સ્વિત્ઝરલૅન્ડ (જર્મન: (die) Schweiz (ડી) શ્વાઇત્સ, ફ઼્રાંસિસી: (la) Suisse (લા) સુઈસ, લાતિની: Helvetia હેલ્વેતિયા) મધ્ય યુરોપ નો એક દેશ છે. આની ૬૦ % જમીન આલ્પ્સ પર્વતોથી ઢંકાયેલી છે, માટે આ દેશમાં ખૂબ જ સુંદર પર્વત, ગામ, સરોવર (ઝીલ), અને ચારવાહા છે. સ્વિસ લોકો નું જીવનસ્તર દુનિયા માં સૌથી ઊઁચા જીવનસ્તરોમાં એક છે . સ્વીસ ઘડ઼િયાળ, ચીઝ, ચૉકલેટ, ખૂબ મશહૂર છે .
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Confœderatio Helvetica Confédération suisseSwiss Confederation | |
---|---|
રાષ્ટ્રગીત: સ્વીસ સાલ્મ | |
રાજધાની | બર્ન (federal capital) |
સૌથી મોટું શહેર | ઝુરિચ |
અધિકૃત ભાષાઓ | જર્મન, ફ્રેંચ, ઈટાલિયન, રોમાંશ |
સરકાર | સીધી લોકશાહી, સમવાયી ગણતંત્ર |
સ્વતંત્રતા | |
• જળ (%) | ૪.૨ |
વસ્તી | |
• જુલાઈ ૨૦૦૫ અંદાજીત | ૭,૨૫૨,૦૦૦ (૯૫મો) |
• ૨૦૦૦ વસ્તી ગણતરી | ૭,૨૮૮,૦૧૦ |
GDP (PPP) | ૨૦૦૫ અંદાજીત |
• કુલ | $૨૬૪.૧ બિલિયન (૩૭th) |
• Per capita | $૩૫,૩૦૦ (૧૦મો) |
GDP (nominal) | ૨૦૦૩ અંદાજીત |
• કુલ | $૩૦૯ બિલિયન (૧૭મો) |
• Per capita | $૪૨,૧૩૮ (૩જો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩) | 0.947 very high · ૭મો |
ચલણ | સ્વીસ ફ્રાંક (CHF) |
સમય વિસ્તાર | UTC+૧ (CET) |
• ઉનાળુ (DST) | UTC+૨ (CEST) |
ટેલિફોન કોડ | ૪૧ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .ch |
આ દેશ ની ત્રણ રાજભાષાઓ છે : જર્મન (ઉત્તરી અને મધ્ય ભાગ ની મુખ્ય ભાષા), ફ઼્રાંસિસી (પશ્ચિમી ભાગ) અને ઇતાલવી (દક્ષિણી ભાગ), અને એક સહ-રાજભાષા છે : રોમાંશ (પૂર્વી ભાગ) . આના પ્રાન્ત કૈન્ટન કહેવાય છે . સ્વિત્ઝરલૅન્ડ એક લોકશાહી છે જ્યાં આજે પણ પ્રત્યક્ષ લોકશાહી જોવા મળે છે . અહીં ઘણાં બૉલિવુડ ફ઼િલ્મ ના ગીતોની શૂટિંગ થાય છે . લગભગ ૨૦ % સ્વિસ લોકો વિદેશી મૂળના છે . આના મુખ્ય શહેર અને પર્યટક સ્થલ છે : ઝ્યૂરિચ, જીનીવા, બર્ન (રાજધાની), બાસલ, ઇંટરલાકેન, લોઝાન, લૂત્સર્ન, ઇત્યાદિ .
અહીં એક તરફ બર્ફ ના સુંદર ગ્લેશિયર(હીમનદી) છે . આ ગ્લેશિયર(હીમનદી) વર્ષમાં આઠ મહીના બર્ફ ની સુંદર ચાદરથી ઢંકાયેલ રહે છે. તો ત્યાં બીજી તરફ સુંદર ખીણ છે જે સુંદર ફૂલો અને રંગીન પાંદડા વાળા વૃક્ષો થી ઢંકાયેલી રહે છે. ભારતીય નિર્દેશક યશ ચોપડ઼ા ની ફિલ્મોંમાં આ ખૂબસૂરત દેશના ઘણાં નયનાભિરામ દૃશ્ય જોવા મળે છે.
ઇતિહાસ
લા ટાન સભ્યતા ઈસાપૂર્વ ૪૫૦ ના સમયની રહી હશે. ઈસા ના ૧૫ વર્ષ પહલા આ રોમન સામ્રાજ્ય નું અંગ બની ગયું . ચોથી સદીમાં આ બિજેન્ટાઇન સામ્રાજ્યથી સ્વતંત્ર થઈ ગયું અને ઘણાં પ્રાચીન સામ્રાજ્યો વચ્ચે વહેંચાયેલ રહ્યું.
સન્ ૧૭૯૮માં ફ્રાંસ ની અધીન આવ્યાં બાદ નેપોલિયન એ અહીં ફ્રાંસનું સંવિધાન લાગૂ કર્યું. બાદમાં આને હટાવી લેવાયું. બનેં વિશ્વયુદ્ધોમાં કોઈમાં પણ સ્વિત્ઝરલૅન્ડ પર કોઈ ખાસ આક્રમણ ન થયું. પ્રથમ વિશ્વયુદ્ધમાં ૧૯૧૭ સુધી લેનિન અહીં રહ્યાં હતાં.
ભૂગોળ
દક્ષિણ તથા દક્ષિણ-પૂર્વમાં આલ્પ્સ પર્વત શ્રેણી છે. દેશમાં ઘણા સરોવર છે - જીનીવા સરોવરનું નામ આમાં પ્રમુખ છે. આની ઉત્તર પૂર્વ માં જર્મની, પશ્ચિમ માં ફ્રાંસ, દક્ષિણ માં ઇટલી અને પૂર્વમાં ઓસ્ટ્રિયા સ્થિત છે .
પ્રશાસન
આ પ્રત્યક્ષ લોકશાહીનું એકમાત્ર ઉદાહરણ છે .
જનવૃત્ત
દેશની ઉત્તરમાં જર્મન(૬૩.૬%), પશ્ચિમમાં ફ્રાંસિસી(૨૦.૪%), દક્ષિણમાં ઇતાલવી તથા રોમાંસ મૂળ ના લોકો રહે છે .
ખાસ આકર્ષણ -
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.