From Wikipedia, the free encyclopedia
જીવવિજ્ઞાનના સંદર્ભમાં વાત કરીએ તો, ઝેર એવા પદાર્થો છે જેના કારણે શરીરતંત્રમાં ખામી સર્જાઇ શકે, જ્યારે જીવતંત્ર[1] દ્વારા ચોક્કસ માત્રામાં તેને ગ્રહણ કરવામાં આવે છે ત્યારે, અણુમાં રાસાયણિક પ્રતિક્રિયાના કારણે કે અન્ય ક્રિયાઓના કારણે જીવતંત્રોમાં ખામી સર્જાય છે. કાયદાકીય રીતે, જોખમી રાસાયણોને, જોખમી રસાયણ અને પ્રમાણમાં ઓછાં ઝેરી રસાયણોને "હાનિકારક" કે "દાહક" એવી શ્રેણીમાં મુકવામાં આવે છે, અથવા તો કોઇ પણ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં નથી આવતા. ઔષધ વિજ્ઞાનમાં (ખાસ કરીને પશુચિકિત્સા) તથા પ્રાણીશાસ્ત્રમાં ઝેરને જૈવિક વિષ અને સાંપના ઝેરથી વર્ગીકૃત કરવામાં આવે છે. જૈવિક વિષ એક એવું ઝેર છે જે પ્રકૃતિમાં કેટલાક જૈવ કાર્યોથી ઉત્પન્ન થાય છે, અને સાંપના ઝેરને મોટાભાગે જૈવિક વિષ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે બચકાં કે ડંખ દ્વારા શરીરમાં નાંખવાથી તેની અસર બતાવે છે, જ્યારે અન્ય ઝેરોને વિશિષ્ટ પદાર્થો તરીકે વ્યાખ્યાયિત કરાય છે, જે શરીરના બાહ્ય સ્તર જેવા કે ચામડી કે આંતરડા દ્વારા શોષવામાં આવે છે.
કેટલાક ઝેર પણ જૈવિક વિષ હોય છે, મોટેભાગે કુદરતી રીતે પેદા થતા પદાર્થના સંદર્ભમાં, જેમકે, બેક્ટેરિયલ પ્રોટિન, જેને કારણે, ઘનુર અને બોટુલિઝ્મ થાય છે. કેટલીક વખત વૈજ્ઞાનિકો દ્વારા પણ આ બંને વચ્ચેનો ભેદ કરવામાં નથી આવતો. પ્રાણીના બચકાં અથવા ડંખ થકી શરીરમાં પ્રવેશતા ઝેરને પણ સાંપનું ઝેર જ કહેવાય છે. સામાન્ય રીતે, જ્યારે ઝેરને ગ્રહણ કરવામાં આવે ત્યારે તે જીવતંત્રમાં ઝેરી અસર ઉત્પન્ન કરે છે. પણ પ્રાણીઓ આ ઝેરનો ઉપયોગ પોતાના બચાવ માટે કરે છે અને આ ઝેર તેમના જીવનકાળ સુધી તેમના શરીરમાં રહે છે. એક જીવતંત્રમાં વિષ અને ઝેરી પદાર્થો તેમ બંન્ને સાથે હોઇ શકે છે. વ્યુત્પન્ન સ્વરૂપે "જૈવિક વિષ" અને "ઝેરી" પદાર્થો સમાન છે.
રસાયણશાસ્ત્ર તથા ભૌતિકશાસ્ત્રમાં, ઝેર એવો પદાર્થ છે કે, જે પ્રતિક્રિયા રોકે છે અથવા તો તેમાં અડચળ ઊભી કરે છે. ઉદ્વિપકો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વિષશાસ્ત્રના જનક, પેરાસેલસસે એક વખત લખ્યું હતું કે: "બધું ઝેર છે તથા દરેકમાં ઝેર છે. ખાલી તેની માત્રા જ તે ઝેર છે કે નહીં તે નક્કી કરે છે." રોજીંદી બોલચાલની ભાષામાં હાનિકારક પદાર્થને ઝેર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને, કરોસીવ(સડો કરતા) પદાર્થો, કાર્સીનોજન (કેન્સર પેદા કરતા પદાર્થો), મ્યૂટજનો, ટરાટોજીનો, હાનિકારક પ્રદુષકો તથા રસાયણોની હાનિકારક અસરને દર્શાવવા માટે 'ઝેર' શબ્દનો ઉપયોગ થાય છે. ઝેરની કાયદા પ્રમાણેની વ્યાખ્યા ચોક્કસ છે. કાયદાની દ્રષ્ટિએ "ઝેરી" ન હોય તેવા પદાર્થો પણ આરોગ્યની દ્રષ્ટિએ ઝેરી અસર ઊભી કરી શકે છે.
માનવ ઇતિહાસમાં ખૂન કરવા, હત્યા, આત્મહત્યા અને મોતની સજા આપવાના હેતુથી ઝેરનો ઉપયોગ થતો રહ્યો છે.[2][3] પ્રાચીન એથેન્સવાસીઓ દ્વારા ઝેર આપીને મોતની સજા આપવામાં આવતી હતી (જુઓ સોક્રોટિસ), કાર્બન મોનોક્સાઇડ કે હાઇડ્રોજન સાઇનાઇડ જેવા ઝેરને શ્વાસમાં દાખલ કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, (જુઓ ગેસ ચેમ્બર) અથવા શરીરમાં ઝેર દાખલ કરીને હત્યાઓ કરવામાં આવતી હોય છે (જુઓ પ્રાણધાતક અતં:ક્ષેપન). અનેક ભાષાઓમાં સંબંધિત શબ્દોના ઉપયોગ દ્વારા દૂરથી શરીરમાં ઝેરી પદાર્થ દાખલ કરવાનું વર્ણન કરવામાં આવ્યું છે. ઝેરની ઘાતક અસરને કથિત જાદુઇ શક્તિઓ સાથે જોડી શકાય. જેમકે, ચીનનું ગુ ઝેર. યુદ્ધ વખતના ગનપાઉડરમાં પણ ઝેરને નાંખવામાં આવતું હતું. 14મી સદીમાં જીઓ યુ દ્વારા ચાઇનિઝ ભાષામાં લખવામાં આવેલા, હુઓલોંગઝીંગ માં કાળા લોઢાના ગ્રેનેડ બોમ્બમાં ગનપાઉડરની સાથે ઝેરી પદર્થોના ઉપયોગનો ઉલ્લેખ જોવા મળે છે.[4]
જોકે, સંપૂર્ણ રીતે જોતા આપણે એમ કહી શકીએ કે, સામાન્ય રીતે ઝેરનો ઉપયોગ તેના ઝેરી તત્વ સિવાયના બીજા ઉપયોગો માટે પણ કરવામાં આવે છે. ઝેરી તત્વનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવામાં આવે તો તે જીવલેણ ન હોય તેવા કાર્યોમાં મદદરૂપ થઇ શકે છે: મુખ્યત્વે કિટકો તથા નિંદણના નિયંત્રણ માટે, સફાઇ તથા બાંધકામના સામાન અને ખાદ્યપદાર્થોની જાળવણી માટે આવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક એવા ઉદ્દિપકો છે જે માનવ શરીર માટે પ્રમાણમાં ઓછાં ઝેર છે, તેનો ઉપયોગ ઉપરોક્ત કાર્યો માટે કરવામાં આવે છે. જોકે, ફોસફીન જેવા કેટલાક અપવાદોનો પણ ઉપયોગ કરવામા આવે છે.
ઉદ્દિપકોની હાનિકારક અસરને બાદ કરતા તેના ભૌતિક અને રાસાયણિક લક્ષણોના કારણે પણ તેનો ઉપયોગ થાય છે. એસ્પ્રીન અને ટેલનોલ સહેલાઇથી મળી રહેતી દવાઓ છે. પરંતુ, જો મોટી માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો તે હાનિકારક નિવડી શકે છે. જો બહુ ટૂંકાગાળામાં મોટાપાયા પર દારૂને લેવામાં આવે તો તે પણ હાનિકારક છે. જ્યારે પ્રયોગશાળામાં રાસાયણિક સમન્વયના ઉપયોગ માટે ખાસ રાસાયણિક માલિકીના મોટાભાગની જરૂરી, સૌથી અસરકારક, સહેલા, સલામત કે સસ્તો વિકલ્પ કેટલીક વાર ઝેરી દ્રવ્ય પણ હોઇ શકે. જો જૈવિક વિષાયુક્ત પદાર્થ ઇચ્છિત તમામ લાક્ષણિકતા ધરાવતો હોય, તો તે બિનહાનિકારક પદાર્થ કરતા ચડિયાતો છે. ક્રોમિક એસિડએ સહેલાઇથી ઉપયોગમાં લઇ શકાય તેવા ઉદ્દિપકનું ઉદાહરણ છે. આમ છતાં, ચોક્કસ સંજોગોમાં પ્રતિક્રિયા પણ અગત્યની બાબત છે. ઉદાહરણ માટે, હાઇડ્રોજન ફ્લોરાઇડ (એચએફ (HF)) હાનિકારક પણ છે અને સડો પણ ઉત્પન્ન કરનાર છે. જોકે, તે સિલિકોન પ્રત્યે ભારે આકર્ષણ (નિશુક્લ: ઊર્જા) ધરાવે છે. હાઇડ્રોજન ફ્લોરાઇડનો ઉપયોગ કરીને સિલિકોન મેળવવામાં આવે છે. કાચ પર ભાત ઉત્પન્ન કરવા માટે કે, સિલિકોનની અર્ધવાહક ચિપ્સના નિર્માણ માટે એચએફ (HF)નો ઉપયોગ કરવામાં આવે છે.
બીજી બાજુ, કેટલીક તબીબી સારવાર દરમિયાન હેતુપૂર્વક ચોક્કસ પદાર્થોના જૈવિક વિષ તત્વનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક જીવાણુનાશકો (શરૂઆતમાં તેને જીવતંત્રમાંથી મેળવવામાં આવતા હતા. હવે, પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે તેનું ઉત્પાદન કરવામાં આવે છે) માનવ શરીર ઉપર સીધી અસર કર્યા વગર જૈવરાસાયણિક પ્રક્રિયા દ્વારા સૂક્ષ્મ-જીવતંત્રનો નાશ કરે છે. આવી જ રીતે, કીમોથેરપી (કેન્સરની સારવાર) હાનિકારક છે. તે એન્ટીબાયોટિક્સ કરતા પણ વધુ ગંભીર આડઅસરો ધરાવે છે, પણ તેની વિપરીત અસરને નિયંત્રિત કરવી શક્ય નથી. માનવ શરીર કરતા કેન્સરના કોષો માટે તે વધુ હાનિકારક હોવાથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરોક્ત વ્યાખ્યા મુજબ આવા પદાર્થોને ઝેર તરીકે વર્ગીકૃત કરી શકાય, તે પ્રાકૃતિક રીતે કૃત્રિમ છે, પણ તે રીતે મોટેભાગે તેને તપાસવામાં નથી આવ્યા.
કોઇ પ્રસંગે કે ટૂંકા ગાળા દરમિયાન ઝેરના બહાર પડવાને ભેદક ઝેર કહે છે. અને તેની જોડે નજીકના સંબંધના કારણે તેના લક્ષણો પણ વિકસિત થઇ શકે છે. માળખાગત ઝેરીની અસર માટે ઝેરનું પીવું કે શોષાવું જરૂરી છે. લાય જેવા પદાર્થો જેને શોષી નથી શકતા પણ તે ટીસ્યૂને ખતમ કરી દે છે, તેને ઝેરી કહેવાને બદલે કોરોસીવ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. એક ઝેર ખુલ્લુ પડતા લાંબા સમયની ઝેરી માંદગી જે ફરી કે વારંવાર થાય છે, જેના લક્ષણો તાત્કાલિક નથી દેખાતા કે પછી જેટલીવાર તે ખુલ્લુ રહે છે ત્યારબાદ તે લક્ષણો જોવા મળે છે. તેમાં દર્દી વારંવાર બીમાર પડે છે, કે પછી લાંબાં સમય સુધી ગુપ્ત રીતે બીમાર રહે છે. મોટેભાગે ઝેરી અસરવાળી બીમાર બાયોએક્યૂમ્યુલેટ (જેમ કે પારો કે સીસા) જેવા ઝેરના સંપર્કમાં આવવાથી થાય છે.
ઝેરના સંપર્કમાં આવતા કે તેને પીવાથી તાત્કાલીક મૃત્યુ કે શરીરને ઇજા પહોંચી શકે છે. મજ્જાતંતુઓના માળખા પર અસર કરતા ઉદ્દિપકો એક સેકેન્ડ કે તે કરતા ઓછા સમયમાં પણ લકવો લાગવા માટે કારણભૂત બની શકે છે, અને જેમાં યુદ્ધ કે ઉદ્યોગ માટેનો સેન્દ્રિય પદાર્થ વખતે ન્યૂરોટોક્સીન અને નર્વ ગેસોને જૈવિક રીતે ઉત્પન્ન કરીને બનાવેલા ગેસ દ્વારા પણ આમ થઇ શકે છે. ગેસ ચેમ્બરમાં દેહાતદંડની એક પદ્ધતિ તરીકે સાઇનાઇડને ગળવા કે શ્વાસમાં લેવામાં આવે છે, જેનાથી લગભગ તાત્કાલિક જે એટીપી (ATP) બનાવતા મિટોકેન્દ્રિયામાં એન્જાઇમના અટકી જવાથી શરીરમાં ઊર્જાની તીવ્ર તંગી અનુભવાય છે. સંયુક્ત રાષ્ટ્રોના કેટલાક ભાગમાં કેદીને દેહાતદંડ માટે અપ્રાકૃતિક રીતે ઊંચી એકાગ્રતાવાળા પોટાશિયમ ક્લોરાઇડનું નસમાં ઇન્જેક્શન આપવામાં આવે છે, તેનાથી સ્નાયુ સંકોચ માટે જરૂરી કોષ સંભાવના નીકળી જતા હૃદય ઝડપથી બંધ થઇ જાય છે.
ધણા હર્બિસાઇડો, જેમાં જંતુનાશકો પણ સમાવિષ્ટ છે, તેની રચના ખાસ જીવતંત્ર માટે ઝેર તરીકે કામ કરવા માટે થઇ હોય છે, પણ તે ધણીવાર નક્કી ન કરેલા જીવતંત્ર પર પણ ભાગ્યે જોવા મળતી લાંબી માંદગીનું ઝેર ઉત્પન્ન કરતી હોય છે, જેમાં મનુષ્યો જે બોયોસીડ અને અન્ય લાભદાયક જીવતંત્રો લગાવે છે તેનો પણ સમાવેશ થાય છે. ઉદાહરણ માટે, હર્બિસાઇડ 2,4-ડી (D) છોડના હોર્મોનની ક્રિયાનું અનુકરણ કરે છે, જે ખાસ છોડ પર ધાતક ઝેરી અસર કરી છે. જોકે, 2,4-ડી (D) ઝેર નથી, પણ તેને હાનિકારક (ઇયુ (EU)) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. ટેક્સીકેશન દ્વારા પરોક્ષ રીતે કેટલાક ઘટકોને ઝેર તરીકે ગણવામાં આવે છે. ઉદાહરણ માટે "લાકડાનો દારૂ" કે મેથનોલ, જે પોતે ઝેરી નથી, પણ યકૃતમાં તે રાસાયણિકરીતે તે ફોર્માલ્ડાહયેડ અને ફોર્મિક એસિડને ઝેરમાં બદલી દે છે. કેટલાક ડ્રગ અણુઓ યકૃતમાં ઝેર બનાવે છે, કેટલાક યકૃત એન્ઝાયમીનની જનીની અસ્થિરતા સંયુક્તરીતે ઝેર બનાવે છે, જે પ્રત્યેક વ્યક્તિઓએ અલગ અલગ હોય છે. વિષવિજ્ઞાન તરીકે ઓળખાતા જૈવિક ઝેરમાં, તેના લક્ષણો, રચનાઓ, સારવાર અને નિદાન અંગે અભ્યાસ કરવામાં આવે છે. કિરણોત્સર્ગી પદાર્થોને ખુલ્લા કરતા તે કિરણોત્સર્ગી ઝેરનું ઉત્પાદન કરી શકે છે, જો કે તે ભાગ્યે જ બનતી ઘટના છે.
ઝેર નિયંત્રણ કેન્દ્રો (અમેરિકામાં 1-800-222-1222 ઉપર તેનો સંપર્ક સાંધી શકાય છે)વિશ્વભરમાં) ઝેર તથા હાનિકારક પદાર્થોના સંપર્કમાં આવવાના સંજોગોમાં તે ફોન ઉપર તાત્કાલિક, મફત અને નિષ્ણાત સલાહ મળે છે.
કેટલાક ઝેરમાં ખાસ વિષમારણો હોય છે:
ઝેર/ડ્રગ | વિષમારણ |
---|---|
પેરાસિટામોલ (એસેટામેનોફીન) | એન (N)-અસીટોસેસ્ટીઇન |
વિટામિન કે
એન્ટીકોલાગ્યુલેન્ટઓ, ઉદાહરણ માટે વોરફરીન |
વિટામિન કે |
ઓપીઓઇડ | નેલોક્શન |
આઇરન (અન્ય ભારે ધાતુઓ) | ડેફેરીઓક્શન,
ડેફેરસીરોક્ષ કે ડેફેરીપ્રોન |
બેન્ઝોડાઇડેપાઇન | ફ્લુમેઝનીલ |
એથલીન ગ્લાયકોલ | ઇથેનોલ કે ફ્રોમેપીઝોલ, અને થાઇમીન |
મેથનોલ | ઇથેનોલ કે ફ્રોમેપીઝોલ, અને ફોલીનીક એસિડ |
સાઇનાઇડ | એમીલ નાઇટ્રાટ,
સોડિયમ નાઇટ્રેડ અને સોડિયમ થીયોસોફેટ |
ઓગનોફોસ્ફેટ | એટ્રોપીન અને પ્રાલેડોક્સીમ |
મેગ્નીશિયમ | કેલ્શિયમ ગ્લુકોનેટ |
કેલ્શિયમ ચેનલ બ્લોકર્સો (વેરાપામીલ, ડેલ્ટાયઝીમ) | કેલ્શિયમ ગ્લુકોનેટ |
બેટા-બ્લોકર્સ (પ્રોપેનલોન, સોટનલ) | કેલ્શિયમ ગ્લુકોનેટ અને/કે ગ્લુકોગન |
આઇસોનિયાજીડ | પેરીડોસીન |
એટ્રોપીન | ફાઇસોસ્ટીગમીન |
થાલિયમ | પ્રશિયા બલ્યુ |
હાઇડ્રોફ્લોરીન એસિડ | કેલ્શિયમ ગ્લુકોનેટ |
કેટલીક ઘટનાઓમાં ઝેરને ઝડપથી નીકાળવા માટે મૂત્રવૃદ્ઘિ, લોહી શુદ્ધિની પ્રક્રિયા, હેમોપર્ફ્યુજન, હાઇપરબેરિક દવા, આંત્રવેષ્ટન શુદ્ધિની પ્રક્રિયા, લોહીની બદલી કે ચીલેશનનો ઉપયોગ કરવામાં આવે છે.
ઝેરની વધુ માત્રાના સંચાલન માટે દર્દીને સહાયક સંભાળ પૂરી પાડવામાં આવે છે, ઉદાહરણ તરીકે ઝેર કરતા લક્ષણોને સંભાળ લેવી.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.