મિરિક
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
મિરિક ભારત દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલ પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જિલિંગ જિલ્લામાં આવેલ એક ગિરિમથક છે. દરિયાઈ સપાટીથી આ સ્થળ ૧૪૯૫ મીટર (૪૯૦૫ ફૂટ) જેટલી ઊંચાઈ પર આવેલ છે. હિમાલયની ખીણમાં વસેલું આ શહેર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય, શાંત વાતાવરણ, સાહસિક પ્રવૃત્તિઓ, ઊજાણી-સ્થળો (પિકનિક-સ્પોટ) પ્રવાસીઓને આકર્ષે છે. અહીંનું સુમેન્દુ તળાવ આશરે દોઢ કિલોમીટર લંબાઈ ધરાવે છે અને તેની આસપાસ ચાના બગીચાઓ, સંતરાના બગીચાઓ અને વનાચ્છાદિત પહાડીઓ આવેલા છે. હિમાલયનું પ્રસિદ્ધ શિખર કાંચનજંઘા અહીંથી દેખાય છે.
મિરિક
Mirik मिरिक | |
---|---|
શહેર (ગિરિમથક) | |
સુમેન્દુ તળાવ અને તેની આસપાસ વસેલ મિરિક | |
અક્ષાંશ-રેખાંશ: 26.887°N 88.187°E | |
દેશ | ભારત |
રાજ્ય | પશ્ચિમ બંગાળ |
જિલ્લો | દાર્જિલિંગ |
સરકાર | |
• માળખું | નગર પંચાયત |
ઊંચાઇ | ૧,૪૯૫ m (૪૯૦૫ ft) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૧૧,૫૧૩ (શહેરી) ૪૬,૩૭૪ (ગ્રામ્ય) |
ભાષાઓ | |
• અધિકૃત | નેપાળી, હિંદી, અંગ્રેજી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
લોકસભા મતવિસ્તાર | દાર્જિલિંગ |
વિધાનસભા મતવિસ્તાર | કુર્સેઓંગ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.