કુંભારિયા જૈન મંદિરો
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
કુંભારિયા જૈન મંદિરો ભારત દેશના ગુજરાત બનાસકાંઠા જિલ્લાના કુંભારિયામાં પાંચ શ્વેતાંબર જૈન મંદિરોનો સમૂહ છે. ચાલુક્ય વંશના શાસન દરમિયાન ૧૦૬૨ થી ૧૨૩૧ સુધી તેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું, તેઓ તેમના વિસ્તૃત સ્થાપત્ય માટે જાણીતા છે.
કુંભારિયા જૈન મંદિરો | |
---|---|
મહાવીર દેરાસરનો અંદરનો ભાગ | |
ધર્મ | |
જોડાણ | જૈન ધર્મ |
દેવી-દેવતા | મહાવીર, પાર્શ્વનાથ, શાંતિનાથ, નેમિનાથ & સંભવનાથ |
તહેવારો | મહાવીર જયંતી |
સંચાલન સમિતિ | આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ |
સ્થાન | |
સ્થાન | કુંભારીયા, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 24°19′27″N 72°51′46″E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય શૈલી | મારુ-ગુર્જર સ્થાપત્ય શૈલિ |
નિર્માણકાર | ભીમદેવ સોલંકી, કર્ણદેવ સોલંકી અને સિદ્ધરાજ જયસિંહ |
સ્થાપના તારીખ | ૧૦૬૨–૧૨૩૧ |
મંદિરો | ૫ |
કુંભારિયા, ચૌલુક્ય વંશના સમયગાળા દરમ્યાન સૌથી મહત્વપૂર્ણ જૈન કેન્દ્રોમાંનું એક હતું.[1] એવું કહેવામાં આવે છે કે આ પ્રદેશમાં એક સમયે ૩૬૦ મંદિરો અસ્તિત્વમાં હતા પરંતુ જ્વાળામુખીને કારણે સૌ નાશ પામ્યા અને હવે ફક્ત પાંચ જ રહ્યા છે.[2] આ પાંચ જૈન મંદિરોનું નિર્માણ ૧૦૬૨ થી ૧૨૩૧ સુધી કરવામાં આવ્યું: [3]
અલબત્ જ્વાળામુખી દ્વારા કોઈ પણ મંદિરોનો નાશ થવાની શક્યાતા ઓછી છે કારણ કે ભારતમાં આંદામાન ટાપુઓ સિવાય ૫૦૦ હજાર વર્ષથી સક્રિય જ્વાળામુખીનો કોઈ પુરાવો નથી. ભારતમાં ભૂકંપ પ્રવૃત્તિ જોકે નોંધપાત્ર છે અને તે આવા મંદિરોના વિનાશ માટે જવાબદાર હોઈ શકે છે.
કુંભારિયા જૈન મંદિરો તેમના વિસ્તૃત સ્થાપત્ય માટે પ્રખ્યાત છે.[4] [5] દેલવાડા મંદિરો, ગિરનાર જૈન મંદિરો અને તારંગા જૈન મંદિરની સાથે, તેમને ચાલુક્ય સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણો માનવામાં આવે છે.[6] કુંભારિયા જૈન મંદિર સંકુલમાં આવેલા મહાવીર, શાંતિનાથ અને પાર્શ્વનાથ મંદિરો ભારતના કેટલાક પ્રખ્યાત જૈન મંદિરોમાં સ્થાન ધરાવે છે.[7] આ પાંચ આરસના મંદિરો કદ, છબી કોતરણી અને સ્થાપત્ય વિગતમાં અલગ અલગ છે, દરેકની પોતાની લાક્ષણિકતાઓ છે.[1] દરેક મંદિર વિસ્તૃત આંગણા સાથે રક્ષણાત્મક દિવાલોથી ઘેરાયેલું છે.[8]
મહાવીર મંદિર, જેને આરાસણ સમગચ્છિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે જૈન ધર્મનો એક ગચ્છ છે આ શબ્દ આરસ પરથી ઉતરી આવ્યો છે. [9] [6] આ મંદિરની આરસની છત બાહુબલીના જીવનના દ્રશ્યો દર્શાવે છે. ઉપલી તક્તીમાં બાહુબલી અને ભરત ચક્રવર્તીન વચ્ચેના યુદ્ધનું ચિત્રણ છે, જેમાં બંને સૈન્યના ઘોડાઓ, હાથીઓ અને સૈનિકો દર્શાવાયા છે. નીચલી તક્તી બે ભાઈઓ વચ્ચે દ્વંદ્વ યુદ્ધ દર્શાવે છે. મધ્ય તક્તીમાં ધ્યાનસ્થ બાહુબલી તરફ આવતા ભરત અને તેની પત્ની દર્શાવાયા છે. [10] એક અન્ય છત તેમના માતાપિતા સાથે ભૂતકાળ અને ભવિષ્યના તીર્થંકર દર્શાવે છે.[11] મંદિરના મંડપની ટોચમાં બહુ સ્તરીય સમવસરણનું ચિત્રણ છે. [12]
શાંતિનાથ મંદિર મહાવીર મંદિર જેવું જ છે. [3] શિલાલેખો અનુસાર, શાંતિનાથ મંદિર મૂળ ઋષાભનાથને સમર્પિત હતું. [13] આ મંદિરમાં અષ્ટાપદનું ૧૨૧૦ની તારીખનું એક મહત્વપૂર્ણ ચિહ્ન છે. અષ્ટાપદની મૂર્તિ એક હીરાની આકારની વેદી છે જે ૨૪ તીર્થંકરોની મૂર્તિઓ સાથેના પર્વતને દર્શાવે છે જેમનું બે સ્તરો પર, ચારેય મુખ્ય દિશાઓ તરફ મુખ કરેલું છે. ચિહ્નની ટોચ પર ઋષભનાથની સમવશરણી ચૌમુખી મૂર્તિ દર્શાવવામાં આવી છે. [14]
પાર્શ્વનાથ મંદિરની છત કોતરણી ધરાવે છે જેમાં વિમલ વસહી મંદિરની જેમ પાર્શ્વનાથ નાગેશ્રની ફેણ નીચે બેઠેલા છે. [6] અજિતનાથ મંદિરની પથ્થરની બેઠક પર હાથીનું પ્રતીક છે. મંદિરમાં ઉચ્ચ સ્થાને નવ દેવ-કુલિકાની કૃતિઓ છે. તોરણ - સ્તંભની કોતરણીમાં વિદ્યાદેવી, અપરૈચક્ર, પુરુષદત્ત , મહાકાલિ, વજ્રશંખ, વજ્રંકુષ, અને રોહીણી ની મૂર્તિઓ છે. [3] [11] મંદિરમાં સર્વનાહ અને અંબિકાની મૂર્તિઓની સાશન-દેવતા તરીકે સ્થાપના કરવામાં આવી છે. [11]
નેમિનાથ મંદિરના સ્તંભો વિમલ વસાહીની જેમ સુશોભિત રીતે કોતરવામાં આવ્યા છે. [3] આ મંદિરમાં હિન્દુ દેવ ગણેશની એક મૂર્તિ છે જે લુણા વસાહી અને રણકપુર જૈન મંદિર સમાન છે. [6] મંદિરમાં અપરાચક્ર, વજ્રશૃંખલા, સર્વસ્ત્ર-મહાજ્વલા, રોહિણી અને વૈરોત્ય, જેવી વિદ્યા-દેવીઓની લઘુ કોતરણી કરવામાં આવી છે, પશ્ચિમ ભારતમાં ૧૧ મી અને ૧૨ મી સદી દરમિયાન આ મૂર્તિઓ પ્રખ્યાત હતી. [11] એક શિલાલેખ મુજબ, મુનિસુવ્રત બિમ્બની સ્થાપના ઈ. સ. ૧૨૮૧ ( વી. સં. ૧૩૩૮) માં થઈ હતી. [11]
સંભવનાથ મંદિર એક નાનું મંદિર છે જે ચાલુક્ય સ્થાપત્યનું વિશિષ્ટ ઉદાહરણ છે. [3] મહાવીર મંદિરમાં એક શિલાલેખ મુજબ, આ મૂર્તિને "પાહિની" દ્વારા ૧૦૮૫ માં ભેટ આપવામાં આવી હતી અને આ મંદિર મૂળ શાંતિનાથને સમર્પિત હતું.[13] મંદિરની મૂળ મૂર્તિ પછીથી વિકૃત થઈ અને તેને નવી મૂર્તિથી બદલવામાં આવી. [11] મંદિરની છત પર દેવી સરસ્વતીની મૂર્તિ છે.[6]
આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ દ્વારા આ મંદિરોનું સમારકામ, નવીનીકરણ, ફેરફાર અને સંચાલન કરવામાં આવે છે.[13][15]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.