સરિતાબેન લક્ષ્મણભાઈ ગાયકવાડ (જન્મ ૧ જૂન ૧૯૯૪) એક ભારતીય દોડવીર મહિલા છે, જે ૪૦૦ મીટર દોડ અને ૪૦૦ મીટર વિઘ્નદોડમાં નિષ્ણાત છે. તેણી ૪ × ૪૦૦ મીટર રીલેદોડની ભારતીય મહિલા ટીમની પણ સભ્ય હતી કે જેણે એશિયન રમતો ૨૦૧૮ દરમિયાન સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે. તેણી ગુજરાત સરકારના "બેટી બચાવો અભિયાન" માટેની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

Quick Facts વ્યક્તિગત માહિતી, Full name ...
સરિતા ગાયકવાડ
વ્યક્તિગત માહિતી
Full nameસરિતાબેન લક્ષ્મણભાઈ ગાયકવાડ
જન્મ (1994-06-01) 1 June 1994 (ઉંમર 30)
કરાડીઆંબા, ડાંગ જિલ્લો[1][2]
Height૧૬૮ સેમી[1]
વજન૫૮ કિગ્રા
Sport
રમતટ્રેક અને ફિલ્ડ
Event(s)૪૦૦ મીટર, ૪૦૦ મીટર વિધ્ન દોડ
Coached byકે.એસ. અજિમોન[1]
Achievements and titles
Personal best(s)400 m – 53.24 (2018)
400 mH – 57.04 (2018)[3]
બંધ કરો

પ્રારંભિક જીવન

સરિતા ગાયકવાડનો ૧ જૂન ૧૯૯૪ના દિવસે ભારત દેશના ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના કરડીઆંબા ગામ ખાતે એક આદિવાસી પરિવારમાં થયો હતો.[4] તેણીએ રાજ્ય તરફથી રાષ્ટ્રીય કક્ષાની ખો-ખો સ્પર્ધામાં વર્ષ ૨૦૧૦ સુધી ભાગ લીધો હતો, ત્યાર પછી તેણી દોડવીર તરીકે ભાગ લે છે. વર્ષ ૨૦૧૮ના અહેવાલ મુજબ તેણી આવકવેરા વિભાગમાં કાર્ય કરે છે.[5]

કારકિર્દી

ઓસ્ટ્રેલિયા ખાતે ૨૦૧૮ કોમનવેલ્થ ગેમ્સ ખાતે સરિતા ગાયકવાડને ૪ × ૪૦૦ મીટર રિલેદોડની ભારતીય મહિલા ટીમ માટે પસંદ કરવામાં આવી હતી છે. તેણી આ સાથે પ્રથમવાર ગુજરાત રાજ્યમાંથી કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદગી પ્રાપ્ત કરનાર ટ્રેક અને ફિલ્ડ પ્રથમ ખેલાડી બની હતી.[5] આ ભારતીય ટીમ આ રમતોત્સવમાં સાતમા ક્રમે આવી હતી, જેનો સમય ૩:૩૩.૬૧ હતો. ત્યાર પછી તેણીને ૨૦૧૮ એશિયન ગેમ્સ માટેની ૪ × ૪૦૦ મીટર રિલેદોડની ભારતીય મહિલા ટીમ માટે પસંદ કરવામાં આવી હતી. આ ચાર જણની ટુકડીમાં સરિતા ગાયકવાડ ઉપરાંત એમ. આર. પૂવમ્મા, હિમા દાસ અને વી. કે. વિસ્મયા હતા અને એમણે અંતિમ સ્પર્ધામાં 3:28.72 જેટલા સમય સાથે સુવર્ણચંદ્રક મેળવ્યો છે.

સંદર્ભો

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.