પર્સનલ કમ્પ્યુટર (personal computer) કમ્પ્યુટર હાર્ડવેરનું બનેલું છે, જે મલ્ટિપલ ફિઝિકલ કમ્પોનન્ટ્સ છે, જેમાં કમ્પ્યુટરની કામગીરી બજાવતા અસંખ્ય સોફ્ટવેર (software) લોડ કરી શકાય છે.
પીસી ઘણી બધી રીતે એસેમ્બલ થાય છે, તેમ છતાં એક વિશિષ્ટ પર્સનલ કમ્પ્યુટર (personal computer) એક ટાવર આકારના કેસ (case) કે ચેસિસનું અને નીચે પ્રમાણેના પાર્ટ્સનું બનેલું હોય છેઃ
મધરબોર્ડ
મધરબોર્ડ કમ્પ્યુટરનું "બોડી","મુખ્ય ભાગ"[સંદર્ભ આપો]છે, જેના દ્વારા અન્ય તમામ કમ્પોનન્ટ્સ ઇન્ટરફેસ થાય છે.મધરબોર્ડ સાથે સીધા જોડાયેલા કમ્પોનન્ટ્સમાં નીચે મુજબના સાધનોનો સમાવેશ થાય છેઃ
સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (central processing unit) (સીપીયુ ) મોટા ભાગની ગણતરીઓ કરે છે, જેનાથી કમ્પ્યુટર કામગીરી કરવા સક્ષમ બને છે અને તેને કમ્પ્યુટરનું "મગજ" કહે છે.તે સામાન્યપણે હીટ સિન્ક અને પંખાથી ઠંડુ (cooled) થાય છે.
ચિપસેટ (chipset) સીપીયુ અને મુખ્ય મેમરી સહિતના સીસ્ટમના અન્ય કમ્પોનન્ટ્સની વચ્ચે સંચારનું માધ્યમ બને છે.
રેમ (RAM) તમામ ચાલુ પ્રક્રિયાઓ (એપ્લીકેશન્સ) અને જે તે વખતે ચાલુ ઓપરેટિંગ સીસ્ટમને સંગ્રહીત કરે છે. રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી.
બાયોસ (BIOS) (BIOS) માં બુટફર્મવેર (firmware) અને પાવર મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.Basic Input Output System ઓપરેટિંગ સીસ્ટમ (operating system) ડ્રાઇવર્સથી ચાલે છે.
આંતરિક બસીસ (Buses) સીપીયુને ગ્રાફિક્સ અને સાઉન્ડ માટે વિવિઘ આંતરિક કમ્પોનન્ટ્સ સાથે તેમ જ એક્સપાન્શન કાર્ડ્સ સાથે જોડે છે.
કરન્ટ
રેમ અને પીસીઆઈ એક્સપ્રેસ માટે નોર્થબ્રિજ (northbridge) મેમરી કન્ટ્રોલ
ગ્રાફિક્સ કાર્ડ્સ માટે પીસીઆઈ એક્સપ્રેસ (PCI Express)
વીએલબી (VLB) વીઇએસએ (વેસા) લોકલ બસ (એજીપી દ્વારા હટાવાયેલું)
આઇએસએ (ISA) (ઓદ્યોગિક કમ્પ્યુટર્સમાં હજુ વપરાતા, પરંતુ પીસી માટે જરીપુરાણાં એક્સપાન્સન કાર્ડ સ્લોટ ફોર્મેટ)
એક્સટર્નલ બસ કન્ટ્રોલર્સ બહારના પેરિફેરલ્સ માટેના પોર્ટ્સને સપોર્ટ કરે છે..આ પોર્ટ્સ સીધે સીધા સાઉથબ્રિજ (southbridge) ઇનપુટ/આઉટપુટ કન્ટ્રોલર દ્વારા અંકુશિત હોઈ શકે છે અથવા તો પીસીઆઈ બસ દ્વારા મધબોર્ડ સાથે જોડાયેલા એક્સપાન્સન કાર્ડ્સ આધારિત હોઈ શકે છે.
પાવર કોર્ડ, સ્વિચ અને કુલિંગ ફેનનો સમાવેશ થાય છે.મધરબોર્ડ અને આંતરિક ડીસ્ક ડ્રાઇવ્ઝને યોગ્ય વોલ્ટેજીઝ પર પાવર પૂરો પાડે છે.
વિડીયો ડિસપ્લે કન્ટ્રોલર
મુખ્ય લેખ: Graphics card
વિઝ્યુઅલ ડિસપ્લે યુનિટ (visual display unit) માટે આઉટપુટ સર્જે છે.આનું ક્યાં તો મધરબોર્ડમાં જ નિર્માણ કરેલું હશે, કે પછી ગ્રાફિક્સ કાર્ડ (graphics card)ના સ્વરુપમાં તેના પોતાના અલગ સ્લોટ (પીસીઆઇ, પીસીઆઇ-ઇ, પીસીઆઇ-ઇ 2.0 અથવા એજીપી)માં જોડાયેલું હશે.
રીમુવેબલ મીડીયા ડીવાઇસીસ
મુખ્ય લેખ: Computer storage
સીડી (CD) (કોમ્પેક્ટ ડિસ્ક) - સંગીત અને ડેટા માટે યોગ્ય રીમુવેબલ મીડીયાનો સૌથી સામાન્ય પ્રકાર.
સીડી રાઇટર (CD Writer) - સીડીમાંથી ડેટા વાંચવા તેમ જ લખવા બંને માટે વપરાતી ડીવાઇસ.
ડીવીડી (DVD) (DVD) (ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક) - સીડી જેવા જ ડાયમેન્શન્સ ધરાવતો પરંતુ બાર ગણી માહિતીનો સંગ્રહ કરતો રીમુવેબલ મીડીયાનો એક લોકપ્રિય પ્રકાર.ડિજિટલ વીડીયો ટ્રાંસફર કરવાનો સૌથી સામાન્ય માર્ગ અને ડેટા સ્ટોરેજ માટે લોકપ્રિય.
સોલિડ-સ્ટેટ ડ્રાઇવ (Solid-state drive) - હાર્ડ ડિસ્ક જેવી જ ડીવાઇસ, પરંતુ તેમાં મુવિંગ પાર્ટ્સ હોતા નથી અને તે ડિજિટલ ફોર્મેટમાં ડેટાનો સંગ્રહ કરે છે.
રેઇડ એરે કન્ટ્રોલર (RAID array controller) - રેઇડ એરેમાં પરફોર્મન્સ અથવા રીલાયેબિલિટી ઇમ્પુવમેન્ટ હાસંલ કરવા માટે કેયલીક હાર્ડ ડિસ્કનું સંચાલન કરવા માટેની ડીવાઇસ
સાઉન્ડ કાર્ડ
મુખ્ય લેખ: Sound card
ઓડીયો ડીવાઇસીસમાં સાઉન્ડના આઉટપુટ માટે તેમ જ માઇક્રોફોન (microphone)માંથી ઇનપુટ સ્વીકારવા માટે કમ્પ્યુટરને સક્ષમ બનાવે છે.મોટા ભાગના આધૂનિક કમ્પ્યુટર્સ મધરબોર્ડમાં ઇન-બિલ્ટ સાઉન્ડ કાર્ડ ધરાવે છે, તેમ છતાં સામાન્યપણે વપરાશકર્તા અપગ્રેડ તરીકે અલગ સાઉન્ડ કાર્ડ ઇન્સ્ટોલ કરાવતા હોય છે.બિલ્ટ-ઇન કે ઉમેરેલા, મોટા ભાગના સાઉન્ડ કાર્ડ, બદ્ધ ધ્વનિ ક્ષમતા ધરાવે છે.
નેટવર્કિંગ
મુખ્ય લેખ: Computer networks
કમ્પ્યુટરને ઇન્ટરનેટ (Internet) સાથે અને અથવા/અન્ય કમ્પ્યુટર્સ સાથે જોડે છે.
મોડમ (Modem) - ડાયલ અપ કનેક્શન્સ માટે અથવા ડિજિટલ ફેક્સિસ મોકલવા માટે. (આઉટડેટેડ)
નેટવર્ક કાર્ડ (Network card) - ડીએસએલ/કેબલ ઇન્ટરનેટ માટે અને/અથવા અન્ય કમ્પ્યુટર્સને જોડવા માટે. તેમાં ઇથરનેટ કોર્ડનો ઉપયોગ થાય છે.
ડાયરેક્ટ કેબલ કનેક્શન (Direct Cable Connection) - તેમાં નલ મોડમ (null modem)નો ઉપયોગ થાય છે. બે કમ્પ્યુટર્સના સીરીયલ પોર્ટ્સનો અથવા લેપલિન્ક (Laplink Cable)નો ઉપયોગ કરીને તેમને જોડે છે.બંને કમ્પ્યુટર્સને તેમના સમાંતર પોર્ટ્સ સાથે જોડે છે.
અન્ય પેરિફેરલ્સ
મુખ્ય લેખ: Peripheral
વધુમાં, હાર્ડવેર ડીવાઇસીસમાં કમ્પ્યુટર સીસ્ટમના બાહ્ય કનીચે પ્રમાણેના સાધનો સ્ટાન્ડર્ડ અથવા અત્યંત સામાન્ય છે.
કમ્પ્યુટર સીસ્ટમની બહારની ઇનપુટ (input) અને ઇનપુટ (output) ડીવાઇસીસનો સમાવેશ થાય છે.
કી બોર્ડ (Keyboard) - ટાઇપરાઇટર જેવા ('કી'ના નામે ઓળખાતા) બટનને દબાવીને ટેક્સ્ટ અને કેરેક્ટરના ઇનપુટ મોકલવાની ડીવાઇસ.ક્વર્ટી (QWERTY) (QWERTY) લે આઇટ અંગ્રેજી ભાષાનો સૌથી સામાન્ય કી લે આઉટ છે.
માઉસ (Mouse) - એક પોઇન્ટિંગ ડીવાઇસ, જે તેના સપોર્ટિંગ સર્ફેસના સંદર્ભમાં દ્વિ-પરીમાણીય ગતિને પારખે છે.
ઓપ્ટિકલ માઉસ (Optical Mouse) - લેઝર્સનો ઉપયોગ કરતી નવી ટેકનોલોજી. તેને સામાન્યપણે એલઇડીઝ કહે છે. તે માઉસની ગતિને નક્કી કરવા માટે માઉસ હેઠળના સર્ફેસને પારખે છે, જે સ્ક્રીન પર માઉસની ગતિવિધિઓમાં જોવા મળે છે.
ટ્રેકબોલ (Trackball) - બે અક્ષોની વચ્ચેના રોટેશનને પારખતા સોકેટમાં મુકેલા બહાર નીકળેલા બોલની બનેલી પોઇન્ટિંગ ડીવાઇસ.