ગુજરાતનો જિલ્લો From Wikipedia, the free encyclopedia
ડાંગ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે. તેનું મુખ્ય મથક આહવા ખાતે આવેલું છે. ડાંગનો વિસ્તાર ૧૭૬૪ ચો.કિમી. અને વસ્તી ૨,૨૮,૨૯૧ (૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે) છે.[2] ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી તે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે.[3] આયોજન પંચ મુજબ, ડાંગ ભારતના ૬૪૦ જિલ્લામાંથી સૌથી વધુ આર્થિક રીતે પછાત જિલ્લાઓમાં સ્થાન પામે છે.[4] જિલ્લાની ૯૪% વસ્તી આદિવાસીઓમાં સ્થાન પામે છે.[5][6] માત્ર ડાંગના પાંચ રાજાઓ જ ભારત સરકાર દ્વારા માન્યતા પામેલ હોય તેવા વંશપરંપરાગત રાજાઓમાં સ્થાન પામ્યા છે, જે ઇ.સ. ૧૮૪૨ના બ્રિટિશ રાજ અને રાજાઓ વચ્ચેના કરારના કારણે છે.[7][8]
ડાંગ જિલ્લો | |
---|---|
સાપુતારા | |
ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 20°45′31.7″N 73°41′19.0″E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
મુખ્યમથક | આહવા |
વિસ્તાર | |
• કુલ | ૧,૭૬૪ km2 (૬૮૧ sq mi) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૨,૨૮,૨૯૧ |
• ગીચતા | ૧૩૦/km2 (૩૪૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી, અંગ્રેજી |
• મુખ્ય બોલાતી ભાષાઓ | ખાનદેશી, ગુજરાતી, ભીલી, મરાઠી, હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વેબસાઇટ | dangs |
જિલ્લાનો વિસ્તાર ૧,૭૬૪ ચો.કિ.મી. છે. ડાંગ જિલ્લાની ઉત્તર દિશાને અડીને તાપી જિલ્લો, પશ્ચિમ દિશાને અડીને નવસારી જિલ્લો, જ્યારે પૂર્વ દિશા તેમ જ દક્ષિણ દિશાને અડીને મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે.
આ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસનાં ગાઢ જંગલો આવેલા છે. ડાંગનાં જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે. આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે.
ડાંગ જિલ્લાની મહત્વની નદીઓ નીચે પ્રમાણે છે:
ડાંગ જિલ્લામાં માત્ર એક જ આહવા તાલુકો આવેલો હતો. તેનું વિભાજન કરીને બે નવાં તાલુકાઓ બનાવવામાં આવ્યા છે.[9]
ડાંગ જિલ્લાને બ્રિટિશરો The Dangs નામથી ઓળખતા હતા. અહીં હોળી (શીમગા) તહેવાર વખતે યોજાતા ડાંગ દરબાર ના કારણે ડાંગ જાણીતું છે.
વર્ષ | વસ્તી | ±% p.a. |
---|---|---|
૧૯૦૧ | ૧૮,૩૩૩ | — |
૧૯૧૧ | ૨૮,૯૨૬ | +4.67% |
૧૯૨૧ | ૨૪,૧૪૨ | −1.79% |
૧૯૩૧ | ૩૩,૪૯૫ | +3.33% |
૧૯૪૧ | ૪૦,૨૩૬ | +1.85% |
૧૯૫૧ | ૪૭,૨૮૨ | +1.63% |
૧૯૬૧ | ૭૧,૫૬૭ | +4.23% |
૧૯૭૧ | ૯૪,૧૮૫ | +2.78% |
૧૯૮૧ | ૧,૧૩,૬૬૪ | +1.90% |
૧૯૯૧ | ૧,૪૪,૦૯૧ | +2.40% |
૨૦૦૧ | ૧,૮૬,૭૨૯ | +2.63% |
૨૦૧૧ | ૨,૨૮,૨૯૧ | +2.03% |
સંદર્ભ:[10] |
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ડાંગની વસ્તી ૨,૨૮,૨૯૧ વ્યક્તિઓની છે,[3] જે વાનુટુ દેશની વસ્તીની બરાબર છે.[11] ભારતના ૬૪૦ જિલ્લાઓમાં ડાંગ વસ્તીની દ્રષ્ટિએ ૫૮૭મો ક્રમ ધરાવે છે.[3] જિલ્લાની વસ્તી ગીચતા ૧૨૯ વ્યક્તિ/ચો.કિ.મી. છે.[3] તેનો વસ્તી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ દરમિયાન ૨૧.૪૪% રહ્યો હતો.[3] ડાંગમાં જાતિ પ્રમાણ ૧૦૦૦ પુરુષોએ ૧૦૦૭ સ્ત્રીઓનું છે અને સાક્ષરતા દર ૭૬.૮% છે.[3]
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ડાંગના ૫૯.૫૯% લોકો ડાંગી ભાષા, ૩૨.૫૫% લોકો ગુજરાતી, ૩.૧૮% લોકો ગામીત, ૨.૦૦% લોકો મરાઠી અને ૧.૨૧% લોકો હિંદી તેમની માતૃભાષા તરીકે બોલે છે.[12]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.