From Wikipedia, the free encyclopedia
શ્રીમદ્ ભાગવતમ્ (સંસ્કૃત:श्रीमद् भागवतम् અથવા ક્યારેક श्रीमद्भागवतम्) હિંદુ ધર્મનાં અઢાર પુરાણો પૈકીનું એક છે, જેને ક્યારેક ભાગવત્ પુરાણ, ભાગવત્ મહાપુરાણ કે ફક્ત ભાગવત તરિકે પણ ઓળખવામાં આવે છે. ભાગવતમાં મૂળભુત રીતે ભક્તિ યોગ પર ભાર મુકવામાં આવ્યો છે અને તેમાં કૃષ્ણને પરમેશ્વર અને સ્વયં ભગવાન (મૂળ પુરુષ) તરિકે નિરૂપવામાં આવ્યાં છે.
ભાગવતનું આલેખન ઋષી ગણની સભામાં સુત ગોસ્વામી દ્વારા કહેવામાં આવતી કથાનાં રૂપમાં કરવામાં આવ્યું છે, જેમાં ઉપસ્થિત શ્રોતા ગણમાંથી ઋષીઓ તેમને એક એક કરીને પ્રશ્નો પુછે છે (ખાસ કરીને વિષ્ણુનાં વિવિધ અવતારો ઉપર)અને આ પ્રશ્નોનાં ઉત્તર સુત ગોસ્વામી તેમને આપે છે. સુત ગોસ્વામી આ કથા વિષે એમ કહે છે કે તેઓએ તે અન્ય ઋષી શુકદેવ મુની પાસેથી સાંભળી હતી. પુરાણની ભાષા વેદિક ભાષાને ઘણી મળતી આવે છે અને માટે જ સંશોધકો માને છે કે તે ખુબ પુરાણો ગ્રંથ છે.[૧]
શ્રીમદ્ ભાગવતમ્ ૧૨ સ્કંધોનું બનેલું છે, જેમાં મોટે ભાગે એક સ્કંધમાં વિષ્ણુના એક અવતારની કથાનું વર્ણન છે. પ્રથમ સ્કંધમાં ભગવાનના બધા જ અવતારોનું ટુંકમાં વર્ણન સુત ગોસ્વામીએ કર્યું છે જેને અંતે તેઓ કૃષ્ણને પૂર્ણ પુરૂષોત્તમ તરિકે પ્રસ્થાપિત કરે છે. દશમ સ્કંધમાં કૃષ્ણનાં પ્રાકટ્યની કથા છે અને તેની સાથે સાથે તેમણે વૃંદાવનમાં કરેલી બાળ્ય લીલાઓ તથા ભક્તોને આપેલા ઉપદેશોની કથા (જેમકે ઉદ્ધવ ગીતા) દશમા અને અગીયારમાં સ્કંધમાં વહેંચાયેલી છે. દ્વાદશ સ્કંધમાં ભવિષ્ય કથન છે જેમાં કળિયુગનાં આગમનની કથા છે અને પૃથ્વિનાં વિનાશની એટલે કે પ્રલયની વાત કરીને ભાગવત પુરું થાય છે.
ભાગવત વેદાંત ગ્રંથ તરિકેનાં પોતાના મહત્વને સિદ્ધ કરવા નીચેનો શ્લોક ધરાવે છે:
"શ્રીમદ્ ભાગવતમ્ સર્વ વેદિક સાહિત્ય અને વેદાંતિક સિંદ્ધાંતોના સાર રૂપે સ્વિકૃત છે. જે કોઈ પણ એક વખત તેના સ્વાદનું અમૃત ચાખી લે છે તે પછી અન્ય કોઈ શાસ્ત્રો પ્રત્યે આકર્ષાતો નથી. (12.13.15)[૨]
વેદિક પરંપરામાં, વૈષ્ણવ સંપ્રદાયમાં અને લગભગ સમગ્ર હિંદુ ધર્મમાં ભાગવત પુરાણને સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. વૈષ્ણવ પરંપરામાં (અને મોટાભાગનાં અન્ય હિંદુ સંપ્રદાયોમાં) એવો અન્ય કોઈ ગ્રંથ નથી કે જેને શ્રીમદ્ ભાગવતમ્ કરતા વધુ મહત્વનો કે ઉચ્ચ ગણવામાં આવતો હોય. હિંદુઓ એ વાત દૃઢ પણે સ્વિકારે છે કે વેદ વ્યાસે ભાગવતની રચના એ જ ઉદ્દેશથી કરી હતી કે આ પુરાણ સમગ્ર વેદિક સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનો નિષ્કર્ષ હોય. અંગ્રેજીમાં ઘણી વખત શ્રીમદ્ ભાગવતમ્ ને કૃષ્ણપંથીઓ (Krishnaism)નું બાઇબલ ગણાવવામાં આવે છે. [૩]
ભાગવત પુરાણને વેદાંત સુત્રની પ્રાકૃતિક ટિકા તરિકે ગણવામાં આવે છે અને તેનો સમગ્ર વૈષ્ણવ ધર્મ શાસ્ત્રોનાં મૂળ સ્ત્રોત તરિકે ઉપયોગ થતો આવ્યો છે. બધાજ પુરાણોમાં તે સૌથી વધુ જાણીતું, અને વાંચવામાં તથા પાળવામાં આવતું પુરાણ છે.[૪]
હિંદુ ધર્મ પરંપરાઓમાં ભાગવતને વ્યાસ દેવ દ્વારા કલિયુગની શરૂઆતમાં લખવામાં આવેલાં ગ્રંથોમાનું ગણવામાં છે.[૫] (આશરે ઇ.સ.પૂર્વે ૩૧૦૦).
ભાગવતમાં જે રીતે વેદિક સરસ્વતિ નદીનો મહા-નદી તરિકે ઉલ્લેખ જોવા મળે છે તે એ વાતની સાબિતી છે કે આ પુરાણ કેટલું જુનુ છે (શક્ય છે કે તેને તેના ઉદ્ભવનાં ઘણા સમય બાદ લિપિબદ્ધ કરવામાં આવ્યું હોય, પણ તેમાં સરસ્વતિનો ઉલ્લેખ સુચવે છે કે તે નહી નહી તો પણ ઓછામાં ઓછું ઇ.સ.પૂર્વે ૨૦૦૦ પહેલા રચાયુ હશે) [૬] કેમકે સરસ્વતિ નદી આશરે ઇ.સ.પૂર્વે ૨૦૦૦ના ગાળામાં સુકાઇ ગઈ છે.
આ પુરાણમાં ઐરાવત (ઇંદ્રનો સાત સુંઢવાળો હાથી) અને તેનાં ચાર દાંત વાળા વંશજોનો ઉલ્લેખ છે.[૭] આવા હાથી (સંભવતઃ ગોમ્ફોથીયર) મિઓસિન-પ્લિઓસિન કાળ દરમ્યાન અસ્તિત્વમાં હતાં, અને તેમનો ઉલ્લેખ રામાયણના સુંદર કાંડમાં પણ જોવા મળે છે.[૮]
જુદા જુદા શાસ્ત્રો અને શાખાઓની સરખામણી રૂપ અભ્યાસ[૯] પરથી પણ ભાગવતનો પૌરાણિક ઉદ્ભવ દૃઢ થાય છે.
કેટલાક વિદ્વાનો ભાગવતના રચયિતાને નાથમુનીના સમકાલિન ગણે છે. નાથમુનીને ભક્તિ માર્ગને સંસ્કૃત સાહિત્યની ઓળખ કરાવનારા માનવામાં આવે છે. આમ, આ પુરાણનો પ્રથમ શ્લોકમાં, બ્રહ્મ સુત્ર અને ઋગ્વેદની ગાયત્રી બંનેનો સંદર્ભ છે.[૧]
ભાગવત પુરાણ એક વાર્તાલાપનાં વર્ણન રૂપે લખાયેલું છે. જ્યારે એક બ્રાહ્મણે રાજા પરીક્ષીત (અર્જુનનો પૌત્ર અને અભિમન્યૂનો પુત્ર)ને શ્રાપ આપ્યોકે સાત દિવસમાં તે મૃત્યુ પામશે, ત્યારે રાજા પરીક્ષીતે રાજપાટ છોડી જીવનના ધ્યેયનું જ્ઞાન મેળવવાનું નક્કી કર્યું. રાજા, માથે તોળાતા મૃત્યુનો સામનો કરતા હતાં તેવામાં શુકદેવ ગોસ્વામી, જેઓ પણ એક યોગ્ય શિષ્યની શોધમાં હતા, રાજાને મળ્યા અને તેમની પાસે રહેલું દિવ્ય જ્ઞાન રાજાને આપવા તૈયાર થયા.
તેમનો આ વાર્તાલાપ વણથંભ્યો સતત સાત દિવસ ચાલ્યો જેની વચમાં રાજા પરીક્ષીતે ન તો ખાધું ન તો પીધું કે ન તો તેઓ સૂતા. આ દરમ્યાન શુકદેવે રાજાને સમજાવ્યું કે જીવનનો ધ્યેય પરમાત્મા કે ચરમ વ્યક્તિમત્વ, દેવોના પણ દેવ અર્થાત્ ભગવાન શ્રી કૃષ્ણને સમજવાનો, તેમનો સાક્ષાત્કાર કરવાનો છે[૧૦].
શ્રીમદ ભાગવતમ્ માં અમુક એવા વિષયો ઉપર પણ ચર્ચા છે જે અર્વાચીન યુગમાં પણ શોધ અને સંશોધનનો વિષય છે.
ત્રીજા સ્કંધનાં ૧૧મા અધ્યાયમાં સમયની ગણતરી બતાવી છે. તેમાં ન્યૂનતમ સમય એટલે અણુઓ વચ્ચેની સંરચના દરમ્યાનનો અંતરાલ અને મહત્તમ એટલે વિશ્વના સમગ્ર અસ્તિત્વનો સમય બે ' પરમાણુ ' મળી ને એક 'અણુ' થાય છે અને ત્રણ અણુઓના મળવાથી એક 'ત્રસરેણુ' થાય છે, કે જે ઝરુખાઓમાં થઈને આવેલાં સૂર્યકિરણોના પ્રકાશમાં આકાશમાં ઉડતો જોવામલે છે. આવા 3 ત્રસરેણુઓને પાર કરવામાં સૂર્યને જેટલો સમય લાગે છે તેને " ત્રુટિ" કહેવાય છે. આનાથી 100 ઘણો સમય " વેધ " કહેવાય છે અને 3 વેધ નો એક " લવ " થાય છે. 3 લવ નો 1 " નિમેષ " કહે છે અને 3 નિમેષને એક "ક્ષણ" કહે છે. પાંચ ક્ષણની 1 " કાષ્ઠા " થાય છે અને પંદર કાષ્ઠા નો 1 " લઘુ " થાય છે. પંદર લઘુની એક " નાડીકા " (દંડ) કહેવાય છે. બે નાડિકાનુ એક "મુહૂર્ત" થાય છે અને દિવસ ઘટવા-વધવા અનુસાર ( દિવસ અને રાતની બંને સંધિઓને બાદ કરતાં) 6 અથવા 7 નાડિકાનો એક " પ્રહર " (પહોર) થાય એ "યામ" કહેવાય છે . જે મનુષ્યના દિવસ અથવા રાત્રીના ચોથા ભાગ બરોબર હોય છે . છ પળ નું તાંબાનું એક એવું વાસણ બનાવવામાં આવે , કે જેમાં એક પ્રસ્થ ( એક વાટકા જેટલુ) જળ (પાણી) સમાઈ શકે ; અને ચાર પાતળી સળેકડી જેવી ધાતુ ની સળી બનાવી તેના થી તે વાસણ માં તળીયે છિદ્ર(હોલ અતિ નાના કાણા) બનાવી તેને પાણીમાં મુકવામાં આવે -તો જેટલા સમયમાં એક પ્રસ્થ પાણીમાં ડુબી જાય તેટલા સમય ને " નાડિકા" કહે છે. મનુષ્યના દિવસ -રાત્રીના ચાર ચાર પ્રહરના હોય છે અને પંદર દિવસ -રાત્રીનો એક "પક્ષ" ( પખવાડીયુ ) થાય છે જે શુક્લ અને કૃષ્ણ ( અજવાળીયુ અને અંધારિયુ ) ના ભેદને લિધે બે પ્રકારનો મનાય છે . આ બને પક્ષો મળીને એક "માસ" (મહીનો) થાય છે જે પિતૃઓના એક દિવસ-રાત્રી (બરાબર) છે. બે માસ ની એક "રુતુ" અને છ માસનો એક "અયન" થાય છે .અયન " દક્ષિણાયન " અને " ઉતરાયન " ના ભેદથી બે પ્રકારના છે. આ બને અયનો મળી ને દેવતા ઓના એક દિવસ -રાત્રી થાય છે તથા મનુષ્યલોક માં એ " વર્ષ " અથવા દ્વાદશ માસ કહેવાય છે આવા સો 100 વર્ષોનું મનુષ્ય નું આયુષ્ય બતાવવા માં આવ્યું છે આ ભાગવતપુરાણ માં મૈયત્રેયજી ઉવાચ માં સ્કન્ધ 3 માં અધ્યાય 11માં બતાવવામા આવેલુ છે [૧૧].
સમયની અસમાન ગતિ (જે આધુનિક ભૌતિક વિજ્ઞાનનો વિષય છે)નું ઉદાહરણ ૯માં સ્કંધમાં બતાવ્યું છે. જે અનુસાર રાજા કાકુદ્મીઅને તેમની પુત્રી રેવતી બ્રહ્માને મળવા લોક અને બ્રહ્મલોકના પ્રવાસે જાય છે. ત્યાં થોડો સમય વિતાવીને જ્યારે તેઓ પાછા આવીને જુએ છે તો પૃથ્વી પર કેટલાય હજાર વર્ષ પસાર થઈ ચૂક્યાં હતાં. તેઓના જાણીતા સૌ લોકો ઘણાં વર્ષો પહેલાં મૃત્યુ પામ્યાં હતાં અને વિતેલા સમયમાં તેમનાં નામ સુદ્ધાં ભૂલાઈ ગયાં હતાં.[૧૨]
ત્રીજા સ્કંધમાં ગર્ભમાં ભૃણના વિકાસની સવિસ્તૃત માહીતી આપેલી છે.
]
ભાગવત પુરાણ સૌ પ્રથમ કૃષ્ણને તેના સંપૂર્ણ વૈભવ સહીત ઉદ્દેશે છે: તેમના ચક્ષુ દરેક અવતારનું કેન્દ્ર છે, તે દિવ્ય પ્રકાશે તેજોમય છે. તેમની કીકી સુર્ય અને અન્ય અવકાશીય ગ્રહો સમાન પ્રકાશે છે. તેમના કર્ણ દરેક દિશાથી સાંભળી શકે છે, તે દરેક વેદોને ગ્રહણ કરે છે, તેમની શ્રાવ્ય શક્તિ દરેક અવકાશીય ધ્વનીની જનિત્ર છે. [૧૩]
ભાગવતમાં વિષ્ણુના પચ્ચીસ અવતારની લીલાનું વર્ણન કરવામાં આવેલું છે.[૧૪] મોટે ભાગે અવતારના સ્ત્રોત તરીકે ભગવાન વિષ્ણુને માનવામાં આવે છે, પણ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે વિષ્ણુએ તો વૈષ્ણવ સંપ્રદાયના ભગવાનનું એક નામ છે તેમને નારાયણ, કૃષ્ણ, વાસુદેવ આદિ. આ દરેક પાછળ વૈષ્ણવ સંપ્રદાયના સર્વોચ્ચ સ્થાને બિરાજીત એક ભગવાન છે. [૧૫]
ભાગવત પુરાણના ૧૦મા સ્કંધમાં સ્વયં ભગવાન કૃષ્ણના બાળપણની ગોવાળોની વચમાં યમુના નદી નજીક વૃંદાવનમાં ઉછેર થવાની લીલાનું વર્ણન છે. બાળ કૃષ્ણ અનેક લીલાઓમાં આનંદ મેળવે છે જેમકે માખણ ચોરવુ, તેમના મિત્રો સાથે જંગલમાં રમવુ, વિગેરે. તેઓ નગરને દાનવ આદિથી બચાવી ભયરહીત ધાડસનું પ્રદર્શન કરે છે. મહત્ત્વનું છે કે તેઓ ગોપીઓનું હૃદય હરી લે છે. દરેક ગોપીની તેમની સાથે રહેવાની, તેમની સેવા કરવાની પાવન ઈચ્છાની પૂર્તિ માટે તેઓ તેમની દિવ્ય શક્તિ દ્વારા તેઓ બહુરૂપે એક જ સમયે સૌ ગોપી સાથે રહે છે. કૃષ્ણ જ્યારે અન્ય કર્તવ્યોના પાલનમાટે વૃંદાવન છોડીને જાય છે ત્યારે ગોપીઓ માટે તે અસહ્ય થઈ પડે છે. પ્રભુ પ્રત્યેની આત્યંતીક તીવ્ર ભક્તિનું આ આદર્શ ઉદાહરણ પુરૂં પાડે છે.[૧૬]
Seamless Wikipedia browsing. On steroids.