રામનવમી
ભગવાન શ્રીરામનો જન્મદિવસ From Wikipedia, the free encyclopedia
ભગવાન શ્રીરામનો જન્મદિવસ From Wikipedia, the free encyclopedia
ભારતીય ઉપખંડના હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. તે સમય હતો મધ્યાહ્નનો અને તીથિ હતી ચૈત્ર સુદ નોમ. રામના આ જન્મ દિવસને રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવવામાં આવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે જેણે પિતા, માતા, ગુરુ, પત્નિ અને નાના ભાઈભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું જીવન વ્યતિત કર્યુ હતું.
રામ નવમી વસંત ઋતુમાં આવતો હિંદુ તહેવાર છે, જે ભગવાન રામનો જન્મદિન છે. વિષ્ણુના સાતમા અવતાર તરીકે, તે હિંદુ ધર્મનો મહત્વનો તહેવાર છે.[1][2] ભારતના ઘણાં રાજ્યોમાં રામનવમીની જાહેર રજા રખાય છે.
આ દિવસ ઘણી જગ્યાએ રામકથાના પઠન-પાઠન દ્વારા ઉજવાય છે. ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતને ઇતીહાસ માનવામાં આવે છે. લોકો રામમંદિરોમાં પૂજન-અર્ચન, દર્શનાર્થે જાય છે. અથવા ઘરમાં પૂજા-અર્ચના પણ કરે છે. રામની બાલમૂર્તિની સેવા-પૂજા તથા પારણાનાં દર્શન પણ કરાય છે. ઘણાં લોકો આ દિવસ વ્રત-ઉપવાસ પણ કરે છે.[1][3]
આ દિવસે અયોધ્યા, સીતા સંહિત સ્થળ (ઉત્તર પ્રદેશ), સીતામઢી (બિહાર), જનકપુર ધામ (નેપાળ), ભદ્રાચલમ (તેલંગાણા), કોદંદરામ મંદિર (આંધ્ર પ્રદેશ) તથા રામેશ્વરમ (તામિલ નાડુ) તથા અન્ય નાના-મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે.[1][4][5] અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામમંદિરમાં દર્શનાર્થે જાય છે.[6]
સંવત ૧૮૩૭માં રામનવમીના દિવસે અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે ૧૦-૧૦ કલાકે ભગવાન સ્વામીનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. રામનવમીનું મહત્ત્વ કેવલ ભારતમાં જ નહીં પણ ઇન્ડોનેશિયા જેવા ભારતની બહારનાં દેશોમાં પણ છે અને ત્યાં પણ આ તહેવારની ઉજવણી થાય છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.