Map Graph

મિરિક

મિરિક ભારત દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલ પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જિલિંગ જિલ્લામાં આવેલ એક ગિરિમથક છે. દરિયાઈ સપાટીથી આ સ્થળ ૧૪૯૫ મીટર જેટલી ઊંચાઈ પર આવેલ છે. હિમાલયની ખીણમાં વસેલું આ શહેર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય, શાંત વાતાવરણ, સાહસિક પ્રવૃત્તિઓ, ઊજાણી-સ્થળો (પિકનિક-સ્પોટ) પ્રવાસીઓને આકર્ષે છે. અહીંનું સુમેન્દુ તળાવ આશરે દોઢ કિલોમીટર લંબાઈ ધરાવે છે અને તેની આસપાસ ચાના બગીચાઓ, સંતરાના બગીચાઓ અને વનાચ્છાદિત પહાડીઓ આવેલા છે. હિમાલયનું પ્રસિદ્ધ શિખર કાંચનજંઘા અહીંથી દેખાય છે.

Read article
ચિત્ર:Mirik_Sumendu_Lake.jpgચિત્ર:India_West_Bengal_adm_location_map.svg