Map Graph

હિડિમ્બા દેવી મંદિર

હિડિમ્બા દેવી મંદિર, હડિંબા મંદિર, ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ રાજ્યના ગિરિમથક મનાલીમાં આવેલું છે. આ મંદિર સ્થાનિક લોકોમાં ધુંગારી મંદિર તરીકે ઓળખાય છે. આ એક પ્રાચીન ગુફા મંદિર છે જે ભીમની પત્ની હિડિમ્બી દેવીને સમર્પિત છે. હિડિમ્બી દેવી ભારતીય મહાકાવ્ય મહાભારતનું એક પાત્ર છે. આ મંદિર હિમાલયની તળેટીમાં ધુંગિરી વન વિહાર નામના દેવદારના જંગલથી ઘેરાયેલું છે. આ મંદિર સંકુલ જમીનમાંથી બહાર નીકળેલા એક વિશાળ ખડક પર બાંધવામાં આવ્યું છે આ ખડકને દેવીની પ્રતિમા તરીકે પૂજવામાં આવતો હતો. આ મંદિરનું માળખું ૧૫૫૩ માં મહારાજા બહાદુર સિંહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું.

Read article
ચિત્ર:Hidimba_Devi_Temple_-_North-east_View_-_Manali_2014-05-11_2648-2649.TIFચિત્ર:Himachal_Pradesh_locator_map.svgચિત્ર:Yak_near_Hadimba_temple.jpgચિત્ર:Hidimba_Devi_Temple_sign.jpgચિત્ર:Hadimbatemple2.jpg