ભારતમાં આવેલ એક નદી From Wikipedia, the free encyclopedia
શેત્રુંજી નદી અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી છે. તે ગીરના જંગલમાં આવેલી ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે.[2]
શેત્રુંજી | |
---|---|
સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
પ્રદેશ | સૌરાષ્ટ્ર |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | ચાંચાંઇ ટેકરી |
⁃ સ્થાન | અમરેલી જિલ્લો, ગુજરાત, ભારત |
નદીનું મુખ | ખંભાતનો અખાત |
• સ્થાન | ભાવનગર જિલ્લો |
લંબાઇ | ૨૨૭ કિમી[1] |
સ્રાવ | |
⁃ સ્થાન | અરબી સમુદ્ર |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | ખોડીયાર જળાશય યોજના, શેત્રુંજી બંધ |
આ નદી પાલિતાણાની ટેકરીઓની ઉત્તરે શેત્રુંજય પાસેથી પસાર થઇ તળાજાની ટેકરીઓમાાં અગ્નિ દિશામાં થઇને ગોપનાથથી આશરે ૧૦ કિમીના અંતરે ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળી જાય છે.[3][4]
આ નદી ઉપર ખોડીયાર જળાશય યોજના હેઠળ ૧૯૬૭ના વર્ષમાં બંધ બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ઘનમિટર સંગ્રહશક્તિ ધરાવે છે. જેમાં ૧૬,૬૭૫ ચો.એકર જમીન સિંચાઇ (પિયત) હેઠળ આવે છે. અમરેલી તાલુકાના ૨૪ ગામોને ખોડિયાર બંધની નહેરોનો લાભ મળે છે. અમરેલી શહેરને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. આ સ્થળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિરની સામે નદીના કાળા પથ્થરોમાં પાણીનો ઝરો વહે છે. લાખો શ્રદ્ધાળુ લોકો અહીંની મુલાકાત લે છે.
આ ઉપરાંત નદી પર શેત્રુંજી બંધ બાંધવામાં આવેલો છે.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.