ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ From Wikipedia, the free encyclopedia
ગિરમાળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં આવેલું ગામ છે. ગિરમાળ ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.
ગિરમાળ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°45′00″N 73°41′00″E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ડાંગ |
તાલુકો | સુબિર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | નાગલી, અડદ, વરાઇ |
મુખ્ય બોલી | કુકણા બોલી |
આ ગામ ખાતે નાગલી, અડદ, વરાઇ જેવા ધાન્યોના પાક લેવામાં આવે છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.
અહીંથી પસાર થતી ગિરા નદી પર ખુબ જ પ્રેક્ષણીય આશરે ૭૫ ફુટ જેટલો ઊંચો ધોધ આવેલો છે, જે ગિરાધોધ (ગિરમાળ)ના નામે ઓળખાય છે. અહીં સુરત શહેરમાં આવેલી યુથ હોસ્ટેલ તેમ જ નેચર ક્લબ તરફથી ગુજરાત રાજ્ય વન વિભાગના સહયોગથી અવારનવાર પર્યાવરણ તેમ જ સાહસિકતાલક્ષી શિબિર યોજવામાં આવે છે. થોડાં વર્ષો પહેલાં અહીં જવા માટે પાકા સડક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગિરમાળ જવા માટે સુબિરથી નવાપુર જતા માર્ગ પર આવેલા શિંગાણા ગામથી પશ્ચિમ દિશામાં પાકા રસ્તે આશરે ૮ કિલોમીટર જવું પડે છે. આ ઉપરાંત સોનગઢથી ઓટા જતા માર્ગ દ્વારા પણ શિંગાણા પહોંચી શકાય છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.