From Wikipedia, the free encyclopedia
સૂર્યગ્રહણ એ એક પ્રાકૃતિક ઘટના છે જેમાં સૂર્યનો પ્રકાશ અવરોધાય છે અને પૃથ્વી પર અંધારું છવાય છે. તે ત્યારે થાય છે જ્યારે પૃથ્વીનો કોઈ ભાગ ચંદ્ર હેઠળ છાયામાં પડેલો હોય છે જે સૂર્યપ્રકાશને સંપૂર્ણ અથવા આંશિક રૂપે અવરોધે છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ રેખામાં આવે છે ત્યારે સામાન્ય રીતે સૂર્યગ્રહણ થાય છે.[1] સંપૂર્ણ સૂર્યગ્રહણમાં સૂર્ય પૂરી રીતે ચંદ્ર વડે ઢંકાઈ જાય છે. જ્યારે ખગ્રાસ અને કોણીય ગ્રહણમાં સૂર્યનો માત્ર અમુક ભાગ જ ઢંકાય છે.
જો ચંદ્રની કક્ષા સંપૂર્ણ ગોળાકાર હોત અને જો તે પૃથ્વીની નજીક હોત તો દરેક અમાસે સૂર્યગ્રહણ થાત. જો કે ચંદ્રની ભ્રમણકક્ષા સૂર્યની ફરતે રહેલી પૃથ્વીની કક્ષામાં ૫ ડિગ્રીથી વધુની તરફ નમેલી હોવાથી તેનો પડછાયો સામાન્ય રીતે પૃથ્વીને ચૂકી જાય છે. સૂર્યગ્રહણ ત્યારે જ થઈ શકે છે જ્યારે ચંદ્ર અમાસ દરમિયાન ગ્રહણ સમતલની નજીક હોય. સૂર્ય (અને ચંદ્ર) ગ્રહણ વર્ષમાં બે વાર તો થાય જ અને વધુમાં વધુ માત્ર પાંચ વાર થઈ શકે.[2] આ ગ્રહણોમાં સંપૂર્ણ ગ્રહણ વર્ષમાં બે થી વધુ હોઈ જ ના શકે.[3]
સંપૂર્ણ ગ્રહણો દુર્લભ છે કારણ કે અમાસ વખતે બરાબર ગોઠવણી થવી મુશ્કેલ છે. આ ઉપરાંત ચંદ્રની લંબગોળ ભ્રમણકક્ષા ઘણી વાર તેને પૃથ્વીથી ખૂબ દૂર લઈ જાય છે કે તેનું કદ સૂર્યને સંપૂર્ણ અવરોધિત કરવા માટે પૂરતા કદનું નથી.
ગ્રહણ એ એક કુદરતી ઘટના છે. જો કે કેટલીક પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિઓમાં, સૂર્યગ્રહણ અલૌકિક કારણોને આભારી છે અથવા ખરાબ શુકન તરીકે ગણવામાં આવે છે. જેમકે ભારતમાં એવી અંધશ્રદ્ધા છે કે રાહુ અને કેતુ આ સમય દરમિયાન સૂર્યનું ભક્ષણ કરતા હોય છે. સંપૂર્ણ સૂર્યગ્રહણ એવા લોકો માટે ભયાનક બની શકે છે જેઓ તેના ખગોળીય વિવરણથી અજાણ હોય છે, કારણ કે સૂર્ય દિવસ દરમિયાન અદૃશ્ય થઈ જાય છે અને થોડીવારમાં આકાશ કાળું પડી જાય છે.
સૂર્યને પ્રત્યક્ષ રીતે સીધો જોવામાંથી આંખને કાયમી નુકસાન થાય છે અથવા અંધત્વ થઈ શકે છે, તેથી સૂર્યગ્રહણ જોતી વખતે આંખની વિશેષ સુરક્ષા અથવા પરોક્ષ રીતે જોવા માટેની તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. સહાય વિનાની આંખ અને સંરક્ષણ વિના કુલ સૂર્યગ્રહણના કુલ તબક્કાને જોવાનું તકનીકી રૂપે સલામત છે; જો કે, આ એક ખતરનાક પ્રથા છે, કારણ કે ગ્રહણના તબક્કાઓને ઓળખવા માટે મોટાભાગના લોકોને તાલીમ આપવામાં આવતી નથી, જે બે કલાકથી વધુનો સમયગાળો કરી શકે છે જ્યારે કુલ તબક્કો ફક્ત એક જ સ્થાન માટે મહત્તમ 7.5 મિનિટ ચાલે છે. ઘણી વાર ખગોળશાસ્ત્રીઓ અને ગ્રહણ રસિયાઓ દૂરના સ્થાને તેને જોવા માટે જતા હોય છે.[4][5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.