Map Graph

યુટ્યુબ

યુટ્યુબએ વિડિઓની વહેંચણી-શેરિંગ કરતી વેબસાઈટ છે, જેમાં વપરાશકાર વિડિઓ ક્લિપ જોઈ, વહેંચી અને અપલોડ કરી શકે છે.પેપાલ (PayPal)ના ત્રણ પૂર્વકર્મચારીઓએ ફેબ્રુઆરી 2005માં યુટ્યુબની રચના કરી.નવેમ્બર 2006માં ગૂગલ ઈન્ક. (Google Inc)એ 1.65 અબજ યુએસડોલર માં યુ ટ્યુબ, એલએલસી ખરીદી હતી અને હવે તે ગૂગલની સબસિડિયરી (સહાયક) છે.કંપની સાન બ્રુનો કેલિફોર્નિયા ખાતે આવેલી છે અને વપરાશકાર-સર્જિત સામગ્રી ના નિદર્શન માટે એડોબ ફ્લેશ વિડિઓ તકનીકનો ઉપયોગ કરે છે. યુ ટ્યુબમાં વપરાશકાર-સર્જિત સામગ્રી સહિત ફિલ્મ ની ક્લિપો, ટીવી ક્લિપો અને મ્યુઝિક વિડિઓ ની સાથે કલાપ્રેમીઓની વિડિઓ બ્લોગિંગ જેવી સામગ્રી અને ટૂંકા મૂળ વિડિઓ પણ છે. તેની મોટાભાગની સામગ્રી વ્યક્તિગત રીતે અપલોડ કરાયેલી છે છતાં સીબીએસ (CBS) અને બીબીસી (BBC) તથા અન્ય કેટલીક પ્રચાર-પ્રસાર માધ્યમની કંપનીઓ પોતાની કેટલીક સામગ્રી યુ ટ્યુબ દ્વારા આપે છે.

Read article