From Wikipedia, the free encyclopedia
સામાજિક આંતરક્રિયા એટલે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ વચ્ચે કોઈ માધ્યમ દ્વારા થતી ક્રિયા-પ્રતિક્રિયા. માધ્યમ તરીકે શબ્દ, આવેગ, શારીરિક સંપર્ક, સામાજિક પ્રતિકો વગેરે હોઈ શકે છે. સામાજિક આંતરક્રિયામાં પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક કેન્દ્ર સ્થાન ધરાવે છે. આંતરક્રિયામાં બે પક્ષ ક્રિયા-પ્રતિક્રિયા દ્વારા એકબીજાની આંતરિક કે બાહ્ય વર્તણૂકને પ્રભાવિત કરે છે.[1]
માનવસમાજમાં એકમાર્ગી અને દ્વિમાર્ગી બે પ્રકારની આંતરક્રિયાઓ જોવા મળે છે. સૂચન, અનુકરણ, સહાનુભૂતિ વગેરે એકમાર્ગી આંતરક્રિયાઓ છે. દ્વિમાર્ગી આંતરક્રિયાઓના વિવિધ સ્વરૂપોમાં સહકાર, સ્પર્ધા અને સંઘર્ષ વગેરેનો સમાવેશ થાય છે.[1]
સામાજિક આંતરક્રિયામાં મુખ્ય ત્રણ બાબતો રહેલી છે, જે તેની શરતો છે. આ શરતો પળાય ત્યારે જ સામાજિક આંતરક્રિયા થઈ એમ કહેવાય છે. આ ત્રણ શરતો નીચે મુજબ છે:[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.