From Wikipedia, the free encyclopedia
ઘણી ધાર્મિક પરંપરાઓમાં નરક એ મૃત્યુની યાતના અને સજાનું સ્થળ છે જે મોટા ભાગે ભૂગર્ભમાં હોય છે. વંશાવલીના દિવ્ય ઇતિહાસ સાથેના ધર્મ ઘણી વાર ધર્મને અનંત તરીકે રજૂ કરે છે. ચક્રીય ઇતિહાસ ધરાવતા ધર્મમાં નરકને બે અવતાર વચ્ચેના ગાળા તરીકે રજૂ કરે છે. નરકમાં મળતી સજા સામાન્ય રીતે જીવન દરમિયાન કરેલા પાપો મુજબ હોય છે. કેટલીક વખત તેની વિશેષતા સ્પષ્ટ હોય છે, નરકવાસી આત્માઓ તેમના દરેક પાપ માટે પીડા ભોગવે છે (ઉદાહરણ તરીકે પ્લેટોનું મિથ ઓફ એર અથવા દાન્તેનું ધી ડિવાઇન કોમેડી ) અને કેટલીક વખત તે સામાન્ય હોય છે જેમાં પાપીને નરકના વિવિધ ચેમ્બરમાં અથવા પીડાના વિવિધ સ્તરમાંથી પસાર થવું પડે. ખ્રિસ્તી ધર્મમાં મૃત્યુ બાદ આત્માના નસીબ વિશે શ્રદ્ધા અને પસ્તાવો ઘણી મોટી ભૂમિકા ભજવે છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામમાં નરકને પરંપરાગત રીતે સળગતું અને પીડાદાયક દર્શાવાય છે જે અપરાધ અને યાતનાનો અનુભવ કરાવે છે.[1] કેટલીક અન્ય પરંપરાઓમાં જોકે નરકને ઠંડા અને અંધકારભર્યા સ્થળ તરીકે દર્શાવાય છે. નરકને આગ તરીકે દર્શાવવાનું સામાન્ય છે છતાં દાન્તેના ઇન્ફર્નો માં નરકના સૌથી અંદરના વર્તુળ (9મા)ને લોહી અને અપરાધના થીજી ગયેલા તળાવ તરીકે દર્શાવાય છે.[2] નરકમાં ઘણી વાર શેતાન વસવાટ કરતા હોવાનું દર્શાવાય છે જેઓ પાપીઓને યાતના આપે છે. મોટા ભાગના પર મૃત્યુ દેવ જેમ કે નેર્ગલ અથવા ખ્રિસ્તી કે ઇસ્લામિક શેતાનનું શાસન હોય છે. નરકથી વિપરીત મૃત્યુ પછીના જીવનમાં મૃતકોના મઠ અને સ્વર્ગનો સમાવેશ થાય છે. મૃતકોના રહેઠાણ પાપીઓની સજા માટેના કેદખાનાના બદલે તમામ મૃતકોની જગ્યા છે. (ઉદાહરણ તરીકે શેઓલ). સ્વર્ગ એ કેટલાક અથવા તમામ મૃતક માટે મૃત્યુ પછીના સુખની જગ્યા છે. (ઉદાહરણ તરીકે જુઓ દેવલોક). નરકની આધુનિક સમજણમાં પણ તેને અમૂર્ત રીતે દર્શાવાય છે, ભૂગર્ભમાં આગની જવાળાઓ વચ્ચે પીડાના બદલે કંઇક ગુમાવવા સમાન ગણાય છે.
આધુનિક અંગ્રેજી શબ્દ હેલ જૂના અંગ્રેજી hel , helle પરથી આવ્યો છે (આશરે ઇ.સ. 725માં મૃતના સૌથી જૂના શબ્દનો ઉલ્લેખ છે) જે એંગ્લો-સેક્સોન અને કેશ્વરવાદના યુગ સુધી અને અંતે પ્રોટો-જર્મેનિક *હાલિજા સુધી પહોંચે છે જેનો અર્થ છે "જે ઢાંકે છે અથવા કંઇક છુપાવે છે તેવું".[3] આ શબ્દમાં જર્મેનિક ભાષાની અસર છે જેમ કે ઓલ્ડ ફ્રિસિયન helle , hille , ઓલ્ડ સેક્સોન hellja , મિડલ ડચ helle , મોડર્ન ડચ hel , ઓલ્ડ હાઇ જર્મન helle (મોડર્ન જર્મન Hölle ), ડેનિસ, નોર્વેઇયન અને સ્વીડિશ "helvede"/helvete (hel + ઓલ્ડ નોર્સ vitti સજા) અને ગોથિક halja.[3] ત્યાર બાદ આ શબ્દનો ઉલ્લેખ અનેકેશ્વરવાદની ધારણાને ખ્રિસ્તી માન્યતા તરફ અને તેની પરિભાષા તરફ લઇ જવા કરાયો હતો[3] (જોકે, વિચારધારાના યહુદી-ખ્રિસ્તી મૂળ માટે ગેહેના જુઓ)
અંગ્રેજી શબ્દ હેલ જૂના નોર્સ હેલ પરથી ઉતરી આવ્યો હોવાની ધારણા છે[3] પરંતુ આ સમાનતા અન્ય તમામ ભાષાઓમાં પણ જોવા મળે છે અને તેમાં પ્રોટો-જર્મેનિક મૂળ જોવા મળે છે.[4] અન્ય સ્રોતમાં 13મી સદીના પરંપરાગત સ્રોતમાંથી સંકલન કરવામાં આવેલા પોએટિક એડ્ડા અને 13મી સદીમાં સનોરી સ્ટરલ્યુશન દ્વારા લખાયેલું પ્રોસ એડ્ડા નોર્સ મૂર્તિપૂજકોની માન્યતાઓ વિશે માહિતી આપે છે તેમાં હેલ નામનો સમાવેશ થાય છે જે સમાન નામથી ભૂગર્ભના સ્થળ પર શાસન તરીકે દર્શાવાય છે. તેને “ધુમ્મસભર્યા” સ્થળ તરીકે (જેને ખ્રિસ્તી માન્યતામાં આગની જગ્યા તરીકે કલ્પના કરાય છે) દર્શાવાય છે જેમાં દરેક સ્ત્રી અને ઉપરાંત કેટલાક પુરુષો જાય છે. ખોટા કાર્યો માટે સજાનો ઉલ્લેખ નથી.
નરકનો ઉલ્લેખ વિવિધ પૌરાણિક કથા અને ધર્મમાં થયો છે. તેમાં સામાન્ય રીતે શેતાનો અને મૃત લોકોના આત્માઓ વસવાટ કરે છે. નરકનો ઉલ્લેખ ઘણી વાર કળા અને સાહિત્યમાં કરવામાં આવે છે, દાન્તેની ડિવાઇન કોમેડી તેમાં કદાચ સૌથી લોકપ્રિય છે.
મિડલ કિંગ્ડમ વખતે ઓસિરિસના સંપ્રદાયનો ઉદભવ થવા સાથે તેમના સૌથી નાના અનુયાયીઓને પણ ‘ધર્મનું લોકતાંત્રિકકરણ’ રજૂ કરવામાં આવ્યું જેનાથી નૈતિક સુમેળ સાથે શાશ્વત જીવનની સંભાવનાઓ, વ્યક્તિની યોગ્યતા નક્કી કરવામાં પ્રભાવશાળી પરિબળ બની ગયું. મૃત્યુના સમયે બેતાળીસ દિવ્ય ન્યાયાધિશો દ્વારા ચુકાદાનો સામનો કરતી હતી. જો તેઓ સત્ય અને ઉમદા જીવનની પ્રતિનિધી ગણાતા દેવી માટની સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવ્યા હોય તો વ્યક્તિને બે ફિલ્ડમાં આવકારવામાં આવતા હતા. જો વ્યક્તિ દોષીત હોય તો તેને ‘ભરખી જતી જગ્યા’માં ધકેલી દેવાતી હતી અને શાશ્વત જીવન મળતું ન હતું.[5] ભરખાઇ જતી વ્યક્તિ સૌથી પહેલા ભયાનક સજા ભોગવતી હતી અને પછી તેનો નાશ કરવામાં આવતો હતો. સજાના આ નિરૂપણ પર પ્રારંભિક ખ્રિસ્તી અને કોપ્ટઇક લખાણો દ્વારા મધ્યયુગની ધારણાઓનો પ્રભાવ જોવા મળી શકે છે જે મુજબ નરકમાં આગ ભભુકતી હતી.[6] જેમને ન્યાયોચિત ગણવામાં આવે છે તેમના માટે શુદ્ધિકરણનો ઉલ્લેખ ‘ફ્લેમ આઇલેન્ડ’માં જોવા મળી શકે છે જ્યાં તેઓ દુષ્ટતા પર વિજયનો અનુભવ કરીને પુનઃજન્મ મેળવે છે. નરકની સજા પામેલા માટે બિનઅસ્તિત્વમાં સંપૂર્ણ નાશ રાહ જુએ છે પરંતુ તેમાં કાયમી ત્રાસનું સૂચન નથી. ઇજિપ્તની પૌરાણકથાઓમાં હૃદયના મૂલ્યાંકનના આધારે ઉન્મૂલન થઇ શકે છે. [7][8]ન્યાયના દિવસે દિવ્ય માફી પ્રાચિન ઇજિપ્તમાં હંમેશા કેન્દ્રીય ચિંતાનો વિષય હતી.[9]
ક્લાસિક ગ્રીક પૌરાણકથામાં સ્વર્ગ, પૃથ્વી અને પોન્ટસ વચ્ચે ટાર્ટારસ અથવા ટાર્ટારોસ (ગ્રીક Τάρταρος, ઊંડું સ્થળ) આવેલું છે. તે ઊંડું, અંધકારભર્યું સ્થળ, ખાડો અથવા ખાઇ છે જે અત્યાચાર અને યાતનાની કોઠરી છે હેડ્સની વચ્ચે છે (સમગ્ર ભૂગર્ભ) જેમાં ટાર્ટારસમાં નરકના તત્વો હોય છે. ગોર્જિસમાં પ્લેટો (સી. 400 બીસી)એ લખ્યું હતું કે મૃત્યુ પછી આત્માઓનો ન્યાય કરવામાં આવતો હતો અને જેમને સજા થતી તેમને ટાર્ટારસમાં ધકેલવામાં આવતા હતા. સજાના સ્થળ તરીકે નરકની ગણના કરી શકાય. બીજી તરફ ક્લાસિક હેડ્સ ઓલ્ડ ટેસ્ટામેન્ટ શેઓલ સાથે વધુ સામ્યતા ધરાવે છે.
યુરોપના નરકમાં બ્રેટોન મિથોલોજીની “એનાઓન”, સેલ્ટીક મિથોલોજીની “ઉફેરન”, સ્લેવિક મિથોલોજીની “પેકલો”, લેપ્સ મિથોલોજીના નરક અને ઉગેરિયન મિથોલોજીના “મનાલા”નો સમાવેશ થાય છે જેમાં અંતે સંપૂર્ણ વિનાશ થાય છે.
મધ્ય પૂર્વના નરકોમાં સુમેરિયન પૌરાણકથાઓના “અરાલુ”, કેનેનાઇટ પૌરાણકથાના નરક, હિલાઇટ પૌરાણકથા મિથરાઇઝમનો સમાવેશ થાય છે.
એશિયાના નરકોમાં બાગાબો પૌરાણકથાના “ગિમોકોડાન” અને પ્રાચિન ભારતીય પૌરાણકથાઓના “કાલિચી”નો સમાવેશ થાય છે.
આફ્રિકન નરકમાં હૈદા પૌરાણકથાના “હેત્ગવોગ” અને સ્વાહિલી પૌરાણકથાના નરકનો સમાવેશ થાય છે.
ઓશેનિક નરકમાં સુમોન પૌરાણ કથાના “O le nu'u-o-nonoa” અને બાંગકા પૌરાણકથા અને કેરોલાઇન ટાપુ પૌરાણકથાનો સમાવેશ થાય છે.
અમેરિકનોના નરકમાં એઝટેક પૌરાણકથાના “મિકટલાન”, ઇનુઇટ પૌરાણકથાના “એડલીવુન” અને યાનોમામો પૌરાણકથાના “શોબરી વાકા” સામેલ છે. માયા પૌરાણકથામાં ઝિબાલ્બા એ નવ સ્તરનું ખતરનાક ભૂગર્ભ છે જેના પર દાનવો વુકુબ કાકિક્સ અને હુન કેમ રાજ કરે છે. તેની અંદર જવાનો અને બહાર નીકળવાનો રસ્તો બહુ ઢોળાવવાળો, કાંટાળો અને પ્રતિબંધિત હોવાનું કહેવાય છે. નવ નરકમાં મેટનલ એ સૌથી નીચેનો અને સૌથી ભયાનક સ્તર છે જેના પર અહ પક રાજ કરે છે. વિધી આધારિત સારવાર કરનારાઓ સાજા થવાની પ્રાર્થના કરે છે જેમાં બીમારીને મેટનલ માં મોકલવામાં આવે છે. પોપોલ વહમાં મોટા ભાગમાં માયા હીરો ટ્વીન્સના સાહસ દર્શાવાય છે જેમાં ઝિબાલ્બા ના દુષ્ટ માલિક સામે ચતુરાઇભરા સંઘર્ષની વાત છે.
એઝટેક્સ માનતા હતા કે મૃતકો મિક્ટલાન જતા હતા જે સૌથી ઉત્તરમાં આવેલું તટસ્થ સ્થળ છે. સફેદ ફુલના એક દંતકથારૂપ સ્થળની પણ વાત હતી જે હંમેશા અંધકારમય અને મૃત્યુના દેવતાનું ઘર હતું. ખાસ કરીને મિક્ટલાનટેકુટલી અને તેની પત્ની મિક્ટલાનટેસીહુઆટીનું ઘર એટલે કે તે ખરા અર્થમાં ‘લોર્ડ્સ ઓફ મિક્ટલાન’ હતા. મિક્ટલાનની સફર ચાર વર્ષ સુધી ચાલતી હતી અને પ્રવાસીઓએ મુશ્કેલ પરીક્ષાઓ પાર કરવી હતી જેમ કે પર્વતમાળામાંથી પસાર થવું જેમાં ઘણા પર્વતો એક બીજા સાથે ટકરાતા હતા, એક મેદાનમાંથી જવું જ્યાં પવનમાં માંસ ચીરી નાખતી છરીઓ ઉડતી હતી અને એક નદી જેમાં ભયાનક જગુઆર સાથે લોહી વહેતું હતું.
ડેનિયલ 12:2 દાવો કરે છે “અને જેઓ ધુળ અને માટીમાં સુવે છે તેમાંથી ઘણા જાગશે, કેટલાક શાશ્વત જીવન મેળવશે, કેટલાક શરમજનક જીવ અને શાશ્વત તિરસ્કાર મેળવશે.” યહુદી ધર્મમાં મૃત્યુ પછીના જીવન માટે કોઇ ચોક્કસ વિચારધારા નથી. પરંતુ તે ગેહેનાને વર્ણવવાની રહસ્યવાદી/રૂઢિવાદી પરંપરા ધરાવે છે. ગેહેના નરક નથી પરંતુ પર્ગેટરીનો એક પ્રકાર છે જ્યાં વ્યક્તિના જીવનના કાર્યો મુજબ ન્યાય થાય છે અથવા જ્યાં વ્યક્તિ પોતાની ખામીઓ અને તેના જીવન દરમિયાનના નકારાત્મક કાર્યો વિશે સંપૂર્ણપણે વાકેફ બને છે. કબ્બાલા દરેક જીવો માટે (માત્ર દુષ્ટો માટે નહીં) તેને “વેઇટિંગ રૂમ” (સામાન્ય અનુવાદ “પ્રવેશ માર્ગ”) તરીકે ઉલ્લેખ કરે છે. યહુદી ધર્મને લગતા મોટા ભાગના વિચારો મુજબ લોકો કાયમ માટે ગેહેનામાં રહેતા નથી, ત્યાં રહેવાનો મહત્તમ ગાળો 11 મહિનાનો હોઇ શકે, જોકે કયારેક તેમાં અમુક અપવાદ પણ હોય છે. કેટલાકના મતે તે આધ્યાત્મિક બનાવટ છે જ્યાં ઓલામ હબાહ હિબ માં જતા પહેલા આત્માને શુદ્ધ કરવામાં આવે છે. עולם הבא; lit. “આવનારા વિશ્વ”ને ઘણી વાર દેવલોકની સમાન ગણવામાં આવે છે. તેનો ઉલ્લેખ કબ્બાલામાં પણ થયો છે જ્યાં આત્માનો ઉલ્લેખ તુટતી ચીજ તરીકે કરાયો છે જે મીણબત્તીની જ્યોત એક બીજીને પેટાવતી હોય, ઉપર જતો આત્માનો ભાગ શુદ્ધ હોય અને “અપૂર્ણ” ભાગ ફરી જન્મ લેતો હોય.
યહુદી માન્યતા પ્રમાણે નરક સંપૂર્ણપણે ભૌતિક નથી, પરંતુ તે શરમની તીવ્ર લાગણી સાથે સરખાવી શકાય. લોકો તેમના અપકૃત્યો માટે શરમ અનુભવે છે અને યાતના સમાન છે જે તેમના ખોટા કાર્યોના પ્રમાણમાં હોય છે. કોઇ જ્યારે ઇશ્વરની ઇચ્છા અનુસાર વર્તન નથી કરતું ત્યારે તે ગેહીનોમમાં છે તેમ કહેવાય છે. તે ભવિષ્યના કોઇ સમયનો ઉલ્લેખ નથી, પરંતુ વર્તમાનની વાત છે. તેસુવા (વાપસી)ના દ્વાર કાયમ ખુલ્લા રહેતા હોવાનું કહેવાય છે તેથી વ્યક્તિ પોતાની ઇચ્છાને ગમે તે ક્ષણે ઇશ્વર સાથે સાંકળી શકે છે. ઇશ્વરની ઇચ્છાથી બહાર જવું એ પોતાની રીતે એક સજા છે તેમ તોરાહ માને છે. આ ઉપરાંત સબોટનિક્સ અને મેસિયાનિક યહુદી ધર્મ ગેહેનામાં માને છે. પરંતુ સમારિટન્સ મોટા ભાગે દુષ્ટોને અંધકારમય જગ્યા શેઓલમાં અલગ રાખવામાં અને યોગ્ય લોકોને સ્વર્ગમાં રાખવામાં માને છે.
નવા કરારના ઉપદેશમાં નરકની ખ્રિસ્તી માન્યતા ઉભરી આવે છે. જ્યાં નરકનો ઉલ્લેખ ગ્રીક શબ્દો ટાર્ટારસ અથવા હેડ્સ અથવા અરેબિક શબ્દ ગેહેના પરથી કરવામાં આવ્યો છે.
આ ત્રણ શબ્દોના અલગ અર્થ છે અને તે જાણવા જ જોઇએ.
કેથોલિક ચર્ચ, મોટા ભાગના પ્રોટેસ્ટન્ટ ચર્ચ (જેમ કે બાપ્ટિસ્ટ, એપિસ્કોપેલિયન્સ વગેરે) અને ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચ સહિત મોટા ભાગની ખ્રિસ્તી માન્યતાઓમાં નરકને એવા લોકો માટે અંતિમ સ્થળ તરીકે દર્શાવાય છે જેમણે ન્યાયની મહાન સફેદ રાજગાદી પસાર કર્યા બાદ જેઓ યોગ્ય જણાયા નથી[20][21] અને જ્યાં તેમને તેમના પાપ માટે સજા કરાશે તથા સામાન્ય પુનઃજન્મ અને છેલ્લા ન્યાય બાદ ઇશ્વરથી કાયમ માટે અલગ કરવામાં આવશે. ન્યાયની પ્રકૃતિમાં સાતત્ય નથી, ઘણા પ્રોટેસ્ટન્ટ ચર્ચનો ઉપદેશ કહે છે કે જીસસ ક્રાઇસ્ટને તારણહાર તરીકે સ્વીકારવાથી બચી શકાય છે જ્યારે ગ્રીક ઓર્થોડોક્સ અને કેથોલિક ચર્ચ કહે છે કે શ્રદ્ધા અને કાર્યો પર ચુકાદાનો આધાર છે. જોકે લિબરલ પ્રોટેસ્ટન્ટ્સ, એંગ્લિકન, કેથોલિક અને કેટલાક ઓર્થોડોક્સ ચર્ચ સહિત ઘણા ઉદારવાદી ખ્રિસ્તીઓ વૈશ્વિક ઉકેલ (યુનિવર્સલ રિકોન્સિલિયેશન) (નીચે જુઓ)માં માને છે ભલે તે તેમના મૂલ્યના “સત્તાવાર” શિક્ષણથી વિરોધાભાસી હોય. પ્રારંભિક ચર્ચના કેટલાક ખ્રિસ્તી ધર્મશાસ્ત્રીઓ અને કેટલાક આધુનિક ચર્ચ શરતી અમરતાની વિચારધારામાં માને છે. શરતી અમરતાની માન્યતા પ્રમાણે આત્મા શરીરની સાથે મૃત્યુ પામે છે અને પુનઃજન્મ સુધી જીવીત થતી નથી. આ મત ઓર્થોડોક્સ યહુદીઓનો અને કેટલાક ખ્રિસ્તી સંપ્રદાય જેમ કે લિવિંગ ચર્ચ ઓફ ગોડ, ધી ચર્ચ ઓફ ગોડ ઇન્ટરનેશનલ અને સેવન્થ ડે એડ્વેન્ટિસ્ટ ચર્ચનો છે.
સંપૂર્ણ ઉન્મુલનની માન્યતા પ્રમાણે આત્માને શાશ્વત જીવન આપવામાં ન આવે ત્યાં સુધી તે વિનાશી છે જેથી તેને નરકમાં નષ્ટ કરી શકાય છે.
જેહોવાના સાક્ષી જણાવે છે કે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે આત્માનો અંત આવી જાય છે[22] તેથી નરક (શેઓલ અથવા હેડ્સ) બિન-અસ્તિત્વની સ્થિતિ છે.[22] તેમની ધાર્મિક માન્યતામાં ગેહાના શેઓલ અને હેડ્સથી અલગ પડે છે અને પુનઃજન્મની કોઇ આશા ધરાવતા નથી.[22] ટાર્ટારસ એ સ્વર્ગચ્યુત દેવો માટે ગુણવત્તામાં ઘટાડાની અલંકારિક સ્થિતિ છે જે નૈતિક પતનના સમયથી (જિનેસિસ પ્રકરણ 6) શેતાન સાથેના હજારો વર્ષના વિનાશ વચ્ચેનો ગાળો છે. (રિવિલેશન પ્રકરણ 20)[23]
વૈશ્વિક ઉકેલ એવી માન્યતા છે કે તમામ માનવ આત્માઓ (અને દાનવો પણ) અંતે ઇશ્વર સાથે સુમેળ સાધશે અને સ્વર્ગમાં દાખલ કરવામાં આવશે. આ મત કેટલાક યુનિટેરિયન (ઇશ્વર એક છે એવું માનનારા) વિશ્વવ્યાપકવાદીઓનો છે.[24][25][26]
મુસ્લીમો જહન્નમ માં (અરેબિકમાં جهنم) માને છે (જે હિબ્રુ શબ્દ ગેહિનોમ સાથે સંકળાયેલો છે અને ખ્રિસ્તી ધર્મમાં નરકની માન્યતા સાથે સામ્યતા ધરાવે છે). ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં ભયાનક નરકની સ્થિતિનું વિગતવાર વર્ણન છે. તેનાથી વિરૂદ્ધ સદમાર્ગે ચાલનારાઓ માટે બાગ જેવું સ્થળ સ્વર્ગ (જન્નાહ) છે.
આ ઉપરાંત સ્વર્ગ અને નરકને જીવન દરમિયાન કરાયેલા કાર્યોના આધારે વિવિધ સ્તરમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જ્યાં જીવન દરમિયાન કરેલા દુષ્ટ કાર્યો માટે સજા મળે છે અને જીવનમાં ઇશ્વરનું આચરણ કેટલી સારી રીતે કર્યું તેના આધારે અલગ સ્તરમાં મોકલવામાં આવે છે. નરકના દરવાજાની ચોકીદારી માલિક કરે છે જે દેવદુતોના આગેવાન છે. નરકના દ્વારપાળો ઝબાનિયા તરીકે પણ ઓળખાય છે. કુરાનમાં જણાવાયું છે કે નરકની આગમાં ખડકો/પથ્થરો (મૂર્તિઓ) અને માનવી ઇંધણનું કામ કરે છે. સામાન્ય રીતે નરકને પાપીઓ માટે ગરમ ઉકળતા અને ભયાનક સ્થળ તરીકે રજૂ કરવામાં આવે છે છતાં તેમાં એક નરકની ખાઇ પણ છે જેને ઇસ્લામિક પરંપરા પ્રમાણે અલગ સ્વરૂપ અપાયું છે. ઝમહારીર ને તમામ નરકમાં સૌથી ઠંડું ગણવામાં આવે છે છતાં આ ઠંડક પાપીઓ માટે આનંદદાયક કે રાહત તરીકે જોવામાં આવતી નથી જેમણે ઇશ્વર સામે અપરાધ કરેલા છે. નરકમાં ઝમહારીર હેઠળ અત્યંત ઠંડક અને બરફના તોફાન, બરફ અને હિમપાત હોય છે જેને પૃથ્વી પરની કોઇ વ્યક્તિ સહન કરી શકે નહીં. ખાઇનો સૌથી નીચેનો ભાગ હાવિયા છે જે દંભીઓ માટે અને બે ચહેરા ધરાવતા લોકો માટે છે જેઓ જીભ દ્વારા અલ્લાહમાં અને તેના પયગંબરમાં વિશ્વાસ રાખતા હોવાનો દાવો કરે છે, પરંતુ હૃદયથી તેમાં માનતા નથી. દંભને સૌથી વધુ ખતરનાક પાપ પૈકી એક ગણવામાં આવે છે અને તેવું જ શિર્ક (ફરજમાં ચોરી)નું છે. કુરાન અને હદીથ પ્રમાણે જેમણે ઇસ્લામિક ઉપદેશ મેળવ્યો છે, પરંતુ તેને નકારી કાઢ્યો છે તેઓ નરકમાં જશે.[સંદર્ભ આપો]
બહાઇ ઘર્મમાં નરક (અને સ્વર્ગ)ના ચોક્કસ સ્થળ તરીકેના પરંપરાગત વર્ણનને સંકેતાત્મક ગણવામાં આવે છે.[27] તેની જગ્યાએ બહાઇ લખાણમાં નરકને “આધ્યાત્મિક સ્થિતિ” ગણવામાં આવે છે જેમાં ઇશ્વરથી અંતરને નરક ગણવામાં આવે છે. તેનાથી વિપરીત ઇશ્વર સાથે નિકટતાને સ્વર્ગ માનવામાં આવે છે.[27]
માજિહિમા નિકાયા બુદ્ધના 130માં ઉપદેશ દેવદુત સુતમાં નરક વિશે વર્ણનાત્મક માહિતી અપાઇ છે. બૌદ્ધધર્મ શીખવે છે કે પુનઃજન્મના પાંચ (કેટલીક વાર છ) વિસ્તાર છે જેને પછી દુઃખ કે આનંદના આધારે વિવિધ કક્ષામાં વિભાજિત કરી શકાય છે. આ વિસ્તારમાં હેલ અથવા નરક પુનઃજન્મમાં સૌથી નીચેના સ્તરે છે. નરકમાં સ્તરમાં પણ એવિસી અથવા અનંત યાતના સૌથી ખરાબ છે. ત્રણ વખત બુદ્ધની હત્યા કરવાનો પ્રયાસ કરનારા અને મઠની વ્યવસ્થામાં મતભેદો સર્જવાનો પ્રયાસ કરનાર બુદ્ધના શિષ્ય દેવદત્તનો પુનઃજન્મ એવિસિ નરકમાં થયો હોવાનું માનવામાં આવે છે. જોકે પુનઃજન્મના તમામ સ્તરની જેમ નરકના સ્તરમાં પુનઃજન્મ પણ કાયમી નથી જોકે ફરી જન્મ થાય તે અગાઉ લાંબા સમય સુધી યાતના ચાલુ રહી શકે છે. કમળસુત્રમાં બુદ્ધ શીખવે છે કે અંતમાં દેવદત્ત પણ જાતે પ્રત્યેકબુદ્ધ બનશે જે દર્શાવે છે કે નરકના સ્તરનો અસર કામચલાઉ હોય છે. તેથી બુદ્ધ ધર્મ નિર્વાણ પ્રાપ્ત કરીને પુનઃજન્મના અનંત ફેરામાંથી મુકિત (હકારાત્મક અને નકારાત્મક) શીખવે છે. ક્ષિતિગર્ભ સુત્ર પ્રમાણે બોધીસત્વ ક્ષિતિગર્ભએ યુવાન છોકરી તરીકે મહાન પ્રતિજ્ઞા લીધી હતી કે તમામ જીવો જ્યાં સુધી નરકના સ્તરમાંથી કે અન્ય અનિચ્છનીય પુનઃજન્મના ફેરામાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તે જ્ઞાન પ્રાપ્તિ નહીં કરે. ક્ષિતિગર્ભ નરકના સ્તરે જઇને જીવોને તેમની પીડામાંથી મુક્ત થવાનું શિક્ષણ આપે છે.
પ્રાચિન વેદીક ધર્મમાં નરકના વિચારનો ઉલ્લેખ નથી. ઋગ્વેદમાં ત્રણ જગ્યાનો ઉલ્લેખ છે ભૂર (પૃથ્વી), શ્વર (આકાશ) અને ભૂવાસ અથવા અંતરિક્ષ (મધ્ય જગ્યા અથવા હવા કે વાતાવરણ). ત્યાર પછીના હિંદુ સાહિત્ય ખાસ કરીને નિયમના પુસ્તકો અને પુરાણમાં વધુ જગ્યાઓનો ઉલ્લેખ છે જેમાં નરક (દેવનાગરીમાં: नरक). સામેલ છે. યમનો જન્મ પહેલા માનવી તરીકે થયો (તેની બહેન યામી સાથે) અને પ્રાથમિકતાના ધોરણે માનવીના શાસક અને તેના મૃત્યુના માલિક બન્યા. વાસ્તવમાં તેઓ દેવલોકમાં રહે છે પરંતુ ત્યાર બાદ ખાસ કરીને મધ્યયુગ પરંપરામાં તેની અદાલત નરકમાં હોવાનો ઉલ્લેખ થાય છે.
કાયદાના પુસ્તકો (સ્મૃતિ અને ધર્મ-સૂત્ર, જેમ કે મનુસ્મૃતિ)માં નરકને પાપ માટે સજાના સ્થળ તરીકે દર્શાવવામાં આવે છે. તે આધ્યાત્મિક રીતે નીચી જગ્યા (નરકલોક તરીકે ઓળખાય) છે જ્યાં આત્માનો ન્યાય થાય છે અથવા કર્મના આંશિક ફળ આગામી જીવન પર અસર કરે છે. મહાભારતમાં પાંડવો સ્વર્ગમાં જતા હોય અને કૌરવો નરકમાં જતા હોય તેવો ઉલ્લેખ છે. જોકે પોતાના જીવન દરમિયાન કરેલા કેટલાક પાપોના કારણે પાંડવોએ થોડા સમય માટે નરકમાં પણ જવું પડ્યું હતું. નરકનો ઉલ્લેખ વિવિધ પુરાણમાં અને અન્ય લખાણોમાં પણ થયો છે. ગરૂડ પુરાણમાં નરકનો વિગતવાર ઉલ્લેખ છે તેમાં તેની વિશેષતાઓ અને દરેક ગુના માટે સજાનું વર્ણન છે જે આજની દંડ સંહિતા જેવી છે) એવું માનવામાં આવે છે કે પાપ કરનારા લોકો નરકમાં જાય છે અને તેમણે કરેલા પાપના પ્રમાણમાં સજા ભોગવે છે. યમરાજા, જેઓ મૃત્યુના દેવતા પણ છે, નરક પર રાજ કરે છે. દરેક વ્યક્તિના પાપનો વિગતવાર અહેવાલ ચિત્રગુપ્ત પાસે હોય છે જેઓ યમની અદાલતનો હિસાબ રાખે છે. ચિત્રગુપ્ત વ્યક્તિએ કરેલા પાપની યાદી વાંચે છે અને યમ તે વ્યક્તિને કેટલી સજા કરવી તે સંભળાવે છે. આ સજામાં વિવિધ નરકમાં ઉકળતા તેલમાં ડુબકી મારવી, આગમાં સળગવું, વિવિધ શસ્ત્રોનો ઉપયોગ કરીને ત્રાસ આપવો વગેરેનો સમાવેશ થાય છે. પોતાના ભાગની સજા પૂરી કરતા લોકો તેમના બાકીના કર્મ સાથે ફરી જન્મ લે છે. જન્મ લેનારી દરેક વ્યક્તિ અપૂર્ણ હોય છે તેથી તેમના ખાતામાં કોઇને કોઇ પાપ હોય છે. પરંતુ કોઇએ ખરેખર ધર્મનિષ્ઠા સાથે જીવન પસાર કર્યું હોય તો તે નરકમાં થોડા ગાળા બાદ કર્મના નિયમ પ્રમાણે નવું જીવન મેળવતા પહેલા સ્વર્ગમાં જાય છે જે દેવલોક જેવા જ આનંદ માણવા માટેની અસ્થાયી જગ્યા છે.
પ્રાચિન તાઓવાદમાં નરકની કોઇ વિચારધારા ન હતી કારણ કે મૃત્યુને માનવ સર્જિત વિશેષતા ગણવામાં આવતી હતી અને તેમાં બિનભૌતિક આત્મા જેવી કોઇ ચીજ નથી. તાઓવાદે પોતાના જન્મના દેશ ચીનમાં અન્ય ધર્મોની છાંટ મેળવી. તાઓવાદના નરકની માન્યતા પ્રમાણે નરકમાં ઘણા દેવતાઓ અને આત્માઓ હોય છે જે વિવિધ ભયાનક રીતે પાપ બદલ સજા કરે છે. તાઓવાદ પ્રમાણે તેને કર્મ પણ ગણવામાં આવે છે.
દિયુ simplified Chinese: 地狱; traditional Chinese: 地獄; pinyin: Dìyù; Wade–Giles: Ti-yü (; શબ્દાનુવાદ "પૃથ્વીનું કેદખાનું ") એ ચાઇનીઝ પૌરાણકથામાં મૃતકો માટેની જગ્યા છે. તે ઉપરછલ્લી રીતે બૌદ્ધના નરકના વિચારથી પ્રેરિત છે જેમાં મૃત્યુ પછીના જીવન વિશે ચીનની પરંપરાગત માન્યતાઓના સંયોજનમાં છે અને તેમાં વિવિધ લોકપ્રિય વિસ્તરણ અને બંને પરંપરાના પુનઃઅર્થઘટન થયા છે. નરકના દેવતા યાનલુઓ વાંગના શાસન હેઠળ દિયુમાં ભૂગર્ભના સ્તર અને ચેમ્બરની જાળ છે જેમાં આત્માઓને તેમના પૃથ્વીવાસ દરમિયાન કરેલા પાપની સજા ભોગવવા લઇ જવાય છે.
તાઓવાદ અને બૌદ્ધવાદના વિચારો તથા પરંપરાગત ચાઇનીઝ લોકમાન્યતાના ધર્મના સમન્વય તરીકે દિયુ એ સજા માટેનું સ્થળ છે જ્યાં માત્ર સજા નથી થતી, પરંતુ નવા અવતાર માટે આત્માને શુદ્ધ પણ કરવામાં આવે છે. આ સ્થળ સાથે અનેક દેવતા સંકળાયેલા છે જેમના નામ અને હેતુ ઘણી વિરોધાભાસી માહિતીના સ્રોત છે. ચાઇનીઝ નરકના સ્તર તથા તેના સંલગ્ન દેવતાઓની ચોક્કસ સંખ્યા બૌદ્ધ કે તાઓવાદી માન્યતા પ્રમાણે બદલાતી રહે છે. કેટલાક કહે છે કે ત્રણથી ચાર 'અદાલત' છે, બીજાના મતે આ સંખ્યા દશ છે. 10 ન્યાયાધીશો યમના 10 રાજાઓ તરીકે પણ ઓળખાય છે. દરેક અદાલતમાં વિવિધ પ્રકારની સજા થાય છે. ઉદાહરણ તરીકે હત્યા માટે એક અદાલતમાં સજા મળે છે, બીજી અદાલતમાં વ્યભિચારની સજા મળે છે. કેટલીક ચાઇનીઝ દંતકથા પ્રમાણે નરકમાં 18 સ્તર છે. જુદી જુદી માન્યતા પ્રમાણે પણ સજા બદલાય છે, પરંતુ મોટા ભાગની દંતકથા અત્યંત કાલ્પનિક ચેમ્બરની વાત કરે છે જેમાં દુષ્કૃત્યો કરનારાઓને અડધા દાટીવામાં આવે, માથું કાપવામાં આવે, ગંદકીની ખાઇમાં ફેંકવામાં આવે અથવા તીક્ષ્ણ પાન ધરાવતા ઝાડ પર ચઢવાની ફરજ પાડવામાં આવે વગેરે સજા થાય છે. જોકે મોટા ભાગની દંતકથામાં એ બાબત પર સહમતી છે કે એક વખત આત્મા (સામાન્ય રીતે પ્રેતાત્મા તરીકે ઉલ્લેખ) તેના કર્મોની સજા ભોગવે અને પસ્તાવો કરે પછી તેને મેંગ પો દ્વારા ભૂલી જવાનું પીણું અપાય છે અને વધુ સજા ભોગવવા માટે પ્રાણી અથવા ગરીબ કે બીમાર વ્યક્તિ તરીકે પુનઃજન્મ માટે દુનિયામાં પાછા મોકલાય છે.
પારસીમાં દુષ્ટ લોકો માટે ઐતિહાસિક રીતે કેટલાક સંભવિત નસીબનું સૂચન કરાયું છે જેમાં વિનાશ, પીગળેલી ધાતુમાં શુદ્ધિકરણ અને શાશ્વત સજાનો સમાવેશ થાય છે જેને પારસી ધર્મના લખાણોમાં સ્થાન મળ્યું છે. પારસી ધર્મની મરણોત્તર સ્થિતિ વિજ્ઞાનમાં એવી માન્યતા છે કે હજાર વર્ષના ગાળે રક્ષકોનું આગમન થાય, અહુરા મઝદા વિશ્વને ઉગારે, તમામ અનિષ્ટોનો નાશ કરે અને ખતરામાં મૂકાયેલા આત્માઓને સંપૂર્ણતા સુધી લઇ જાય ત્યાં સુધી દુષ્ટ આત્માઓ નરકમાં રહેશે.[28] પવિત્ર ગાથામાં “દુષ્ટોના પ્રભાવ હેઠળના, દુષ્ટ કર્મ કરનારા, દુષ્ટ શબ્દો ઉચ્ચારનારા, દુષ્ટ મિજાજ અને દુષ્ટ વિચારો વાળા જુઠા લોકો” માટે “અસત્યના ઘર”નો ઉલ્લેખ છે.[29] જોકે પારસી લખાણમાં બુક ઓફ આર્ડા વિરાફમાં નરકની વિગતવાર માહિતી છે.[30] તેમાં ચોક્કસ ગુના માટે ચોક્કસ સજાનું વર્ણન છે જેમ કે કામ લાગતા પ્રાણીઓની ઉપેક્ષા કરવા બદલ ઢોરઢાંખરના ટોળા નીચે કચડી નાખવાની સજા છે.[31]
ડિવિના કોમેડિયા (“ડિવાઇન કોમેડી” 1300 પર આધારિત), દાન્તે એલિગિયેરીએ ભયાનક આગમાં માર્ગદર્શક તરીકે વર્જિલને લઇ જવામાં ગૌરવ લીધું હતું. (અને ત્યાર પછી બીજા ભાગમાં પર્ગાટોરિયોના પહાડ પર લઇ ગયા હતા). દાન્તેની કવિતામાં વર્જિલને પોતાને નરકની સજા થઇ નથી પરંતુ સદગુણો ધરાવતા અનેકેશ્વરવાદી તે નરકની ધાર પર અદ્ધરતાલ લિમ્બોની સ્થિતિમાં છે. આ કાર્યમાં નરકની ભૌગોલિક સ્થિતિ વિસ્તૃત વર્ણવાઇ છે જે પ્રમાણે પૃથ્વીમાં ઊંડાણના ભાગમાં કેન્દ્ર ધરાવતી નવ રિંગો છે અને નરકની વિવિધ સજા પ્રમાણે તે ઊંડાઇ ધરાવે છે છેલ્લે વિશ્વનું કેન્દ્ર આવે છે. દાન્તે કહે છે કે શેતાન જાતે કોસાઇટસના કેટલાક થિજી ગયેલા તળાવમાં ફસાયેલો છે. પર્ગેટરી પહાડની નીચે એક નાનકડી સુરંગમાંથી શેતાન બહારના વિશ્વમાં આવ-જા કરી શકે છે.
જ્હોન મિલ્ટનના પેરેડાઇઝ લોસ્ટ (1667)ની શરૂઆત મૃત દેવદુતો સાથે થાય છે જેમાં તેમનો નેતા શેતાન સામેલ છે. સ્વર્ગમાં થયેલી લડાઇમાં પરાજય બાદ તેઓ નરકમાં જાગે છે અને કવિતામાં કેટલીક વાર તેમના કાર્યોનો વારંવાર ઉલ્લેખ થાય છે. મિલ્ટન નરકનો ઉલ્લેખ દાનવોના રહેઠાણ તરીકે કરે છે અને ત્યાં એક પરોક્ષ જેલ છે જ્યાંથી તે માનવ જાતિને ભ્રષ્ટ કરીને સ્વર્ગ સામે બદલો લેવાની યોજના ઘડે છે. 19મી સદીના ફ્રેન્ચ કવિ આર્થર રિમ્બોડએ આ વિચાર તેમ જ તેના ટાઇટલ અને થિમ પરથી પોતાની મોટી કૃતિ પૈકી એક એ સિઝન ઓફ હેલ રચી હતી. રિમ્બોડની કવિતા કાવ્યાત્મક સ્વરૂપમાં તેમની પોતાની પીડા તથા અન્ય થિમ્સનું વર્ણન છે. યુરોપીયન સાહિત્યની ઘણા મહાન મહાકાવ્યોમાં નરકમાં થતા પ્રકરણોનો ઉલ્લેખ છે. રોમન કવિ વર્જિલના લેટિન મહાકાવ્ય ધી એનેઇડ માં એનેઇસ પોતાના પિતાના આત્માને મળવા ડિસ (ભૂગર્ભમાં) ઉતરે છે. ભૂગર્ભનો અસ્પષ્ટ ઉલ્લેખ છે જેમાંથી એક વણશોધાયેલો માર્ગ ટાર્ટારસની સજા સુધી જાય છે જ્યારે બીજા માર્ગ ઇરેબસ અને એલિસિયન ફિલ્ડમાંથી પસાર થાય છે.
જીન-પૌલ સાટ્રે જેવા લેખકો માટે નરકનો વિચાર અત્યંત પ્રભાવશાળી હતો જેમણે 1944માં નાટક “નો એક્ઝિટ” લખ્યું હતુ જેમાં “નરક એટલે અન્ય લોકો”ની રજૂઆત હતી. તેઓ ધાર્મિક માણસ ન હતા છતાં સાટ્રે યાતનાની નરકની સ્થિતિથી પ્રભાવિત થયા હતા. સી. એસ. લુઇસના ધી ગ્રેટ ડિવોર્સ (1945)નું ટાઇટલ વિલિયમ બ્લેકની મેરેજ ઓફ હેવન એન્ડ હેલ (1793) પરથી લેવાયું છે અને તેની પ્રેરણા ડિવાઇન કોમેડી પરથી મળી છે જેમાં વર્ણનકર્તાને નરક અને સ્વર્ગનું માર્ગદર્શન અપાયું છે. નરકનો ઉલ્લેખ અંતહીન, ભેંકાર અને રાત્રીમય શહેર તરીકે કરવામાં આવી છે જ્યાં રાત હળવે હળવે ઢળી રહી છે. આ રાત વાસ્તવમાં કયામત છે અને તે ચુકાદા બાદ દાનવોના આગમનના એંધાણ આપે છે. પરંતુ રાત ઉતરે તે પહેલા કોઇ પોતાની ભૂતપૂર્વ જાતને છોડીને અને સ્વર્ગની ઓફર સ્વીકારીને છટકી શકે છે જેમાં સ્વર્ગનો પ્રવાસ દર્શાવે છે કે નરક અનંતરીતે નાનું છે, ઇશ્વરને અને પોતાની જાતને તરછોડનાર આત્માને જે થાય છે તેના કરતા વધુ કે ઓછું નથી.
પિયર્સ એન્થનીએ તેમની સિરિઝ ઇનકાર્નેશન્સ ઓફ ઇમમોર્ટાલિટી માં નરક અને સ્વર્ગના ઉદાહરણ મૃત્યુ, નસીબ, પ્રકૃતિ, યુદ્ધ, સમય, સારા ઇશ્વર, અને દુષ્ટ દાનવ દ્વારા આપ્યા છે. રોબર્ટ એ. હેઇનલેઇન નરકનું યિન-યાંગ સ્વરૂપ રજૂ કરે છે જેમાં હજુ થોડું સારું છે, જે તેમના પુસ્તકમાં પ્રતિબિંબિત થાય છે.Job: A Comedy of Justice લુઇસ મેકમાસ્ટર બ્યુજોલ્ડ ધી કર્સ ઓફ ચેલિયોનમાં પોતાના પાંચ ઇશ્વરો પિતા, માતા, પુત્ર, પુત્રી અને અનૌરસને ગણાવે છે જેમાં નરકને આકારહીન અંધાધૂંધી તરીકે દર્શાવાય છે. માઇકલ મૂરકોક સમાનરીતે સ્વીકાર્ય અંતિમ તરીકે અંધાધૂંધી-દુષ્ટ-(નરક) અને સમાનતા-યોગ્ય-(નરક) ઓફર કરે છે જેને સંતુલનમાં રાખવાનું છે. ખાસ કરીને એલરિક અને એટર્નલ ચેમ્પિયન શ્રેણીમાં. ફ્રેડરિક બ્રાઉનએ નરકમાં શેતાનની પ્રવૃતિ વિશે કેટલીક કાલ્પનિક વાર્તાઓ લખી હતી. કાર્ટૂનિસ્ટ જિમી હેટલોએ હાટલોઝ ઇન્ફર્નો નામે નરકમાં જીવન વિશે કાર્ટૂનની શ્રેણી શરૂ કરી હતી જે 1953થી 1958 સુધી ચાલી હતી. [32]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.