરવામાં આવ્યું. મેકકોકર્વોડેલની દલીલને નાથન સ્ટેમર દ્વારા તેના 1990ના પેપર સ્કીનર્સ વર્બલ બિહેવિયર,ચોમ્સ્કીઝ રીવ્યુ એન્ડ મેન્ટાલીઝમ (જર્નલ ઓફ દ એકસપેરીમેન્ટલ એનાલીસીસ ઓફ બિહેવિયર , વોલ્યુમ 54, પેજ 307-319)માં વધારે અપડેટ કરવામાં આવી અને કેટલાક મહત્ત્વના પાસાઓમાં વિસ્તૃત કરવામાં આવી. આ તથા અન્ય વિવેચનોએ એવા કેટલાક મુદ્દાઓ ઉભા કર્યા જે વર્તનસંબંધિત મનોવિજ્ઞાનની બહાર સ્વીકારવામાં આવતા નથી, જેમ કે એવો દાવો કે ચોમ્સ્કી વર્તન સંબંધિત મનોવિજ્ઞાન કે સ્કીનરના વર્તનવાદ અને અન્ય વિવિધતાઓ વચ્ચેના ભેદ અંગેની પૂરતી સમજણ ધરાવતો ન હતો, તેના પરીણામ સ્વરૂપે એવી દલીલ કરવામાં આવી કે તેણે ઘણી ગંભીર ભૂલો કરી હતી. આ પ્રકારની ધારણા બાંધી લેવાની સમસ્યાને કારણે, વિવેચકો એવું માનવા લાગ્યા કે આ સમીક્ષા જે કરવામાં આવે છે તેનું નિદર્શન કરવામાં નિષ્ફળ ગઇ છે. તેથી, તેવો દાવો કરવામાં આવ્યો કે જે લોકો ચોમ્સ્કીના પેપરથી પ્રભાવીત થયા હતા તેઓ ચોમ્સ્કી સાથે સાતત્યપૂર્ણ રીતે સંમત થતા હતા કે પછી તેમણે આ પેપર ધ્યાનથી વાંચ્યું જ ન હતું. આ સમીક્ષાની સ્કીનર અને અન્ય લોકોના કામને સંદર્ભ વિના ટાંકવા સહિત ખોટી રીતે મૂલવવા માટે ટીકા કરવામાં આવી હતી.[૪૪] ચોમ્સ્કીએ પોતાનો અભિપ્રાય જાળવી રાખ્યો છે કે આ સમીક્ષા સ્કીનરની વર્તનસંબંધી મનોવિજ્ઞાનની વિવિધતાનો કયુનિયન અનુભવ આધારિત અને તત્વજ્ઞાનના કુદરતીપણામાં ઉપયોગ કરવામાં આવ્યો છે તે અંગેની છે.".[૪૫]
એવો પણ દાવો કરવામાં આવે છે કે ચોમ્સ્કીના સ્કિનરની મેથેડોલોજી અને પાયાની ધારણાઓ પરનું વિવેચને જ્ઞાન સંબંધી ક્રાંતિનો માર્ગ મોકળો કર્યો હતો, જે અમેરિકન મનોવિજ્ઞાનમાં 1950ના દાયકાના પ્રાથમિક વર્તનવાદથી 1970ના દાયકાના પ્રાથમિક જ્ઞાન તરફનું પ્રયાણ દર્શાવે છે. તેના 1966ના કાર્ટેઝિયન લિંગ્વિસ્ટિકસ અને પછીના લખાણોમાં ચોમ્સ્કીએ માનવીય ભાષાની ક્ષમતાઓનું વર્ણન કર્યું છે જે મનોવિજ્ઞાનના કેટલાક ક્ષેત્રોમાં સંશોધનનો આદર્શ બન્યું છે. મન કઇ રીતે કાર્ય કરે છે તે અંગેની મોટાભાગની ધારણાઓ આધુનિક સમયના પ્રભાવશાળી લેખક ચોમ્સ્કી દ્વારા પ્રથમ વખત રજૂ કરવામાં આવેલા વિચારો પરથી બાંધવામાં આવી છે.
ત્રણ મહત્ત્વના વિચારો છે. પ્રથમ વિચાર એ છે કે મન "જ્ઞાનસંબંધી" છે, અથવા તો મન હકીકતમાં માનસિક સ્થિતિ, ધારણાઓ, શંકાઓ વગેરે ધરાવે છે. બીજું, તેણે એવી દલીલ કરી હતી કે ભાષા અને મનની મોટાભાગની મહત્વપૂર્ણ વસ્તુઓ કુદરતી છે. ભાષાની પકડ અને વિકાસ બહારના વાતાવરણમાંથી મળતા અનુભવ આધારીત ફાળાને કારણે સક્રિય બનેલી કુદરતી લાક્ષણિકતાઓ મુકત થવાનું પરીણામ છે. માનવની ભાષા અંગેની કુદરતી ક્ષમતા અને વારસા વચ્ચેનું જોડાણ નોઆમ ચોમ્સ્કીની ઈ.સ. 1975માં એબેય ડી રોયૌમોન્ટ ખાતે જીન પીગેટનો વિરોધ કરતી ચર્ચાના કેન્દ્રમાં રહેલી છે (લેંગ્વેજ એન્ડ લર્નિંગ. ધ ડિબેટ બીટવીન જીન પીગેટ એન્ડ નોઆમ ચોમ્સ્કી , હાર્વર્ડ યુનિર્વિસટી પ્રેસ, 1980). માનવાના રંગસૂત્રીય માળખા અને ભાષા અંગેની ક્ષમતા વચ્ચેના જોડાણનું સૂચન તે વખતે અને પછીની ચર્ચામાં કરવામાં આવ્યું હોવા છતાં, આપણે માનવીય ભાષાના રંગસૂત્રીય આધારની સમજણથી ઘણાં દૂર છીએ. જીન પીયરી ચેન્જયુકસ, ફિલિપ કૌરેજ અને એન્ટોની જેન્ચીન અને તાજેતરમાં જેક મેહલર અને સ્ટેનીસલેસ ડેહેન દ્વારા ખાસ કરીને આંકડાકીય જ્ઞાનના સંદર્ભમાં અનુભવ અને સિદ્ધાંતની રીતે વિકસાવવામાં આવેલા કાર્યોમાંથી આદર્શરૂપ પસંદગીના અંશોનું સંપાદન કરીને તૈયાર કરવામાં આવેલા લખાણો ચોમ્સ્કીના "સ્થાનિકવાદ" (નેટીવિઝમ)ને ટેકો પૂરો પાડે છે. જોકે, આ લખાણો ભાષામાં સામર્થ્ય મેળવવાનો માર્ગ મોકળો કરવા માટે ન્યૂરોનલ કનેકશનને જોડે તેવા કોઇ પણ પ્રકારના નિયમો અંગેની કોઇ સમજણ પૂરી પાડતા નથી. તેના પરીણામ સ્વરૂપે મનોવૈજ્ઞાનિકો આ જનરલ નેટીવિસ્ટ સિદ્ધાંતને ભાષાથી પરે લઇ ગયા છે. અંતે, ચોમ્સ્કીએ "મોડ્યુલારીટી"ના ખ્યાલને મનના જ્ઞાન સંબંધી ઘડતરનું મહત્ત્વનું પાસું બનાવ્યું છે. મન આદાન-પ્રદાન કરતી ખાસ સબસિસ્ટમ્સના સમૂહનું બનેલું છે, જે આંતરિક-સંવાદની થોડી મર્યાદા પણ ધરાવે છે. મનમાં રહેલી માહિતીનો કોઇ પણ ટુકડા સુધી અન્ય જ્ઞાન સંબંધી પ્રક્રિયાથી પહાચી શકાય છે (દા.ત. દેખાતા ભ્રમને તે ભ્રમ હોવાની જાણ હોવાં છતાં તેને દૂર કરી શકાતો નથી) તેવા જૂના વિચારો સાથે આ મોડલ તીવ્ર વિરોધાભાસ દર્શાવે છે.
ચોમ્સ્કી વિજ્ઞાનને સ્પષ્ટતાનાં સીધા સાદાં સંશોધન તરીકે જોતા હતા. વિજ્ઞાન હકીકતો અને યાંત્રિક સમજની સૂચિ છે તેવા અભિપ્રાયોને તેમણે નકારી કાઢ્યાં હતા. આમ, વિજ્ઞાનમાં તેમણે આપેલું મોટાભાગનું યોગદાન ‘સંશોધન’ નહી પણ માળખા અને પૂર્વધારણા છે.[૪૬] આ જ રીતે, વિજ્ઞાનની પોસ્ટ-સ્ટ્રક્ચરાલિસ્ટ અને પોસ્ટ-મોડર્ન આલોચનાઓને તેમણે વાહિયાત ગણાવી હતીઃ
‘અહીં જેને “વિજ્ઞાન”, “તર્કસંગતતા”, “લોજિક” અને અન્ય રીતે આલોચના કરવામાં આવે છે તે અને આની જેવા સવાલો ઉપર મારા જીવનનો ઘણો બધો હિસ્સો ગાળ્યો છે. આ કારણોસર જ હું એવી આશા સાથે પેપર્સ વાંચુ છું કે તેઓ મને આ મર્યાદાને પાર કરવામાં મદદરૂપ થશે, અથવા મને સંપૂર્ણપણે અલગ જ કોર્સ ચીંધશે. મને ભય છે કે મને હતાશા સાંપડી હતી. હું એ વાતનો સ્વીકાર કરૂ છું કે, તેમાં મારી પોતાની મર્યાદા હોઈ શકે છે. ઘણીવાર હું જ્યારે પોસ્ટસ્ટ્રક્ચરાલિઝમ અને પોસ્ટમોર્ડનિઝ્મનો વિષય ધરાવતા પોલિસિલેબિક વિવરણ વાંચું છું ત્યારે મારી આંખોમાં ગમગીની છવાઈ જાય છે; મને જે સમજાયું છે તે મહદઅંશે દેખીતી રીતે સત્યવાદ હોય છે અથવા તો ક્ષતિ હોય છે, પરંતુ કુલ શબ્દ ભંડોળના એક હિસ્સામાં જ આવું હોય છે. એ વાત સાચી છે કે, એવી અન્ય ઘણી બાબતો છે કે જે હું સમજતો નથીઃ ઉદાહરણ તરીકે, ગણિત અને ભૌતિકશાસ્ત્રના વર્તમાન અંકમાં પ્રસિદ્ધ થયેલા લેખો. પરંતુ તે એક અલગ વાત છે. એ કિસ્સામાં, મારે કેવી રીતે આ લેખોને સમજવા તે હું જાણું છું, અને મને જેમાં ખાસ રસ પડ્યો તે કિસ્સામાં મેં એવું કર્યું પણ છે. હું આ ક્ષેત્રમાં રહેલા એવા લોકોને પણ ઓળખું છું કે જેઓ મને મારા સ્તરે આ વાતનો વિગતવાર ખુલાસો કરી શકે, જેથી મને મારે જોઈતી (આંશિક) સમજણ મળી શકે. આ લેખો શી રીતે દેખીતી રીતે સાચ વાતો, ક્ષતિઓ અને ઉતાવળી અસ્પષ્ટ ભાષાથી ભિન્ન છે તે મને કોઈ સમજાવી શકે તેવું લાગતું નથી. મને ખબર નથી પડતી કે કેવી રીતે આગળ વધવું.[૪૭]
ચોમ્સ્કી માને છે કે યોગ્ય તર્ક જાણવા માટે વૈજ્ઞાનિક પૂર્વભૂમિકા મહત્વની છે, તેમછતાં તેઓના મતે માનવીય કામગીરી જેવી જટિલ સમસ્યાઓને સમજવામાં સામાન્ય વિજ્ઞાન ‘અસમર્થ’ છેઃ
વિજ્ઞાનમાં સામાન્ય બાબતો વિશે વાત કરાયેલી છે, અને તેના વિશેના અઘરાં સવાલો પૂછે છે. જ્યારે આ વિષયો ખૂબ જ જટિલ બની જાય ત્યારે વિજ્ઞાન તેનો ઉકેલ લાવી શકતું નથી... આ એક જટિલ બાબત છેઃ માનવીય કામગીરી વિજ્ઞાન માટે ખૂબ જ જટિલ છે. સમજની ધાર સામાન્યરીતે એકદમ સરળ હોય છે. અને તે ભાગ્યેજ માનવીય બાબતો સુધી પહોંચે છે. માનવીય બાબતો પણ જટીલ છે.[૪૮]
ફિલસૂફિ, ભાષાઓ અને રાજકારણ વિષયોમાં પોતાના મત અને અભિપ્રાયની આક્રમકતાપૂર્વક તરફેણ કરવા માટે ચોમ્સ્કી જાણીતા બન્યા છે.[૧] તેમણે જીન પીજેટ,[૪૯] માઈકલ ફોઉકૌલ્ટ,[૫૦] વિલિયમ એ. બકલી જુનિયર,[૫૧] ક્રિસ્ટોફર હિચન્સ,[૫૨][૫૩][૫૪][૫૫][૫૬][૫૭] રિચર્ડ પેર્લ,[૫૮] હિલેરી પુટનમ,[૫૯] ડબલ્યુવીઓ ક્વાઈન,[૬૦] અને એલન દેર્શોવિત્ઝ,[૬૧] જેવા વિવિધ બૌદ્ધિક લોકો સાથે નોંધપાત્ર વાદ-વિવાદ કરેલા છે.
ચોમ્સ્કીએ જણાવ્યા પ્રમાણે તેમનો ‘અંગત દૃષ્ટિકોણ પરંપરાગતપણે વિપ્લવવાદી છે અને તેના મૂળ ધી એનલાઈટમેન્ટ એન્ડ ક્લાસિકલ લિબરલિઝ્મમાં રહેલાં છે.’[૬૨] ચોમ્સ્કીએ સમાજવાદની સરાહના કરી છે.[૬૩] તેઓ મહાજનસત્તાવાદ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે[૧૧] તથા આઈડબલ્યુડબલ્યુ સંઘના સદસ્ય છે.[૬૪] તેમણે “ચોમ્સ્કી એન્ડ એનાર્કિઝમ”નાં શીર્ષક હેઠળ વિપ્લવવાદ ઉપર એક પુસ્તક પણ પ્રસિદ્ધ કર્યું છે, જેને 2006માં એનાર્કિસ્ટ બૂક કલેક્ટિવ એકે પ્રેસ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. નોઆમ ચોમ્સ્કી પોતાના સમગ્ર પરિપક્વ જીવન દરમિયાન રાજકારણમાં સક્રિયપણે જોડાયેલા રહ્યાં છે તથા તેમણે રાજકારણ, વૈશ્વિક ઘટનાઓ ઉપર અભિપ્રાયો વ્યક્ત કરેલાં છે જેની વ્યાપકપણે નોંધ લેવામાં આવી છે, ચર્ચા કરવામાં આવી છે તથા પ્રસિદ્ધિ મળેલી છે. ચોમ્સ્કી એવી દલીલ કરે છે કે શક્તિશાળી લોકો તેમના અભિપ્રાયો સાંભળવા માગતા નતી, અને આ કારણસર તેઓ અમેરિકાની પ્રસ્થાપિત સરકાર સાથે મતભેદ ધરાવનાર વ્યક્તિ માનવામાં આવે છે.
ચોમ્સ્કી જણાવે છે કે સત્તા જો ન્યાયિક ઠરે નહી, તો તે સ્પષ્ટપણે ગેરવાજબી ઠરે છે. પોતાને મળેલું ઉચ્ચ સ્થાન વ્યાજબી છે તેવું દર્શાવવાની જવાબદારી સત્તામાં બેઠેલા લોકોના શિરે છે. જો આ જવાબદારીનું વહન થઇ શકે નહીં તો તેમને એ સ્થાનેથી દૂર કરવા જોઈએ. પોતાના માટે મેળવેલી સત્તાને દેખીતી રીતે જ ન્યાયિક ઠેરવી શકાય નહીં. પુખ્ત વ્યક્તિ યુવાન બાળકને ટ્રાફિકની અંદર જતો અટકાવે છે તેના દ્વારા સ્વાભાવિક સત્તાનું ઉદાહરણ જોવા મળે છે.[૬૫] ચોમ્સ્કી એવી દલીલ કરે છે કે ગુલામી અને એક માલિકને ત્યાં પોતાની જાતને ભાડે આપવા અથવા "પગારદાર ગુલામી"ની વચ્ચે કોઈ જ તફાવત નથી. ચોમ્સ્કી એવી અનુભૂતિ ધરાવે છે કે આ અંગત પ્રમાણિક્તાની ઉપર થયેલો વાર છે જે આપણી સ્વતંત્રતાને હાનિ પહોંચાડે છે તથા તેનો નાશ કરે છે. તેમનાં માનવા પ્રમાણે કામની જગ્યાની માલિકી અને નિયંત્રણ કામદારોના હાથમાં હોવું જોઈએ. ચોમ્સ્કીએ નોંધ્યા પ્રમાણે લોવેલ મિલ ગર્લ્સે આ વિચાર અપનાવ્યો હતો.[૬૬]
યુનાઈટેડ સ્ટેટ્સની વિદેશ નીતિની ચોમ્સ્કીએ ભારે આલોચના કરી હતી. ખાસ કરીને, અમેરિકાની વિદેશ નીતિમાં લોકશાહી અને તમામ લોકોની સ્વતંત્રતા જેવા તત્વોની તેમણે તરફેણ કરી હતી અને વિદેશ નીતિમાં બેવડાં ધોરણો અપનાવાતા હોવાનો તેમણે દાવો કર્યો હતો. ઓગસ્ટો પિનોચેત હેઠળ ચિલી જેવી બિન-લોકશાહી અને દમનકારી સંસ્થાઓ અને રાજ્યોને સહાય આપવાની અને તેમની સાથે જોડાણ કરવાની અમેરિકાની નીતિની તેમણે ઝાટકણી કાઢી હતી, અને એવી દલીલ કરી હતી કે આને પગલે માનવ અધિકારોનો મોટાપાયે ભંગ થશે. તેઓ વારંવાર એવી દલીલ કરતા કે વિદેશી રાષ્ટ્રોમાં અમેરિકાનો હસ્તક્ષેપ આતંકવાદની આદર્શ વ્યાખ્યામાં બંધ બેસે છે. તેમણે નિકારાગુઆમાં કોન્ટ્રાસને ગુપ્ત સહાયની અમેરિકાની નીતિની ભારે આલોચના કરી હતી.[૬૭]
તેમણે એવી દલીલ કરી હતી કે યુનાઈટેડ સ્ટેટ્સના જનસમુદાય માટેના માધ્યમો અમેરિકાની સરકાર અને અમેરિકાના કોર્પોરેશનોનાં પ્રચાર સાધન અને "ખરીદેલા ઉપદેશક" તરીકે ભૂમિકા બજાવે છે[૬૮] અને ત્રણેય પક્ષો મોટાભાગે સમાન હિતો ધરાવે છે. વૉલ્ટર લિપમેનને આપેલા એક પ્રસિદ્ધ સંદર્ભમાં, ચોમ્સ્કી અને તેના સહ-લેખક એડવર્ડ એસ. હેરમાને લખ્યું છે કે અમેરિકાનાં માધ્યમો લોકોમાં સંમતિ બનાવે છે. ચૂંટણી પ્રચારને ધિરાણ આપવા ઉપરની ટોચમર્યાદાને ઉટાવી લેતા 2010ના સુપ્રિમ કોર્ટનાં ચુકાદાની ચોમ્સ્કીએ ઝાટકણી કાઢી હતી અને તેને “લોકશાહીનું કંપનીઢબે હસ્તાંતરણ” ગણાવ્યું હતું.[૬૯]
આંતરરાષ્ટ્રીયસ્તરે અમેરિકાની “વૉર ઓન ડ્રગ્સ”નો ચોમ્સ્કીએ વિરોધ કર્યો હતો, અને એવો દાવો કર્યો હતો કે આની ભાષા ગેરમાર્ગે દોરનારી છે. ચોમ્સ્કીએ તેનો “વૉર ઓન સર્ટેઈન ડ્રગ્સ” તરીકે ઉલ્લેખ કર્યો હતો. તેમણે ડ્રગ્સનો ઉપયોગ ઘટાડવા માટે લશ્કરી અથવા પોલીસ કાર્યવાહીના સ્થાને શિક્ષણ અને અટકાયતમાં ડ્રગ્સની નીતિમાં સુધારાની તરફેણ કરી છે.[૭૦] 1999માં આપેલી એક મુલકાતમાં, ચોમ્સ્કીએ એવી દલીલ કરી હતી કે સરકારના ખુલાસામાં તમાકુ જેવા પાકોનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, ત્યારે ગરીબો ઉપર દમન ગુજારીને અસર ઉભી કરવા માટે ગાંજાના સુકાં પાંદડા જેવા બિન-નફાકારક પાકોને વિશેષપણે લક્ષ્યાંક બનાવવામાં આવે છે.[૭૧] તેમણે જણાવ્યુ હતું કેઃ
અમેરિકાની સ્થાનિક ડ્રગ પોલિસી પોતાના લક્ષ્યાંકો વિસરી ગઈ છે અને નીતિના ઘડવૈયાઓ આ વાતથી સુમાહિતગાર છે. જો આ નીતિનો મતલબ પદાર્થોનો દુરૂપયોગ ઘટાડવાનો ન હોય, તો તેનો મતલબ શું છે? હાલની કાર્યવાહી અને ઐતિહાસિક બનાવો ઉપરથી એક વાત દેખીતી રીતે જ સ્પષ્ટ થઈ જાય છે કે, જ્યારે આ પદાર્થો કહેવાતા ખતરારૂપ વર્ગો સાથે સંકળાય છે ત્યારે તેને ગુનાનું સ્વરૂપ આપવામાં આવે છે. કેટલાક પદાર્થોને ગુન્હાનું સ્વરૂપ આપવું એ સામાજિક અંકુશ માટેનાં એક હથિયારરૂપ છે.[૭૨]
અમેરિકાની સરકારી મૂડીવાદી પદ્ધતિ અને વિશાળ કારોબારોની ચોમ્સ્કીએ આલોચના કરી હતી. તેઓ પોતાને એક એવો સમાજવાદી તરીકે વર્ણવતા હતા જે અરાજ્યવાદ-મહાજનસત્તાવાદ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, પરંતુ સમાજવાદની લેનિનની વિચારધારાને અનુસરતી શાખાઓનો તીવ્ર આલોચક છે. તે એમ પણ માનતા હતા કે સમાજવાદી મૂલ્યો મૂળ માનવીય વિચારોના તાર્કિક અને નૈતિક વ્યાપકને ઔદ્યોગિક સંદર્ભસુધી વિસ્તારે છે. ખાસ કરીને તેઓ એવી માન્યતા ધરાવતા હતા કે સમાજ સારી રીતે રચાયેલો હોવો જોઈએ અને તેમાં જાતિઓ અને કામના સ્થળો ઉપર લોકશાહી અંકુશ હોવો જોઈએ. તેમના મતે તેમનાં ઉપર પ્રભાવ પાડનારી બે વ્યક્તિઓ – બર્ટ્રાન્ડ રસેલ અને જોન ડ્યુવનાં સુધારાવાદી માનવતાવાદી વિચારો ક્રાંતિકારી લાક્ષણિક્તા જાળવી રાખવા સાથે પરંપરાગત ઉદારવાદ ધરાવે છે.[૭૩]
ચોમ્સ્કી એવું જણાવે છે કે યુનાઈટેડ સ્ટેટ્સ વિશ્વનો “વિશ્વનો સૌથી મહાન દેશ” છે.[૭૪] આ ટિપ્પણીને બાદમાં તેમણે સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, “આનો મતલબ વિકાસશીલ દેશો સાથે નથી અને મારો કહેવાનો મતલબ તે નથી, પરંતુ અમેરિકાએ અમુક એવી પ્રગતિ સાધી છે, ખાસ કરીને વાણી સ્વાતંત્ર્ય, કે જેને પ્રાપ્ત કરવા માટે સદીઓ સુધી સંઘર્ષ કરવો પડતો હોય છે. આ સિદ્ધિની સરાહના કરવી પડે.”[૭૫] તેમણે એવું પણ જણાવ્યું હતું કે, “ઘણાં સદર્ભમાં, યુનાઈટેડ સ્ટેટ્સ વિશ્વભરમાં સૌથી વધુ સ્વતંત્રતા ધરાવતું રાષ્ટ્ર છે. મારો કહેવાનો મતલબ ફક્ત રાજ્યના જુલમ ઉપરની મર્યાદાનાં સદર્ભમાં નથી, અલબત્ત તે સાચું પણ છે, પરંતુ મારો મતલબ વ્યક્તિગત સંબંધો વિશે પણ છે. પરસ્પરના સંબંધોની દ્વષ્ટિએ યુનાઈટેડ સ્ટેટ્સ વર્ગવિહીનતા તરફ આગળ વધે છે."[૭૬] સરકાર દ્વારા થતી કલ્યાણકારી પ્રવૃત્તિઓની સાથે અરાજ્યવાદ સુસંગત નથી તેવી આલોચના સામે ચોમ્સ્કી વાંધો ઉઠાવે છે અને જણાવે છે કેઃ
કોઈ પણ માણસ, ચોક્કસપણે એવો દ્વષ્ટિકોણ રાખી શકે છે અમે લોકોને આજે જે સમસ્યાનો સામનો કરવો પડે છે તેની કાળજી લેતા નથી અને આવનારી આવતીકાલ વિશે વિચારવા માગીએ છીએ. બરાબર છે, પણ પછી માણસો અને તેમના ભવિષ્યમાં કોઈ રસ હોવાનો ડોળ કરશો નહીં, અને સભાખંડ અને ઇન્ટલેક્ચ્યુઅલ કોફી હાઉસમાં અન્ય લોકો સાથે જ રહો. અથવા તો એક માનવીય અભિગમ અપનાવો કેઃ આવતીકાલનો એક વધુ સારા સમાજના નિર્માણ માટે હું આજે કામ કરીશ. આ વાક્ય પરંપરાગત અરાજ્યવાદી દ્વષ્ટિકોણથી જૂદી પડે છે. પરંતુ તે એકદમ સચોટ છે અને તે આજે વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોને સીધો ટેકો આપે છે. આજે લોકોને આરોગ્ય અને સુરક્ષાના નિયમોના અમલ, રાષ્ટ્રીય આરોગ્ય વીમાની જોગવાઈ, લોકોને આધાર આપતી સિસ્ટમ વગેરે જેવી સુવિધાઓની જરૂરત છે. એક આગવાં અને વધુ સારા ભવિષ્યના ઘડતર માટેની આ એક સંતોષજનક પરિસ્થિતિ નથી, પરંતુ તે એક આવશ્યક જરૂરિયાત છે. સરકારના બાકીના તમામ પ્રયત્નોનો વૈભવી જીવન નહી જીવતા અને જીવવા માટે સંઘર્ષ કરતા લોકો અનાદર કરશે.[૭૭]
પોતાની બોલવાની શૈલી કંટાળાજનક છે તેવી આલોચનાના પ્રતિસાદરૂપે, ચોમ્સ્કીએ જણાવ્યું હતું કે, “હું એક કંટાળાજનક વક્તા છું અને મને તે રીત જ ગમે છે…. મારું ગમે તે વ્યક્તિત્વ હોય, લોકો તેના પ્રત્યે આકર્ષાય છે એવી મને શંકા છે…. લોકોને આ પ્રશ્નોમાં રસ છે, અને તેઓ આ પ્રશ્નોમાં રસ ધરાવે છે કારણકે તે મહત્વપૂર્ણ છે."[૭૮] "આપણે લાગણી દ્વારા અથવા અન્ય કોઈ છિછરી વાક્પટુતાથી અંજાઈ જવા માગતા નથી."[૭૯]
ચોમ્સ્કી કેટલાક એવા વિચારો ધરાવે છે કે જેને યુદ્ધ-વિરોધી તરીકે વર્ગીકૃત કરી શકાય પણ તે ચુસ્તપણે શાંતિવાદી નથી. પોતાના જીવનકાળ દરમિયાન તેમણે વિયેતનામ યુદ્ધનો અને અન્ય યુદ્ધોનો ભારે વિરોધ કર્યો હતો. તેમણે વિરોધની વિવિધ પદ્ધતિઓ દ્વારા પોતાના આ વિચારો વ્યક્ત કર્યા હતા, જેમકે કરવેરા રોકવા અને શાંતિ રેલી. વિયેતનામ યુદ્ધ વિશે તેમણે સંખ્યાબંધ લેખો પ્રસિદ્ધ કર્યા હતા, જેમાં “ધ રિસ્પોન્સિબલિટી ઓફ ઇન્ટલેક્ચ્યુઅલ્સ”નો સમાવેશ થાય છે. જો કે, તેઓ એવું જણાવે છે કે બીજા વિશ્વ યુદ્ધમાં અમેરિકાની ભૂમિકા વાજબી હતી, સાથે એવી તાકીદ કરી હતી કે અગાઉ મુત્સદ્દીગીરી દ્વારા એક ઇચ્છનીય અંત આવ્યો હોત અથવા તો યુદ્દ ટાળી શકાયું હોત. ખાસ કરીને, તેઓ એવું માને છે કે હિરોશીમા અને નાગાસાકી ઉપર પરમાણું બોમ્બ ફેંકવા એ “ઇતિહાસનાં શબ્દાતીત ગુન્હાઓ પૈકીનાં એક છે.”[૮૦]
ચોમ્સ્કીએ ઈઝરાઈલ, ઈઝરાઈલનાં સમર્થકો, ઈઝરાઈલને અમેરિકાની સહાય અને પેલેસ્ટાઈનના લોકો સાથે ઈઝરાઈલના વ્યવહાર અંગે વ્યાપક આલોચના કરી છે. પોતાની દલીલમાં તેમણે જણાવ્યું હતું કે, “ઈઝરાઈલને સહાય કરનારાઓ વાસ્તવમાં નૈતિક વિનાશનાં અને કદાચ આખરી સર્વનાશનાં ટેકેદાર છે.” તેમણે એવી પણ દલીલ કરી હતી કે, “ઈઝરાઈલે સુરક્ષા કરતા વિસ્તરણની પસંદગી કરી છે, જે આ ઘટનાક્રમ તરફ દોરી જઈ શકે છે.”[૮૧]
ચોમ્સ્કી વાણી-સ્વાતંત્ર્ય માટે, ખાસ કરીને સમૂહ માધ્યમો માટે ખુલ્લો દ્વષ્ટિકોણ દરાવે છે; તેઓ સેન્સરશિપનો વિરોધ કરે છે અને પોતાની આબરૂને હાનિ પહોંચાડનારા માધ્યમો વિરુદ્ધમાં કાનૂની પગલાં લેવાનો ઈનકાર કરે છે. તેઓ અખબારોમાં ખુલ્લાં પત્રો દ્વારા વળતો જવાબ આપવાનું પસંદ કરે છે. ધ ગાર્ડિયન માં એમ્મા બ્રોકેસનાં એક લેખનાં જવાબમાં તેમણે આ અભિગમ અપનાવ્યો હોવાનું ઉદાહરણ છે.[૮૨][૮૩][૮૪]
ચોમ્સ્કીએ વારંવાર જણાવ્યું છે કે ભાષામાં તેમની કામગીરી અને તેમના રાજકીય વિચારો વચ્ચે કોઈ સંબંધ નથી. તેઓ એવો વિચાર ધરાવતા હતા કે રાજકીય મુદ્દાઓ ઉપર સક્ષમ ચર્ચા કરવા માટે શૈક્ષણિક ક્ષેત્રનું નિષ્ણાતકક્ષાનું જ્ઞાન હોવું જરૂરી છે. 1969માં એક મુલાકાતમાં તેમણે પોતાના રાજકારણ અને ભાષાક્ષેત્રે કામગીરી વચ્ચેના સંબંધ વિશે જણાવ્યું હતું કેઃ
હું હજી પણ અનુભવું છું કે આ બન્ને વચ્ચે એક પ્રકારનું બારીક જોડાણ છે. હું અતિશયોક્તિ કરીને કહેવા માગતો નથી પણ મારા માટે તે થોડુઘણું મહત્વનું છે. મારા મતે કોઈ પણ વ્યક્તિનાં રાજકીય વિચારો અથવા સામાજિક સંસ્થાના વિચારોના મૂળ આખરે તો માનવીય સ્વભાવ અને માનવીય જરૂરિયાતોમાં જ હોય છે.[૮૫]
અન્ય વિવિધ ક્ષેત્રોમાં ચોમ્સ્કીયન મોડેલ્સને આનુમાનિક આધાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ચોમ્સ્કી શ્રેણી અધિક્રમ ફંડામેન્ટલ કમ્પ્યૂટર સાયન્સ કોર્સમાં ભણાવવામાં આવે છે કેમકે તે ઔપચારિક ભાષાઓના વિવિધ પ્રકારોમાં ઊંડી સમજ આપે છે. ગણિતશાસ્ત્રના સંદર્ભમાં પણ આ હાયરાર્કી શીખવવામાં આવે છે[૮૬] અને તેણે ગણિતશાસ્ત્રીઓમાં ખાસ કરીને સંયોજનોશાસ્ત્રીઓમાં રસ જાગૃત કર્યો છે. ઈવોલ્યૂશનરી સાયકોલોજીમાં કેટલીક દલીલો ચોમ્સ્કીના સંશોધનનાં પરિણામોમાંથી લેવામાં આવી છે.[૮૭]
1984માં મેડિસીન અને ફિઝીયોલોજીના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જીતનાર હસ્તી, નીલ્સ કે. જેરેનીએ હ્યૂમન ઇમ્યૂઅન સિસ્ટમને વ્યક્ત કરવા માટે ચોમ્સ્કીનાં જનરેટિવ મોડેલનો ઉપયોગ કર્યો હતો અને “કમ્પોનન્ટ્સ ઓફ અ જનરેટિવ ગ્રામર... વિથ વેરિયસ ફીચર્સ ઓફ પ્રોટીન સ્ટ્રક્ચર્સ” સૂત્ર રચ્યું હતું. જેરેનીનાં સ્ટોકહોમ નોબેલ લેક્ચરનું શીર્ષક “ધ જનરેટિવ ગ્રામર ઓફ ધ ઈમ્યૂન સિસ્ટમ” હતું. કોલમ્બિયા યુનિવર્સિટીમાં એનિમલ લેંગ્વેજ એક્વિઝિશનનાં અભ્યાસમાં સબ્જેક્ટ તરીકે ઉપયોગમાં લેવાતાં એક ચિમ્પાન્ઝીનું નામ ચોમ્સ્કીનાં નામ ઉપરથી- નિમ ચિમ્પસ્કી રાખવામાં આવ્યું હતું. ભાષા શીખવાની માનવજાતિની આગવી વિશિષ્ટતાનો ચોમ્સ્કીએ જે ખ્યાલ રજૂ કર્યો હતો તેના સંદર્ભમાં આ નામ રાખવામાં આવ્યું હતું.
પ્રસિદ્ધ કમ્પ્યૂટર વૈજ્ઞાનિક ડોનલ્ડ ક્નુથે પોતાના હનીમૂન દરમિયાન સિન્ટેક્ટિક સ્ટ્રક્ચર્સનું વાંચન કર્યા હોવાનો અને તેનાથી ભારે પ્રભાવિત થયાનો એકરાર કર્યો છે. “...મારે એ વાત કબૂલ કરવી જોઈએ કે 1961માં મારા હનીમૂન વખતે હું નોઆમ ચોમ્સ્કીની સિન્ટેક્ટિક સ્ટ્રક્ચર્સ મારી સાથે લઈ ગયો હતો... તેમાં ભાષાની મેથેમેટિકલ થિયરી હતી, જે એક અદભૂત વાત હતી જેનો હું કમ્પ્યૂટર પ્રોગ્રામરનાં ઈન્ટ્યૂશનમાં ઉપયોગ કરી શક્યો હતો!” ચોમ્સ્કીની અન્ય રાજકીય કામગીરીમાં સમૂહ માધ્યમો (ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સના)ના મુખ્ય પ્રવાહનું વિશ્લેષણ, તેનું માળખું અને દબાણ, અને મોટા ઉદ્યોગો અને સરકારી હિતોમાં તેની ભૂમિકાનો સમાવેશ થાય છે.
એડવર્ડ એસ. હેરમેન અને ચોમ્સ્કીના પુસ્તકમાંManufacturing Consent: The Political Economy of the Mass Media (1988) આ વિષયની ગહન ચર્ચા કરવામાં આવી છે, જેમાં આ વાતને રજૂ કરતા સંખ્યાબંધ વિગતવાર કેસસ્ટડી સહિત સમાચારના માધ્યમોનાં “પ્રોપગન્ડા મોડેલ”ની રજૂઆત કરવામાં આવી છે. આ પ્રોપગન્ડા મોડેલ અનુસાર, અમેરિકા જેવા લોકશાહી સમાજમાં એકપક્ષવાળી રાજસત્તા અથવા પદ્ધતિ, કે જેમાં લોકો ઉપર દળોનો ઉપયોગ કરીને જુલમનો આશરો લેવામાં આવે છે, તેનાથી વિપરીત, હિંસા વિના જ લોકો ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવામાં આવે છે. પોતાની એક બહુ જાણીતી ટિપ્પણીમાં, ચોમ્સ્કીએ જણાવ્યું હતું કે, “પ્રોપગન્ડા એક એવી લોકશાહી છે કે જેમાં એકહથ્થું સત્તાં દંડના જોર વિના જ લોકોને નમાવે છે.” (મિડીયા કન્ટ્રોલ) આ મોડેલ લોકોનાં કાવતરાંને બદલે આર્થિક કારણોસર સમૂહ માધ્યમોએ અપનાવેલા પદ્ધતિસરના પક્ષપાતને વ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે. આ મોડેલમાં એવી દલીલ કરવામાં આવી છે કે આ પક્ષપાત પાંચ “ફિલ્ટર”માંથી ઉત્પન્ન થાય છે. તમામ પ્રસિદ્ધ થયેલા સમાચારોએ આ ફિલ્ટરોમાંથી પસાર થવું જ પડે છે. આમ પદ્ધતિસર રીતે સમાચારની ખોટી રજૂઆત કરવામાં આવે છે.
પ્રથમ ફિલ્ટર છે માલિકી. તેને વ્યક્ત કરતા ચોમ્સ્કીએ એવી નોંધ કરી છે કે મોટાભાગના માધ્યમો વિશાળ કોર્પોરેશનોની માલિકીના છે. બીજું ફિલ્ટર છે ફંડિંગ, જેના માટે ચોમ્સ્કીએ એવી નોંધ કરી છે કે આ માધ્યમો વિજ્ઞાપનદાતાઓ પાસેથી નાણાં ભંડોળ મેળવે છે, વાચકો પાસેથી નહીં. આ માધ્યમો નફાનું લક્ષ્ય ધરાવતા કારોબાર છે જે અન્ય કારોબારો (વિજ્ઞાપનદાતાઓ)ને એક પ્રોડક્ટ - વાંચકો અને પ્રેક્ષકો-નું વેચાણ કરે છે. આ મોડેલ અનુસાર માધ્યમો પાસેથી એવા સમાચાર પ્રસિદ્ધ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે જેમાં આ કારોબારની અપેક્ષાઓ અને મૂલ્યો પ્રતિબિંબિત થતા હોય. વધુમાં, સમાચારના માધ્યમો મોટાભાગની માહિતીના સ્રોત જેવી સરકારની સંસ્થાઓ અને મહત્વના ઉદ્યોગો ઉપર આધારિત રહેતા હોય છે જે ત્રીજું ફિલ્ટર છે. સખત ટીકાઓ એ ચોથું ફિલ્ટર છે, જેમાં વિવિધ દબાણ જૂથોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જૂથો માધ્યમોના પક્ષપાત બદલ તેમની ઉપર આક્રમણ કરે છે. નિયમો એ પાંચમું ફિલ્ટર છે. આ ચોથું ફિલ્ટર પત્રકારત્વના વ્યવસાયમાં રહેલા લોકોનાં સર્વસામાન્ય ખ્યાલનાં સંદર્ભમાં છે. (નોંધઃ 1988માં પ્રસિદ્ધ થયેલા મૂળ લખાણમાં પાંચમું ફિલ્ટર ‘એન્ટિકમ્યૂનિઝમ’ હતું. જો કે, સોવિયેત યુનિયન પડી ભાંગ્યાબાદ, લોકોના અભિપ્રાયમાં પરિવર્તન આવતા આ ફિલ્ટરનો ખ્યાલ વિસ્તર્યો છે.) સમાચારના માધ્યમો કેવી રીતે વિકેંદ્રિત તથા કાવતરાં (પણ તેના કરતા ઓછું પણ નહીં) વિનાની શક્તિશાળી પ્રચાર ઝુંબેશની સિસ્ટમની રચના કરે છે અને લોકોમાં સંમતિનું સર્જન કરે છે અને લોકશાહી રીતે સંમતિનો દેખાવ કરીને એક વર્ગની કલ્પના અનુસાર જાહેર ચર્ચા ઘડી કાઢે છે તેનું આ મોડેલમાં વર્ણન કરવામાં આવ્યું છે.
ચોમ્સ્કી અને હેરમાને પોતાના આ મોડેલનું અનુભવ પરીક્ષણ કરવા માટે બબ્બેની જોડીમાં બનાવોને ઉદાહરણ તરીકે ઉપયોગમાં લીધાં. આ બનાવોનો હેતુ સમાન હતો અને તેને સ્થાનિક હિતમાં ગોઠવવામાં આવ્યા હતા. તેમણે એવા ઘણાં ઉદાહરણોનો ઉપયોગ કર્યો કે જેમાં “સત્તાવાર દુશ્મન” જ્યારે કોઈ કૃત્ય (કોઈ ધાર્મિક અધિકારીનું ખૂન જેવું) કરે, ત્યારે સમાચારોમાં તેનું વ્યાપક સંશોધન આપવામાં આવતું અને તે મેટરને ભારે પ્રમાણમાં કવરેજ અપાતું, જેથી “દુશ્મન”નો ભોગ બનનાર લોકો “મૂલ્યવાન” ગણાય. પરંતુ, જ્યારે સ્થાનિક સરકાર અથવા અન્ય કોઈ સાથી સમાન કૃત્ય (અથવા તેનાથી પણ બદતર) આચરે, ત્યારે પ્રેસ તે સમાચારને ઓછું મહત્વ આપતું જેથી અમેરિકા અને સાથી રાજ્યોનો ભોગ બનનાર લોકોનું મહત્વ ઓછું અંકાય. તેઓએ પોતાના મોડેલનું વિયેતનામ યુદ્ધ વખતે ટેટ ઓફેન્સિવનાં મિડીયા કવરેજમાં પરીક્ષણ કર્યું કે જેને મુક્ત અને સ્વતંત્ર અખબારોનું શ્રેષ્ઠ ઉદાહરણ કહેવામાં આવે છે. આ કેસમાં પણ, તેમણે એવી દલીલ કરી હતી કે પ્રેસ કેટલાક હિતોના તાબામાં રહીને કામ કરતું હતું.
1969ની વસંતમાં તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે જ્હોન લોક વ્યાખ્યાનો આપ્યા. જાન્યુઆરી 1970માં યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજખાતે બર્ટાન્ટ રસેલ સ્મૃતિ વ્યાખ્યાનો; 1972માં નવી દિલ્હી ખાતે નેહરુ સ્મૃતિ વ્યાખ્યાનો; 1977માં લેઈડેન ખાતે હુઈઝિન્ગા વ્યાખ્યાનો; 1988માં યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો ખાતે મેસ્સી વ્યાખ્યાનો, 1997માં શિર્ષક "જરૂરી ભ્રમણાઓ: લોકતાંત્રિક સમજોમાં વૈચારિક નિયંત્રણ",કેપ ટાઉન ખાતે શૈક્ષણિક સ્વાતંત્ર્ય પર ડેવિ સ્મૃતિ વ્યાખ્યાનો[૮૮] સહિત અનેક વ્યાખ્યાનો આપ્યા.[૮૯] ચોમ્સ્કીએ વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાંથી ઘણી માનદ્ પદવીઓ મેળવી હતી. જેમાં નીચેનાનો પણ સમાવેશ થાય છે:
|
તેઓ અમેરિકન એકેડમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સિસ, ધી નેશનલ એકેડમી એફ સાયન્સિસ, અને અમેરિકન ફિલોસોફિકલ સોસાયટીના સભ્ય છે. આ ઉપરાંત તેઓ યુનાઈટેડ સ્ટેટની તથા બહારની અન્ય વ્યવસાયિક અને વિદ્વાન સોસાયટીઓના પણ સભ્ય છે અને તેઓએ મેળવેલા એવોર્ડ-પુરસ્કારમાં અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશનનો અનોખા વિજ્ઞાની પ્રદાન માટેનો એવોર્ડ, મૂળ વિજ્ઞાનોમાં કીઓટો પુરસ્કાર, હેલ્મહોલ્ટ્ઝ ચંદ્રક, ડોરોથી એલ્ડરિજ શાંતિ પુરસ્કાર, કમ્પ્યુટર અને ચિંતનકારી વિજ્ઞાનમાં 1999 બેન્જામિન ફ્રેન્કલિન ચંદ્રક સહિત અન્યનો સમાવેશ થાય છે.[૯૦] નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ ઓફ ઈંગ્લિશ દ્વારા "જાહેર ભાષામાં ઈમાનદારી અને સ્પષ્ટતા માટે" અપાતા ઓરવેલ એવોર્ડના તેઓ બે વખત (1987 અને 1989માં)વિજેતા બન્યા છે .[૯૧] તેઓ સમાજ વિજ્ઞાન વિભાગમાં સર્બિયન એકેડમી ઓફ સાયન્સિસ એન્ડ આર્ટ્સના સભ્ય છે.[૯૨] ચોમ્સ્કીએમઆઇટી હાવર્ડ રીસર્ચ જરનલની સલાહકાર સમિતિના સભ્ય છે.[સંદર્ભ આપો]
2005માં ચોમ્સ્કીએ લિટરરી એન્ડ હિસ્ટોરિકલ સોસાયટી તરફથી માનદ સ્કોલરશિપ મેળવી હતી.[સંદર્ભ આપો]2007માં ચોમ્સ્કીએ ઉપ્પસલા યુનિવર્સિટી (સ્વીડન-Sweden)ની માનદ ડોક્ટરની પદવી કેરોલસ લિન્નેઅસ સમારંભમાં મેળવી હતી.[૯૩] ફેબ્રુઆરી 2008માં તેમણે નેશનલ યુનિવર્સિટી ઓફ આયર્લેન્ડ, ગેલવેની લિટરરી એન્ડ ડીબેટિંગ સોસાયટી તરફથી રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવ્યો હતો.[સંદર્ભ આપો]2010માં ચોમ્સ્કીએ સ્ટુટ્ટગ્રેટ જર્મનીમાં એરિક ફ્રોમ્મ પુરસ્કાર મેળવ્યો હતો.[૯૪]ચોમ્સ્કી પાસે એર્ડોસ સંખ્યા ચારની છે. બ્રિટિશ સામયિક ''પ્રોસ્પેક્ટ'' દ્વારા હાથ ધરાયેલા 2005 વૈશ્વિક બુદ્ધિજીવી પોલમાં ચોમ્સ્કીએ હયાત અગ્રણી જાહેર બુદ્ધિજીવી તરીકે મત મેળવ્યા હતા. આ અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે જણાવ્યું હતું કે, "આવા પોલ પ્રત્યે હું ધ્યાન આપતો નથી.".[૯૫] 2006માં સામયિક ન્યૂ સ્ટેટ્સમેન માં તેમને "આપણા સમયના નાયકો"ની યાદીમાં સાતમા ક્રમે તેમને મત મળ્યા હતા.[૯૬] અભિનેતા વિગો મોર્ટેન્સેનએ અગ્રણી ગિટારવાદક બુકેથેડ સાથે તેઓનું 2006નું આલબમ જે પેન્ડેમોનિયમફ્રોમઅમેરિકા તરીકે ઓળખાયું તે ચોમ્સ્કીને અર્પણ કર્યુ હતું. 22 જાન્યુઆરી, 2010ના રોજ , એમઆઇટી ખાતે ક્રેસગે ઓડિટોરિયમ-સભાગૃહમાં ચોમ્સ્કીના માનમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.[૯૭] [૯૮]ચોમ્સ્કી અને તેમના ડઝન જેટલા મિત્રો અને પરિવારજનોએ આ સંગીત-જલસામાં હાજરી આપી હતી અને તેમાં એડવર્ડ મનુકીઆન સંગીતકાર હતા અને એમઆઇટીના ડેવિડ પેસ્ટેસ્કી તથા હાવર્ડ યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિષયના વડાગેન્નારો ચિએએર્શિઆ સહિતના ચોમ્સ્કીના સહકર્મીઓએ તેમાં વક્તવ્ય આપ્યુ હતું.
ચોમ્સ્કીની મોટાભાગની ટીકાઓ તેમના રાજકીય વિચારોની આસપાસ ફરે છે. અમેરિકન રાજકારણમાં ડાબેરી પાંખના વ્યક્તિ તરીકેની તેમની છબિના પરિણામે ડાબેરી અને જમણેરી તરફથી ઘણી ટીકા થઈ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.