તલોદ તાલુકો
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનો તાલુકો / From Wikipedia, the free encyclopedia
તલોદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાનો એક તાલુકો છે. તલોદ આ તાલુકાનું મુખ્ય મથક છે. ગુજરાત સરકારે ૧૫મી ઓક્ટોબર ૧૯૯૭ના દિવસે જૂના પ્રાંતિજ અને બાયડ તાલુકામાંથી ગામોને છૂટાં પાડીને આ તાલુકાની રચના કરી હતી.