નીલ્સ બૉહર
ડેનીશ ભૌતિકશાસ્ત્રી / From Wikipedia, the free encyclopedia
નીલ્સ હેન્રિક ડેવિડ બૉહર (૭ ઓક્ટોબર ૧૮૮૫ – ૧૮ નવેમ્બર ૧૯૬૨) ડેનીશ ભૌતિકશાસ્ત્રી હતા કે જેમણે ૧૯૨૨નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. આ પારિતોષિક તેમને પરમાણુના બંધારણ તથા તેમાંથી ઉત્સર્જિત થતા વિકિરણના સંશોધન માટે એનાયત થયું હતું. આધુનિક પારમાણ્વિક સિદ્ધાંતનો પાયો નાખનારાઓમાંના એક તરીકે તેમની ગણના થાય છે. તેમના પુત્ર આગે બૉહરને પણ ૧૯૭૫નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.
Quick Facts નીલ્સ બૉહર, જન્મની વિગત ...
નીલ્સ બૉહર | |
---|---|
બૉહર ૧૯૨૨માં | |
જન્મની વિગત | નીલ્સ હેન્રિક ડેવિડ બૉહર (1885-10-07)7 October 1885 કોપનહેગન, ડેન્માર્ક |
મૃત્યુ | 18 November 1962(1962-11-18) (ઉંમર 77) કોપનહેગન, ડેન્માર્ક |
રાષ્ટ્રીયતા | ડેનીશ |
પ્રખ્યાત કાર્ય |
|
જીવનસાથી | માર્ગરેટ નોર્લન્ડ (m. ૧૯૧૨–૧૯૬૨) |
સંતાનો | આગે બૉહર, અર્નેસ્ટ બૉહર અને બીજા ચાર |
પુરસ્કારો | ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (૧૯૨૨) |
વૈજ્ઞાનિક કારકિર્દી | |
ક્ષેત્ર | ભૌતિકશાસ્ત્ર |
કાર્ય સંસ્થાઓ |
|
શોધનિબંધ | Studier over Metallernes Elektrontheori (Studies on the Electron Theory of Metals) (૧૯૧૧) |
ડોક્ટરલ સલાહકાર | ક્રિશ્ચિયન ક્રિશ્ચયન્સન |
અન્ય શૈક્ષણિક સલાહકારો | જે. જે. થોમસન અર્નેસ્ટ રૂથરફર્ડ |
ડોક્ટરલ વિદ્યાર્થીઓ | હેન્ડ્રિક એન્થોની ક્રેમર્સ |
પ્રભાવિત |
|
હસ્તાક્ષર | |
બંધ કરો