કુલ્લૂ ખીણ
From Wikipedia, the free encyclopedia
કુલ્લૂ ખીણ અથવા કુલ્લૂ વેલી (અંગ્રેજી: Kullu Valley) એક વ્યાપકપણે વિસ્તરેલ ખીણપ્રદેશ છે, જે ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં લારગી અને મનાલી વચ્ચે બિયાસ નદીની આસપાસ આવેલ છે.[1] આ ખીણ અહીંના મંદિરો, સુંદરતા અને તેના જાજરમાન પાઈન અને દેવદાર વન, છુટાછવાયા સફરજનના બગીચાઓ અને પર્વતીય ભૂપૃષ્ઠ માટે પ્રખ્યાત છે. આ ખીણ વિસ્તારમાંથી વહેતી બિયાસ નદી ભવ્યતાને રજૂ કરે છે, જેમાં દેવદારનાં જંગલોથી ઢંકાયેલ નદી, આસપાસમાં ખડકાળ પહાડીઓની હારમાળા તેની ઉપરના જબરદસ્ત પાઈન વૃક્ષો વડે શોભિત છે. કૂલ્લુ ખીણ-પ્રદેશ પીર પાંજાલ પર્વતશૃંખલા, ઓછી ઉંચાઈવાળા હિમાલય પર્વતો અને હિમાલય પર્વતમાળા વચ્ચેનું એક અનુસંધાન છે.[2]
Quick Facts કુલ્લૂ ખીણ, Location ...
કુલ્લૂ ખીણ | |
---|---|
કુલ્લૂ વેલી | |
બિયાસ નદી સાથેની કુલ્લૂ ખીણ | |
Location | હિમાચલ પ્રદેશ, ભારત |
Geology | |
Type | નદીનો ખીણપ્રદેશ |
Geography | |
Coordinates | 31°57′28″N 77°6′34″E |
Population centers | કુલ્લૂ |
Watercourses | બિયાસ નદી |
બંધ કરો
આ ખીણપ્રદેશમાં આવેલ કૂલ્લુ અથવા કુલુ શહેર ખાતે ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લૂ જિલ્લાનું મુખ્ય મથક આવેલ છે.