શ્રી. સોમનાથ
એરોસ્પેસ ઈજનેર જે હાલમાં ઇસરોમાં ચેરપર્સન તરીકે કાર્યરત છે From Wikipedia, the free encyclopedia
એરોસ્પેસ ઈજનેર જે હાલમાં ઇસરોમાં ચેરપર્સન તરીકે કાર્યરત છે From Wikipedia, the free encyclopedia
શ્રી. સોમનાથ, (જન્મ જુલાઈ ૧૯૬૩), તરીકે જાણીતા શ્રીધર પણિકર સોમનાથ (મલયાલમ: എസ്. സോമനാഥ്), એ ભારતીય એરોસ્પેસ એન્જિનીયર છે. તેઓ હાલ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન તરીકે સેવા આપી રહ્યા છે.[2] તેમના નેતૃત્વમાં ઇસરોએ ચંદ્રયાન-૩નું અભિયાન સફળ રીતે પુરું કરીને ભારતને ચંદ્રતલ પર દક્ષિણ ધ્રુવ પર હળવું ઉતરાણ કરવાવાળા પ્રથમ દેશનું બિરુદ અપાવ્યું.[3][4][5][6]
શ્રી. સોમનાથ | |
---|---|
શ્રી. સોમનાથ (વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર વીએસએસસીના નિર્દેશક તરીકે) ૭૦મા આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોનૌટિકલ કોંગ્રેસમાં વ્યાખ્યાન આપતાં | |
૧૦મા ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન | |
પદ પર | |
Assumed office 15 January 2022 | |
પુરોગામી | કૈ. શિવન |
વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નિર્દેશક | |
પદ પર ૨૨ જાન્યુઆરી ૨૦૧૮ – ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ | |
પુરોગામી | કૈ. શિવન |
અનુગામી | એસ. ઉન્નીકૃષણન નાયર[1] |
લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ સેન્ટરના નિર્દેશક | |
પદ પર ૧ જાન્યુઆરી ૨૦૧૫ – ૨૩ જાન્યુઆરી ૨૦૧૮ | |
પુરોગામી | કૈ. શિવન |
અનુગામી | વિ. નારાયણન |
અંગત વિગતો | |
જન્મ | 1963 શેરથલ, કેરળ, ભારત |
જીવનસાથી | વલ્સલાકુમારી |
સંતાનો | ૨ |
માતા-પિતા |
|
માતૃ શિક્ષણસંસ્થા |
|
સોમનાથે તિરૂવનંતપુરમના વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર તેમજ લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ સેન્ટર ના નિર્દેશક તરીકે સેવાઓ આપી છે.[7][8] સોમનાથ પ્રક્ષેપણ વાહનની રૂપરેખામાં, ખાસ તો પ્રક્ષેપણ વાહનના એન્જિનીયરીંગ, ઢાંચાકીય ગતિશીલતા અને પાયરોટેકનિકમાં, તેમના અમૂલ્ય પ્રદાન માટે જાણીતા છે.[9][10]
સોમનાથનો જન્મ કેરળના શેરથલા જિલ્લાના થુવૂર ખાતે ૧૯૬૩ના જુલાઈ માસમાં એક મલયાલી નાયર કુટુંબમાં થયો હતો. તેમની જન્મ તારીખ નિશ્ચિત પણે જાણીતી નથી. તેમના પિતા વી. શ્રીધર પણિકર તેમના જમાનાના હિન્દીના વિખ્યાત શિક્ષક હતા. તેમની માતાનું નામ થાન્કમ્મા છે.[11]
સોમનાથે તેમનો સ્કૂલનો અભ્યાસ સંત ઓગસ્ટિન હાઈસ્કૂલ અરૂર ખાતે પુરો કર્યો અને કોલેજ પૂર્વનો અભ્યાસ મહારાજા કોલેજ એરનાકુલમ ખાતે કર્યો. ત્યારબાદ થાન્ગુ કુન્જુ મસાલિયર કોલેજ ઓફ એન્જિનીયરીંગમાંથી અભ્યાસ કરી કેરળ યુનિવર્સીટીમાંથી મિકેનિકલ એન્જિનીચરીંગની ડીગ્રી મેળવી. ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખીને સોમનાથે ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગ્લુરુથી એરોસ્પેસ એન્જિનીયરીંગમાં અનુસ્નાતકની ડીગ્રી મેળવી.
અભ્યાસ પુરો કરી સોમનાથ ૧૯૮૫માં વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર સાથે જોડાયા. શરૂઆતના વર્ષોમાં તેઓ ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (પીએસએલવી) પ્રકલ્પ સાથે સંકળાયેલા હતા. ૨૦૧૦માં તેઓ of the વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના ઉપનિર્દેશક અને પ્રકલ્પ નિયામક of જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોંચ વિહિકલ માર્ક III પ્રકલ્પના ઉપનિર્દેશક બન્યા.[9]
જુન ૨૦૧૬માં સોમનાથે લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટિમ સેન્ટર, તિરૂવનંતપુરમના નિર્દેશક તરીકે પદભાર સંભાળ્યો અને જાન્યુઆરી ૨૦૧૮ સુધી તે પદ શોભાવ્યું. કૈલાસાવાડવૂ શિવન ઇસરોના ચેરપર્સન બનતાં શ્રી સોમનાથ વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નિર્દેશક બન્યા. જાન્યુઆરી ૨૦૨૨માં કૈ. શિવન નિવૃત્ત થતાં, સોમનાથ ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન બન્યા.
વિજ્ઞાનના ક્ષેત્રમાં શ્રી, સોમનાથના યોગદાનની કદરરૂપે તેમને ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ એસઆરએમ ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, તમિલનાડુ દ્વારા ડૉક્ટરેટ ઓફ સાયન્સની માનદ ડીગ્રી એનાયત કરવામાં આવી છે.[12][13] ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ઇસરોએ તેમના ચેરપર્સન તરીકેના કાર્યકાળ દરમિયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૩નું સફળ હળવું ઉતરાણ કરીને વિશ્વ વિક્રમ બનાવ્યો.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.