કારતક
હિન્દુ તારિખિયાના એક મહિનાનું નામ / From Wikipedia, the free encyclopedia
કારતક મહિનો હિંદુ વૈદિક પંચાગ વિક્રમ સંવત નો પ્રથમ મહિનો છે. આ મહિના પહેલાં આગલા (વીતી ગયેલા) વર્ષનો આસો મહિનો હોય છે, જ્યારે માગશર મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
શક સંવત પ્રમાણેનો આ આઠમો મહિનો છે. આ મહિના પહેલાં આસો મહિનો હોય છે, જ્યારે માગશર મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
કારતક મહિનામાં બેસતું વરસ, ભાઈ બીજ, દેવઉઠી અગિયારસ, દેવ દિવાળી જેવા તહેવારો આવે છે.