From Wikipedia, the free encyclopedia
વિશાલ-શેખર (વિશાલ ડડલાણી અને શેખર રાવજીઆણી) હિન્દી અને મરાઠી ફિલ્મોની સંગીતકાર બેલડી છે. તેમણે ઘણી સફળ ફિલ્મો જેવી કે ઓમ શાંતિ ઓમ, સલામ નમસ્તે, ટશન, બચના એ હસીનો, રા-વન, વગેરેના સંગીતનુ દિગ્દર્શન કર્યુ છે.
વિશાલ-શેખર | |
---|---|
શૈલી | ફિલ્મ સ્કોર, સંગીત |
વ્યવસાયો | સંગીત દિગ્દર્શક, ગાયક, ગીત નિર્માતા, પ્રોગ્રામર |
સક્રિય વર્ષો | ૧૯૯૯થી આજપર્યંત |
આ બેલડીએ ફિલ્મ ઝનકાર બિટ્સનુ હિટ ગીત "તુ આશીકી હૈ"નુ નિર્માણ કર્યુ તે પછી બોલીવુડમાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું હતું. આ ફિલ્મના સફળ સંગીત દિગ્દર્શન થકી તેમને ફિલ્મફેર આર ડી બર્મન એવોર્ડ ફોર ન્યુ મ્યુઝીક ટેલેન્ટ મળ્યો હતો. તેમણે ફીલ્મ મુસાફીર માટે રજુ કરેલુ સંગીત યુવાનો અને વિદેશમાં લોકપ્રિય બન્યુ હતુ. તેઓએ ભારતીય અવાજ સાથે ટેક્નો સંગીતનુ નિર્માણ કર્યુ હતુ. વર્ષ ૨૦૦૫ આ બેલડી માટે એક સારુ વર્ષ હતું કારણ કે તેઓએ ત્રણ હિટ ફિલ્મો સલામ નમસ્તે, દસ, અને બ્લફમાસ્ટર માટે સંગીત નિર્માણ કર્યુ હતુ.
વિશાલ ડડલાણી મુંબઈ આધારિત ઈલેક્ટ્રોનિક બેન્ડ પેન્ટાગ્રામના ગાયક પણ છે.
વિશાલ-શેખર અમૂલ સ્ટાર વોઇસ ઓફ ઇન્ડીયા મમ્મી કે સુપરસ્ટાર્સ નામક કાર્યક્રમના નિર્ણાયક રહ્યા હતા. તેમણે ઝી ટીવીના રીયાલીટી શો સા રે ગા મા પામાં સાજીદ-વાજીદ સાથે માર્ગદર્શક અને નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. તેઓ સ્ટાર પ્લસપર પ્રસારિત થયેલી ધારાવાહીક નવ્યાના ટાઇટલ ટ્રેકના ગીતકાર હતા.
તેમણે IPLની ત્રીજી સિઝનનુ થીમ ગીત બનાવ્યુ હતુ અને કોલકાતા નાઈટ રાઇડર્સનુ મુખ્યગીત પણ તેમણે જ રચ્યું હતુ.
મુંબઇ પર ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ થયેલા ત્રાસવાદી હુમલા બાદ વિશાલ ડડલાણીએ રેસ્ક્યુ ઓપરેશન દરમ્યાન જીવંત મીડિયાના કવરેજ પર પ્રતિબંધ માટે અરજી રજૂ કરી હતી.[1]
આ ઉપરાંત તેઓ કૈલાશ ખેરના ગીત 'અલ્લાહ કે બંદે'ના પણ સંગીત નિર્દેશક રહ્યા હતા.
૨૩ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ વિશાલ-શેખરે આઈઆઈટી ખડગપુર સ્પ્રીંગ ફેસ્ટ ૨૦૧૨માં પોતાનો રોક શો રજુ કર્યો હતો.
૧ મે ૨૦૧૨ના રોજ મહારાષ્ટ્ર દિવસ પ્રસંગે શેખર રાવજીઆણીએ તેમનો પ્રથમ સોલો મરાઠી આલ્બમ 'સાઝની' પ્રકાશિત કર્યો હતો, જેમાં તેમણે ગીતોને સ્વરબદ્ધ કરવા ઉપરાંત પોતાનો અવાજ પણ આપ્યો હતો.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.