ગુજરાતી માં બાવચી કહેવાય છે From Wikipedia, the free encyclopedia
તકમરિયાં, તખમરીયા કે તકમરીયા એ તુલસી અને ડમરાના કૂળની જ વનસ્પતિ Ocimum basilicum (pilosum)ના બીજ છે. અંગ્રેજી ભાષા માં તેને બેસિલ/બાસિલ/બાઝિલ કહેવામાં આવે છે. ઠંડક આપતા પીણા ફાલુદાનો તે અગત્યનો ઘટક છે.
તકમરિયાંનો છોડ | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | વનસ્પતિ |
(unranked): | એસ્ટરિડ્સ |
Order: | લેમિએલ્સ |
Family: | લેમિએસી |
Genus: | ઓસિમમ (Ocimum) |
Species: | બેસિલિકમ (O. basilicum) |
દ્વિનામી નામ | |
ઓસિમમ બેસિલિકમ (Ocimum basilicum) લિનિયસ (L.) | |
તકમરિયા, આજવલા કે નાસબો (સંસ્કૃત: बर्बरि, वर्वर, मन्जरिकि; મરાઠી: तुखमरिया, सब्झाचे बीज[1];અંગ્રેજી: Basil, Thai basil, sweet basil; વૈજ્ઞાનિક નામ: Ocimum basilicum (pilosum)) એક છોડ સ્વરૂપની વનસ્પતિ છે. તે ૦.૫થી ૨.૫ ફુટ ઊંચા ઉગે છે અને તુલસીને મળતા આવે છે.એના પાન અને ફુલની મંજરી તુલસી જેવી જ હોય છે. એના ફુલ ધોળા અને ફળ કાળા થાય છે. એના આખા છોડવા પર ઘણુ કરીને સફેદ કે જાંબુડી છાયા લેતા રંગના નીચા નમતા વાળની રૂંવાટી હોય છે. અને એના છોડવામાંથી નીલીચા (Lemnon-grass)ના છોડવામાંથી નીકળતી સુગંધને મળતી પણ ઘણી તીક્ષ્ણ સુગંધ નીકળતી હોય છે, જેથી એનો છોડવો તરત ઓળખાઈ આવે છે.[2]
તુખ્મેરિહાન (તુખ્મ-એ-રિહાન) એટલે રિહાનનાં બીજ ઉપરથી તકમરિયાં થયેલ છે.[3] તુખ્મેરીહાન પરથી અપભ્રશ તખમરીયાં અને તખમરીયાંનું અપભ્રશ થઇને તકમરિયાં શબ્દ બન્યો છે.
તકમરિયાં ઝીણાં કાળા રંગનાં દાણા જેવાં હોય છે. તે શીતળ છે અને પ્રમેહ, વીર્યસ્ત્રાવ, મરડો, પ્રદર ને પેશાબની બળતરા ઉપર સાકર નાખીને પાણીમાં અગર દૂધમાં પીવાય છે. પાણીમાં તે ભૂરા રંગનાં થઈ જાય છે અને ઠંડક માટે વપરાય છે. તેની માત્રા એકથી બે તોલા છે. આ છોડ તુલસીના જેવો પણ નાનો થાય છે. તેમાં ફૂલ ધોળાં અને ચાર કાળાં બીજડાંવાળાં થાય છે. છોડવામાંથી લીંબુના જેવી સુગંધ નીકળે છે. જનાવરોનો તે ચારો છે. તે જંતુનાશક હોઈ ચેપી રોગચાળા વખતે લોકો તેનો છોડ ઘરમાં બાંધી શકે છે. તેનાં પાનનો રસ જખમ રૂઝવે છે અને માખીનાં ઈંડાંનો નાશ કરે છે. ઝામરના ઉપર કાળા મરી તથા તકમરિયાંનાં પાનની પોટીસ બાંધવાથી ફાયદો થવાનું મનાય છે.[3]
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz) | |
---|---|
શક્તિ | 2,034 kJ (486 kcal) |
કાર્બોદિત પદાર્થો | 42.12 g |
રેષા | 34.4 g |
30.74 g | |
સંતૃપ્ત ચરબી | 3.330 |
મોનોસેચ્યુરેટેડ | 2.309 |
પોલીસેચ્યુરેટેડ | 23.665 |
નત્રલ (પ્રોટીન) | 16.54 g |
વિટામિનો | |
વિટામિન એ | (7%) 54 μg |
થાયામીન (બી૧) | (54%) 0.62 mg |
રીબોફ્લેવીન (બી૨) | (14%) 0.17 mg |
નાયેસીન (બી૩) | (59%) 8.83 mg |
ફૉલેટ (બી૯) | (12%) 49 μg |
વિટામિન સી | (2%) 1.6 mg |
વિટામિન ઇ | (3%) 0.5 mg |
મિનરલ | |
કેલ્શિયમ | (63%) 631 mg |
લોહતત્વ | (59%) 7.72 mg |
મેગ્નેશિયમ | (94%) 335 mg |
મેંગેનીઝ | (130%) 2.723 mg |
ફોસ્ફરસ | (123%) 860 mg |
પોટેશિયમ | (9%) 407 mg |
સોડિયમ | (1%) 16 mg |
જસત | (48%) 4.58 mg |
| |
ટકાવારી અમેરિકા (USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે. સ્ત્રોત: USDA Nutrient Database |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.