ભારતના ગુજરાત રાજ્યનું એક નગર From Wikipedia, the free encyclopedia
ધોરાજી (ઉચ્ચારણ (મદદ·માહિતી)) શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનાં એક મહત્વનાં ધોરાજી તાલુકાનું મુખ્ય મથક છે.
ધોરાજી | |||||
— નગર — | |||||
ત્રણ દરવાજા, ધોરાજી | |||||
અક્ષાંશ-રેખાંશ | 21°44′N 70°27′E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | રાજકોટ | ||||
વસ્તી | ૮૪,૫૪૫[1] (૨૦૧૧) | ||||
લિંગ પ્રમાણ | ૯૫૩ ♂/♀ | ||||
સાક્ષરતા | ૮૧.૮% | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર • ઉંચાઇ |
• 73 metres (240 ft) | ||||
કોડ
|
અઢારમી સદીના મધ્યમાં ધોરાજી જૂનાગઢ રજવાડાથી કુંભાજી દ્વિતિયના ગોંડલ રજવાડા વડે હસ્તગત કરાયું હતું.[2] ગોંડલ નરેશ ભગવતસિંહજીનો જન્મ ધોરાજીના દરબારગઢમાં થયો હતો. તેમણે નગર રચના વિભાગ શરૂ કર્યો હતો અને ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને પાટણવાવના વિકાસ અને દેખરેખ માટે નિયમો અમલમાં મૂક્યા હતા.
રેલ્વેના આગમનની સાથે રેલ્વે સ્ટેશન અને ધોરાજીના જૂના નગરના વચ્ચેના ભાગનો ઝડપી વિકાસ થયો હતો.[3]
ધોરાજી રાજકોટ-પોરબંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮ બ ઉપર રાજકોટથી ૮૭ કિમી દૂર આવેલું છે ધોરાજીનું ભૌગોલીક સ્થાન અક્ષાંશ ર૧.૪૦ થી ૭૦.ર૦ રેખાંશ છે. તાલુકાની મુખ્ય નદીમાં ભાદરનો સમાવેશ થાય છે. તાલુકાનો સરેરાશ વરસાદ રપ થી ૩પ ઈંચ જેટલો છે.
ધોરાજીમાં ખ્વાજા મોકુમદ્દિન સૈરાનીની દરગાહથી ઓળખાતું પ્રખ્યાત ધાર્મિક સ્થળ આવેલું છે જ્યાં દર વર્ષે સૌરાષ્ટ્રનો પ્રસિદ્ધ ઉર્ષનો મેળો ભરાય છે. ધોરાજી શિક્ષણ માટે જાણીતું કેન્દ્ર પણ છે.
ધોરાજીમાં અગત્યનો ઉઘોગ પ્લાસ્ટીક વેસ્ટમાંથી રિ-પ્રોસેસ કરીને સુતળી, દોરી, નાડા, બોક્ષ સ્ટેપીંગ પટી, પ્લાસ્ટિક-બેગ અને સિંચાઈ માટેના પાઇપ, વગેરે નો છે, જેમાં દરરોજનું આશરે ૫૦૦ મેટ્રીક ટનનું ઉત્પાદન થાય છે[સંદર્ભ આપો]. તેમજ મગફળી તેલ માટે ઓઇલ મિલ તથા સોલ્વન્ટ પ્લાન્ટ, કપાસીયા ખોળના ઓઇલ મિલ તેમજ જીનિંગ ઉધોગ આવેલા છે.
ધોરાજીમાં કપાસ, મગફળી, તલ, સોયાબીન, ધાણાં, એરંડો, જીરૂ વગેરેનું વાવેતર થાય છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.