પાટણ, ગુજરાતમાં આવેલી સોલંકી યુગની વાવ From Wikipedia, the free encyclopedia
રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે.
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ | |
---|---|
રાણકી વાવ | |
સ્થાન | પાટણ, ગુજરાત, |
માપદંડ | સાંસ્કૃતિક: (i), (iv) |
સંદર્ભ | 922 |
વિશ્વ ધરોહરમાં સમાવેશ | 2014 (38th સત્ર) |
વિસ્તાર | 4.68 ha (11.6 acres) |
સંરક્ષિત વિસ્તાર | 125.44 ha (310.0 acres) |
અક્ષાંશ-રેખાંશ | 23°51′32″N 72°6′6″E |
અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ ૧૧મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું.[1][2][3]
સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૮૬માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.[4][5]
રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે.આ વાવ જયા પ્રકાર ની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.
અહીંયા એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર તરફ જતાં ૩૦ કિલોમીટર લાંબાં એક બોગદામાં ખુલે છે. આ પ્રવેશદ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે પણ મૂળતઃ આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આ વાવ જયા પ્રકાર ની છે.
ભારતીય રિઝર્વ બેંકે વર્ષ ૨૦૧૮માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા ૧૦૦ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે.[6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.