![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/70/Sesamum_indicum_-_K%25C3%25B6hler%25E2%2580%2593s_Medizinal-Pflanzen-129.jpg/640px-Sesamum_indicum_-_K%25C3%25B6hler%25E2%2580%2593s_Medizinal-Pflanzen-129.jpg&w=640&q=50)
તલ
From Wikipedia, the free encyclopedia
તલ (અંગ્રેજી: Sesame; વૈજ્ઞાનિક નામ: Sesamum indicum) એક તેલીબિયાં વર્ગની વનસ્પતિ છે. વનસ્પતિશાસ્ત્ર પ્રમાણે તે સપુષ્પી વનસ્પતિના સિસેમમ ગોત્રમાં આવે છે. ભારતમાં અને આફ્રિકામાં તેની અસંખ્ય જંગલી જાતો મળી આવે છે. ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં તે સારી રીતે કેળવાય છે.
તલ | |
---|---|
![]() | |
![]() | |
તલના છોડ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | સપુષ્પી |
(unranked): | દ્વિદળી |
(unranked): | એસ્ટરીડ્સ |
Order: | લેમિએલ્સ |
Family: | પેડાલિયેસી |
Genus: | સિસેમમ (Sesamum) |
Species: | ઇન્ડિકમ (S. indicum) |
દ્વિનામી નામ | |
સિસેમમ ઇન્ડિકમ (Sesamum indicum) લિનિયસ (Carolus Linnaeus) L. | |
તલને સૌથી જૂના ખેતી કરીને પકવવામાં આવતા તેલીબિયાં તરીકે ગણવામાં આવે છે અને ૩,૦૦૦ વર્ષથી પણ વધુ સમયથી તેની માવજત થતી હોવાનું જાણમાં છે. તલ સુષ્કતા પ્રત્યે ખૂબ સારી સહિષ્ણુતા ધરાવે છે, એટલે કે સુકા વિસ્તારમાં તે સારી રીતે ઉગી શકે છે. જ્યાં બીજો કોઈ પાક થઈ ન શકતો તેવા વિસ્તારમાં તે સરળતાથી ઉગી શકે છે અને માટે અંગ્રેજીમાં તેને સર્વાઇવર ક્રોપ (survivor crop) તરીકે પણ ઓળખવામાં આવે છે[1][2].
બધાં તેલીબિયામાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે. તલનું તેલ મીઠું હોય છે અને તે કારણે દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાધ્યતેલ તરીકે વપરાય છે[3][4].
અન્ય સુકામેવા (નટ્સ-Nuts) અને ખાધ્ય પદાર્થોની જેમજ તલ પણ અમુક માણસોમાં એલર્જી પેદા કરી શકે છે[5].
૨૦૧૦ની સાલમાં વિશ્વમાં તલનું કુલ ઉત્પાદન ૩૮.૪ લાખ ટન થયું હતું અને મ્યાનમાર (બર્મા) સૌથી મોટો ઉત્પાદક દેશ હતો[6]. ભારત સૌથી મોટો નિકાસકર્તા અને જાપાન સૌથી મોટો આયાતકર્તા દેશ હતો.