ગુજરાતનો જિલ્લો From Wikipedia, the free encyclopedia
નવસારી જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો મહત્વનો જિલ્લો છે. નવસારી આ જિલ્લાનું મુખ્યમથક છે.
નવસારી જિલ્લો | |
---|---|
જિલ્લો | |
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
મુખ્યમથક | નવસારી |
વિસ્તાર | |
• કુલ | ૨,૨૧૧ km2 (૮૫૪ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૩,૩૦,૭૧૧ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
નવસારી જિલ્લાની ઉત્તરમાં સુરત જિલ્લો, પૂર્વમાં ડાંગ જિલ્લો અને દક્ષિણમાં વલસાડ જિલ્લો આવેલા છે, જ્યારે પશ્ચિમમાં અરબી સમુદ્ર આવેલો છે. નવસારી પશ્ચિમ રેલ્વેનું મહત્વનું સ્ટેશન છે. આજુબાજુ ઘણાં ગામડાં આવેલાં છે. નવસારી જિલ્લામાંથી પુર્ણા નદી, અંબિકા નદી, કાવેરી નદી, ખરેરા નદી, કોસખાડી નદી વગેરે નદીઓ પસાર થાય છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે નવસારી જિલ્લાની વસી ૧૩,૩૦,૭૧૧ વ્યક્તિઓની છે,[1] જે મોરિશિયસ દેશ[2] અથવા અમેરિકાના મેઇને રાજ્યની વસ્તી જેટલી છે.[3] વસ્તીની દ્રષ્ટિએ નવસારીનો ક્રમ ભારતના ૬૪૦ જિલ્લાઓમાં ૩૬૬મો છે.[1] જિલ્લાની વસ્તી ગીચતા 602 inhabitants per square kilometre (1,560/sq mi) છે.[1] વસ્તી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન ૮.૨૪% રહ્યો હતો.[1] નવસારી જિલ્લાનો સાક્ષરતા દર ૮૪.૭૮% છે.[1]
અહીંની પ્રજાની જાતિઓ મુખ્યત્વે ધોડિઆ, કુકણા, કોળી, હળપતિ, નાયકા, કણબી, આહિર ભરવાડ, માહ્યાવંશી, માછી અને દેસાઈ છે. મુંબઈ પછી નવસારીમાં પારસી લોકો વધુ સંખ્યામાં રહે છે. સાથે સાથે મુસ્લિમોની વસ્તી પણ નોંધપાત્ર છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.