કાઠિયાવાડ
ગુજરાતમાં આવેલો દ્રિપકલ્પ / From Wikipedia, the free encyclopedia
કાઠિયાવાડ એ પશ્ચિમ ભારતમાં આવેલો એક દ્વિપકલ્પ છે જે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રનો એક ભાગ છે. તેની પશ્ચિમે કચ્છનો અખાત, દક્ષિણે અરબી સમુદ્ર અને પૂર્વે તથા અગ્નિ દિશાએ ખંભાતનો અખાત આવેલા છે. આ દ્વિપકલ્પને પશ્ચિમ છેડે જીગત પોઈન્ટ અને દક્ષિણ છેડે દીવ હેડ આવેલા છે.