ઇઝરાયલ
પશ્ચિમ એશિયાનો દેશ / From Wikipedia, the free encyclopedia
ઇઝરાયલ રાષ્ટ્ર (હિબ્રુ: મેદિનત યિસરા'એલ; دَوْلَةْ إِسْرَائِيل, દૌલત ઇસરા'ઈલ) એક દક્ષિણપશ્ચિમ એશિયામાં સ્થિત એક દેશ છે. આ દક્ષિણપૂર્વ ભૂમધ્ય સાગર ના પૂર્વી છેડે પર સ્થિત છે. આની ઉત્તરમાં લેબનાન છે, પૂર્વ માં સિરિયા અને જૉર્ડન છે, અને દક્ષિનપશ્ચિમમાં ઇજિપ્ત છે.
ઈઝરાયલ રાજ્ય
| |
---|---|
રાષ્ટ્રગીત: "Hatikvah" (Hebrew for "The Hope") | |
(પૂર્વ-) ૧૯૬૭ સીમા (લીલા રંગમાં) | |
રાજધાની and largest city | જેરુસલેમ [fn 1] 31°47′N 35°13′E |
અધિકૃત ભાષાઓ |
|
વંશીય જૂથો (2018) |
|
ધર્મ (૨૦૧૬) |
|
લોકોની ઓળખ | ઈઝરાયેલી |
સરકાર | ઐક્ય સંસદીય પ્રજાસત્તાક |
• રાષ્ટ્રપ્રમુખ | રીઉવેન રિવ્લિન |
• પ્રધાનમંત્રી | બેન્જામિન નેતાનયાહુ |
• ક્નેસ્સેટ સ્પીકર | યુલી-યોએલ એડલેસ્ટેઇન |
• ચીફ જસ્ટિશ | એસ્થર હાયુત |
સંસદ | ક્નેસ્સેટ |
સ્વતંત્ર | |
• ઘોષણા | ૧૪ મે ૧૯૪૮ |
• યુ.એન.માં પ્રવેશ | ૧૧ મે ૧૯૪૯ |
વિસ્તાર | |
• કુલ | 20,770–22,072 km2 (8,019–8,522 sq mi)[a] (૧૫૦મો) |
• જળ (%) | ૨.૧ |
વસ્તી | |
• ૨૦૨૪ અંદાજીત | ૯૮,૬૯,૭૦૦[7] (૯૬મો) |
• ૨૦૦૮ વસ્તી ગણતરી | 7,412,200[8] |
• ગીચતા | [convert: invalid number] (૩૩મો) |
GDP (PPP) | ૨૦૧૮[9] અંદાજીત |
• કુલ | $334.328 billion (૫૪મો) |
• Per capita | $37,673 (૩૫મો) |
GDP (nominal) | ૨૦૧૮[9] અંદાજીત |
• કુલ | $373.751 billion (૩૩મો) |
• Per capita | $42,115 (૨૦મો) |
જીની (૨૦૧૩) | 42.8[10] medium · ૪૯મો |
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૫) | 0.899[11] very high · ૧૯મો |
ચલણ | ન્યૂ શેકેલ (₪) (ILS) |
સમય વિસ્તાર | UTC+૨ (ઈઝરાયેલ પ્રમાણભૂત સમય) |
• ઉનાળુ (DST) | UTC+૩ (ઈઝરાયેલ ઉનાળુ સમય) |
તારીખ બંધારણ |
|
વાહન દિશા | જમણે |
ટેલિફોન કોડ | +૯૭૨ |
ISO 3166 કોડ | IL |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .il |
વેબસાઇટ www | |
|
મધ્યપૂર્વમાં સ્થિત આ દેશ વિશ્વ રાજનીતિ અને ઇતિહાસની દૃષ્ટિ એ ખૂબ મહત્વપૂર્ણ છે. ઇતિહાસ અને ગ્રંથો અનુસાર યહુદીઓનું મૂળ નિવાસ રહેલ આ ક્ષેત્ર નું નામ ખ્રિસ્તી, ઇસ્લામ અને યહૂદી ધર્મોમાં પ્રમુખતાથી લેવાય છે. યહૂદી, મધ્યપૂર્વ અને યુરોપના ઘણાં ક્ષેત્રોમાં ફેલાઈ ગયા હતાં. ઓગણીસમી સદીના અંતમાં તથા ફરી વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપમાં યહૂદીઓ ઉપર કરાયેલ અત્યાચારને કારણે યુરોપીય (તથા અન્ય) યહૂદીઓ પોતાના ક્ષેત્રોથી ભાગી જેરૂસલેમ અને આના આસપાસના ક્ષેત્રોમાં આવવા લાગ્યાં. સન ૧૯૪૮માં આધુનિક ઈસરાયલ રાષ્ટ્રની સ્થાપના થઈ.
જેરુસલેમ ઇસરાયલની રાજધાની છે પણ અન્ય મહત્વપૂર્ણ શહરોમાં તેલ અવીવનું નામ પ્રમુખતાથી લેવાય છે. અહીંની પ્રમુખ ભાષા હિબ્રુ છે, જે ડાબેથી જમણે લખાય છે, અને અહીંના નિવાસીઓને ઇઝરાયલી કહે છે. ઇઝરાયેલમાં ઇલેક્ટ્રોનિક્સ, ટેલિ કોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, બાયોટેક, ટૂરિઝમ, બાંધકામ, હીરાઉદ્યોગ અને એગ્રિકલ્ચર જેવા ક્ષેત્રોનો વિકાસ થયો છે. ડાયમંડ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને ખેત પેદાશોની નિકાસમાં પણ આ દેશનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ઘરેલુ ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો ૨.૫ ટકા જેટલો છે.